ગુજરાત

gujarat

Gold-Silverની કિંમતમાં ફરી એક વાર ઉછાળો, જાણો ક્યાં શું કિંમત છે?

By

Published : Aug 31, 2021, 3:38 PM IST

વૈશ્વિક બજાર તરફથી સકારાત્મક સંકેત મળથા આજે સોના-ચાંદીમાં ઉછાળો થયો છે. જ્યારે ઘરેલુ બજારમાં પણ સોનાની સારી તેજી જોવા મળી છે. આજે ઓપનિંગમાં MCX પર ઓક્ટોબર કોન્ટ્રા્કટના ગોલ્ડમાં 125 રૂપિયાની તેજી થઈ રહી હતી.

Gold-Silverની કિંમતમાં ફરી એક વાર ઉછાળો, જાણો ક્યાં શું કિંમત છે?
Gold-Silverની કિંમતમાં ફરી એક વાર ઉછાળો, જાણો ક્યાં શું કિંમત છે?

  • આજે ફરી એક વાર સોના ચાંદીની કિંમતમાં ઉછાળો જોવા મળ્યો
  • ઘરેલુ બજારમાં પણ સોનાની સારી તેજી જોવા મળી
  • ઓપનિંગમાં MCX પર ઓક્ટોબર કોન્ટ્રા્કટના ગોલ્ડમાં 125 રૂપિયાની તેજી થઈ રહી હતી

નવી દિલ્હીઃ ડોલરમાં નબળાઈના કારણે બુલિયન માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. સારા વૈશ્વિક સંકેતના કારણે આજે સોના-ચાંદીમાં ઉછાળો નોંધાયો છે. રોકાણકારોની નજર યુએસ જોબ ડેટા પર છે. ઘરેલું બજારમાં પણ સોનાની કિંમતમાં તેજી જોવા મળી છે. ત્યારે આજે ઓપનિંગમાં મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ પર ઓક્ટોબર કોન્ટ્રાક્ટના ગોલ્ડમાં 125 રૂપિયા (0.27 ટકા)ની તેજી જોવા મલી હતી અને પીળી ધાતુ 47,289 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર હતી. ગયા સત્રમાં આ 47,164 રૂપિયા પર બંધ થયો હતો.

આ પણ વાંચો-ઈન્ફોસિસે 164 કરોડ રૂપિયાનું ટેક્સ પોર્ટલ બનાવ્યું, છતાં ટેક્સ ભરવામાં કેમ મુશ્કેલી આવી રહી છે?

સ્પોટ ગોલ્ડમાં 0.1 ટકાનો વધારો

તો આજે ડિસેમ્બર કોન્ટ્રાક્ટના ચાંદીમાં 250 રૂપિયા (0.4 ટકા)ની તેજી નોંધાઈ હતી અને મેટલ 63,836 રૂપિયા પ્રતિ કિલો પર હતી. ગયા સત્રમાં ચાંદી 63,587 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી. જો આંતરરાષ્ટ્રીય બજારમાં જોઈએ તો, તે દરમિયાન સ્પોટ ગોલ્ડ આજે 0.1 ટકા વધીને 1,812.27 ડોલર પ્રતિ ઔંસ પર હતું. જ્યારે યુએસ ગોલ્ડ ફ્યૂચર 0.2 ટકા વધીને 1,816 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર હતું.

આ પણ વાંચો-આજે ફરી એકવાર Petrol-Dieselની કિંમતમાં કોઈ વધારો નથી થયો, જાણો ક્યાં શું કિંમત છે?

MCX પર ગોલ્ડમાં 0.02 ટકાની તેજી

આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય સમયાનુસાર, બપોરે 12.05 વાગ્યે MCX પર ગોલ્ડમાં 0.02 ટકાની તેજી જોવા મળી હતી અને ધાતુ 1,819.01 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર વેપાર કરી રહી હતી. જ્યારે ચાંદી પણ 0.40 ટકાના વધારા સાથે 24.18 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર વેપાર કરી રહી હતી.

IBJAના રેટ

જો ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમિટેડ (IBJA)ના રેટ પર નજર કરીએ તો, છેલ્લા અપડેટ સાથે આજે સોનાની કિંમત આ પ્રમાણે છે. (આ કિંમત GST વગર છે)

999 (પ્યોરિટી) 47,547

995- 47,357

916- 43,553

750- 35,660

585- 27,815

સિલ્વર 999- 63,610

22 કેરેટ અને 24 કેરેટ સોનાની કિંમત

આજે 24 કેરેટ સોનાની કિંમત 1 ગ્રામ પર 4,749, 8 ગ્રામ પર 37,992, 10 ગ્રામ પર 47,490 અને 100 ગ્રામ પર 4,74,900 રૂપિયા પર ચાલી રહી છે. જો પ્રતિ 10 ગ્રામ જોઈએ તો, 22 કેરેટ સોનું 46,490 પર વેચાઈ રહ્યું છે.

પ્રમુખ શહેરોમાં સોનાની કિંમત શું છે?

પ્રમુખ શહેરોમાં સોનાની કિંમત પર નજર કરીએ તો, દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 46,590 અને 24 કેરેટ સોનાની કિંમત 50,790 ચાલી રહી છે. મુંબઈમાં 22 કેરેટ સોનું 46,490 અને 24 કેરેટ સોનું 47,490 પર ચાલી રહી છે. કોલકાતામાં 22 કેરેટ સોનું 46,940 રૂપિયા છે. જ્યારે 24 કેરેટ સોનું 49,640 રૂપિયા છે. ચેન્નઈમાં 22 કેરેટ સોનાની કિંમત 44,660 અને 24 કેરેટ 48,720 રૂપિયા પર છે. આ કિંમત પ્રતિ 10 ગ્રામ સોના પર છે.

જાણો, ચાંદીની કિંમત શું છે?

આ તરફ ચાંદીની વાત કરીએ તો, પ્રતિ કિલો ચાંદીની કિંમત 63,500 રૂપિયા પ્રતિ કિલો છે. દિલ્હીમાં ચાંદી 63,000 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે. મુંબઈ અને કોલકાતામાં પણ ચાંદીની કિંમત આ જ છે. ચેન્નઈમાં ચાંદીની કિંમત 68,400 રૂપિયા પ્રતિ કિલો છે.

ABOUT THE AUTHOR

...view details