ગુજરાત

gujarat

Mann Ki Baat : " વિશ્વ નદી દિવસ" એટલે પરંપરાઓને જોડનારો દિવસ, આપણે ત્યાં નદીને માતા કહેવાય છે તો આટલી પ્રદૂષિત કેમ!

By

Published : Sep 26, 2021, 12:23 PM IST

Mann Ki Baat
Mann Ki Baat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ‘મન કી બાત’ (Mann Ki Baat) કાર્યક્રમમાં નદીઓને બચાવવાનું આહ્વાન કર્યું. વડાપ્રધાને વિશ્વ નદી દિવસના (World Rivers Day) અવસરે કહ્યું કે, “આપણે ત્યાં કહેવાય છે કે, ‘પિબન્તિ નદ્યઃ સ્વય-મેવ નામ્ભઃ’ અર્થાત નદીઓ પોતાનું જળ જાતે નથી પીતી, પરંતુ પરોપકાર માટે આપે છે. આપણા માટે નદીઓ એક ભૌતિક વસ્તુ નથી, આપણ માટે નદી એક જીવંત એકમ છે, અને તેથી જ તો આપણે નદીઓને માતા કહીએ છીએ.

  • વડાપ્રધાન મોદીએ 81માં એપિસોડને સંબોધિત કર્યો
  • વિશ્વ નદી દિવસ એટલે પરંપરાઓને જોડનારો દિવસ
  • આપણા માટે નદી એક જીવંત એકમ : વડાપ્રધાન મોદી

નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ આજે રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ નો 81માં એપિસોડને સંબોધિત કર્યો હતો. આ રેડિયો કાર્યક્રમ વડાપ્રધાન મોદીની સંયુક્ત રાજ્ય અમેરિકાની યાત્રા સંપન્ન થયા બાદ યોજાયો છે.પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76માં સત્રને સંબોધિત કર્યું હતું. મહત્વનું છે કે, વડાપ્રધાન મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમના 81માં એપિસોડ માટે જનતા પાસેથી અલગ-અલગ સૂચનો પણ માંગ્યા હતાં.

આપણા માટે નદી એક જીવંત એકમ : વડાપ્રધાન મોદી

મન કી બાતમાં વડાપ્રધાને કહ્યું કે, આપણા માટે નદીઓ એક ભૌતિક વસ્તુ નથી, આપણા માટે નદી એક જીવંત એકમ છે. તેથી જ આપણે નદીઓને 'મા' કહીએ છીએ. આપણા જેટલા પણ પર્વ, તહેવાર, ઉત્સવ તમામ આપણી આ માતાઓના ખોળામાં જ યોજાય છે. વડાપ્રધાને સવાલ કર્યો કે, તમે નદીના આટલા ગીત ગાઈ રહ્યા છો, નદીને માતા કહી રહ્યા છો તો નદી પ્રદૂષિત કેમ થઈ જાય છે? આપણા શાસ્ત્રોમાં નદીઓમાં થોડું પણ પ્રદૂષણ કરવાને ખોટું ઠેરવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Mann Ki Baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કરશે " મન કી બાત "

" મન કી બાત" ના અંશો

  • હાલના સમયમાં એક વિશેષ ઇ-ઓક્શન, ઇ-હરાજી ચાલી રહી છે. આ ઇલેક્ટ્રોનિક હરાજી તે ઉપહારો માટે થઈ રહી છે જે મને સમય-સમય પર લોકોએ આપી છે. આ હરાજીથી જે નાણા આવશે, તે નમામિ-ગંગે અભિયાન માટે જ સમર્પિત કરવામાં આવશે. દેશભરમાં નદીઓને બચાવવાની આ જ પરંપરા, આ જ પ્રયાસ, આ જ આસ્થા આપણી નદીઓને બચાવી રાખે છે.

