ગુજરાત

gujarat

ભારતીય અર્થવ્યવસ્થામાં દેખાઈ રહ્યો છે 'વી-આકાર'નો સુધારો: અનુરાગ ઠાકુર

By

Published : Mar 14, 2021, 11:58 AM IST

અનુરાગ ઠાકુરે કહ્યું કે, ભારતમાં પહેલાથી જ વી-આકારનો સુધાર દેખાઈ રહ્યો છે. વિવિધ વિસ્તારોમાં પરિસ્થિતિ સુધરી રહી છે. ફેબ્રુઆરીમાં દેશને 25,787 કરોડ રૂપિયાનું સીધું વિદેશી રોકાણ (એફડીઆઇ) મળ્યું છે.

Anurag Thakur
Anurag Thakur

  • ભારતીય અર્થવ્યવસ્થામાં 'વી-આકાર'નો સુધારો દેખાઈ રહ્યો છે
  • છેલ્લા 8 મહિનામાં વિદેશી હુંડિયામણમાં 100 અબજ ડોલરનો વધારો
  • અર્થવ્યવસ્થામાં સુધારાના અણસાર

મુંબઈ: નાણા રાજ્યપ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, ભારતીય અર્થતંત્રમાં હવે 'વી-આકાર' સુધારો દેખાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, અર્થવ્યવસ્થામાં સુધારાના સંકેત છે.

ભારતીય અર્થવ્યવસ્થામાં 'વી-આકાર'નો સુધારો

વી-આકારનો સુધારો તીવ્ર ઘટાડા બાદ અર્થતંત્રના ઝડપી પુનરૂદ્ધારનો સંદર્ભ આપે છે.

આ પણ વાંચો:વિવાદથી વિશ્વાસ યોજનાએ 28 ટકાની સફળતા સાથે એકત્રિત કર્યા રૂ. 53,346 કરોડ

ફેબ્રુઆરીમાં દેશમાં 25,787 કરોડ રૂપિયાનું સીધું વિદેશી રોકાણ થયું

ઠાકુરે ભારતીય એક્ચ્યુરિયલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આયોજીત વર્ચુઅલ કોન્ફરન્સને સંબોધન કરતાં કહ્યું કે, 'ભારતમાં વી-આકારનો સુધાર પહેલે થી જ દેખાઈ રહ્યો છે. વિવિધ વિસ્તારોમાં પરિસ્થિતિ સુધરી રહી છે. ફેબ્રુઆરીમાં દેશમાં 25,787 કરોડ રૂપિયાનું સીધું વિદેશી રોકાણ (એફડીઆઇ) આવ્યું છે.

છેલ્લા 8 મહિનામાં વિદેશી હુંડિયામણમાં 100 અબજ ડોલરનો વધારો

ઠાકુરે કહ્યું કે, દેશના વિદેશી હુંડિયામણમાં સતત વધારો થઈ રહ્યો છે. જાન્યુઆરી 2021 માં 590 અબજ ડોલરની સર્વકાલિક ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયો છે. તેમણે કહ્યું કે, છેલ્લા આઠ મહિનામાં વિદેશી હુંડિયામણમાં 100 અબજ ડોલરનો વધારો થયો છે.

આ પણ વાંચો:ક્રિપ્ટોકરન્સીના મૂલ્યાંકન માટે સરકારે પ્રસ્તાવો ખુલ્લા રાખ્યા છે : અનુરાગ ઠાકુર

ABOUT THE AUTHOR

...view details