  • હિન્દુસ્તાનના કોઈ પણ સ્થળેથી નદીઓને બચાવવાના પ્રયાસોના સમાચારો જાણવા મળે છે તો આવા કામ કરનારા લોકો પ્રત્યે એક આદરનો ભાવ મારા મનમાં જાગે છે અને મારું પણ મન કરે છે કે તે વાતો આપને જણાવું.
  • થોડા દિવસ પહેલા સિયાચિનના દુર્ગમ વિસ્તારોમાં 8 દિવ્યાંગોની ટીમે જે કમાલ કરી દર્શાવ્યો છે તે દરેક દેશવાસી માટે ગર્વની વાત છે. આ ટીમે સિયાચિન ગ્લેશિયરની 15 હજાર ફુટથી પણ વધુ ઊંચાઈ પર સ્થિત ‘કુમાર પોસ્ટ’ પર પહોંચીને વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે.
  • આ જાંબાજ દિવ્યાંગોના નામ છે- મહેશ નેહરા, ઉત્તરાખંડના અક્ષત રાવત, મહારાષ્ટ્રના પુષ્પક ગવાંડે, હરિયાણાના અજય કુમાર, લદાખના લોબ્સાંગ ચોસ્પેલ, તમિલનાડુના મેજર દ્વારકેશ, જમ્મુ-કાશ્મીરના ઇરફાન અહમદ મીર અને હિમાચલ પ્રદેશની ચોન્જિન એન્ગમો. અનેક પડકારો છતાંય આપણા આ દિવ્યાંગોએ જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે.
  • નદીઓની વિશે વાત કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ‘આપણે ત્યાં કહેવામાં આવ્યું છે કે, નદીઓ પોતાનું પાણી ખુદ નથી પીતી પરંતુ પરોપકાર માટે આપે છે. એટલાં માટે તો આપણે તેને માં કહીએ છીએ. આપણાં કેટલાં પણ પર્વ હોય, તહેવાર હોય, વિવિધ ઉત્સવો હોય પણ તે તમામ માંની ગોદમાં જ થાય છે. આપણે ત્યાં નદીઓ પ્રત્યે એક પ્રકારની આસ્થા છે. એવામાં કોઇ પણ આપણને પૂછશે કે નદીઓનો આપણે ત્યાં આટલો મહીમા, આટલાં ગુણગાન ગવાઇ રહ્યાં છે તો નદીઓ આટલી પ્રદૂષિત કેમ? પાણીની સફાઇ અને નદીઓને પ્રદૂષણ મુક્ત કરવાનું કામ સૌના પ્રયાસથી જ સંભવ છે. નમામિ ગંગેની સફળતામાં જન-જનનું યોગદાન છે.
  • ‘મન કી બાત’ માં બોલતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ‘તમિલનાડુમાં નાગા નદી સૂકાઇ હતી, પરંતુ ગ્રામીણ મહિલાઓની પહેલા અને સક્રિય જનભાગીદારીના કારણે નદીમાં જીવ આવી ગયો અને આજે પણ નદીમાં ભરપૂર પાણી છે.વડાપ્રધાનએ જણાવ્યું કે, ‘આજે આટલાં દશકો બાદ, સ્વચ્છતા આંદોલનએ એક વાર દેશને નવા ભારતના સપના સાથે જોડવાનું કામ કર્યું છે. તે આપણી આદતોને બદલવાનું અભિયાન બની રહ્યું છે.
  • વડાપ્રધાનએ જણાવ્યું કે, ‘ક્યારેય પણ નાની વાતને નાની માનવાનો પ્રયાસ ના કરવો. જો મહાત્મા ગાંધીજીના જીવન તરફ આપણે જોઇશું તો આપણે દરેક ક્ષણે મહેસૂસ કરીશું કે નાની-નાની વાતોનું પણ તેમના જીવનમાં કેટલું મહત્વ હતું. નાની-નાની વાતોને લઇને મોટા-મોટા સંકલ્પોને કેવી રીતે તેઓએ સાકાર કર્યા હતાં.’
  • વધુમાં PM મોદીએ જણાવ્યું કે, ‘હું ફરીથી યાદ કરાવવા માંગીશ કે 2 ઓક્ટોબરના રોજ પૂજ્ય બાપુની જન્મ જયંતી છે ત્યારે તે દિવસે આપણે બધા ફરીથી એક વાર એક નવો રેકોર્ડ બનાવીએ. દિવાળીનો તહેવાર નજીક જ છે. તહેવારોની મોસમ માટે ખાદી, હેન્ડલૂમ, કુટીર ઉદ્યોગ સંલગ્ન તમારી દરેક ખરીદી‘Vocal For Local’ ના આ અભિયાનને વધુ મજબૂત કરનારી હોય તેમજ જૂના તમામ રેકોર્ડ તોડનારી હોય.’


આ પણ વાંચો : બિહારની સિકરહાના નદીમાં બોટ પલટી, 2 લોકોના મોત

ABOUT THE AUTHOR

...view details