ગુજરાત

gujarat

Vibrant Summit 2024: વાયબ્રન્ટ ગુજરાતના મુખ્ય અતિથિ બનશે યુએઈના રાષ્ટ્રપતિ, રોડ શો પણ કરશે

By ETV Bharat Gujarati Team

Published : Jan 8, 2024, 5:07 PM IST

ગુજરાતની મહત્વની એવી વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન ભારત આવશે. વડા પ્રધાન મોદી સોમવાર રાત્રે અમદાવાદ આવી પહોંચશે. વડા પ્રધાન વૈશ્વિક રાજનેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકોમાં ભાગ લેશે. આ વિશે વાંચો ઈટીવી ભારતના વરિષ્ઠ સંવાદદાતા ચંદ્રકલા ચૌધરીનો ખાસ રિપોર્ટ. Vibrant Summit 2024 UAE President Mohammad Al Nahyaan PM Modi Gandhinagar Gujarat

વાયબ્રન્ટ ગુજરાતના મુખ્ય અતિથિ બનશે યુએઈના રાષ્ટ્રપતિ
વાયબ્રન્ટ ગુજરાતના મુખ્ય અતિથિ બનશે યુએઈના રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ગુજરાતમાં યોજાનાર વાયબ્રન્ટ સમિટ 2024માં યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ અલ નાહયાન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાના છે. આ ઘટનાને લીધે ભારતની વિદેશનીતિ સમાચારોમાં ચમકશે તેમાં કોઈ બેમત નથી. યુએઈ રાષ્ટ્રપતિ 9મી જાન્યુઆરીને ભારત પધારી રહ્યા છે. તેઓ 10મી જાન્યુઆરીના રોજ યોજાનાર વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેશે.

આ દર્શાવે છે કે ભારત અને યુએઈ વચ્ચેના સંબંધોને એક નવી ઊંચાઈ મળશે. યુએઈ રાષ્ટ્રપતિની ભારત યાત્રાને પરિણામે રીન્યૂએબલ એનર્જી અને ફૂડ પાર્કના સેક્ટરમાં એમઓયુ પણ થશે. ભારત અને યુએઈ વચ્ચે આરોગ્ય સેવાઓ સંદર્ભે આર્થિક ભાગીદારી પણ થઈ શકે છે.

વડા પ્રધાન મોદી 8 જાન્યુઆરીના રોજ અમદાવાદ આવી પહોંચશે. તેઓ 9મી જાન્યુઆરીના રોજ અન્ય દેશોના રાજકીય નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે. અધિકારીઓ અનુસાર યુએઈ, ચેક રીપબ્લિકન, મોઝામ્બિક અને તિમોર લેસ્તે સહિત 4 દેશોના પ્રમુખ દ્વિપક્ષીય બેઠકોમાં ભાગ લેશે.

9મી જાન્યુઆરીના રોજ વડા પ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટ પર યુએઈના રાષ્ટ્રપતિનું સ્વાગત કરશે. ત્યારબાદ બંને નેતાઓ એરપોર્ટ પરથી ગાંધી આશ્રમ સુધી રોડ શો કરશે. વાયબ્રન્ટ ગુજરાત શિખર સંમેલનમાં યુએઈના વેપાર પ્રધાન થાની બિન અહમદ અલ જાયૌદી અને ખાડી દેશોના વેપાર સમૂહનું એક આખું ડેલિગેશન ભાગ લેવાનું છે.

આ બેઠકો ગાંધીનગરના મહાત્મા મંદિરમાં થવાની છે. ત્યારબાદ મોદી અગ્રણી ઈન્ટરનેશનલ કંપનીઓના સીઈઓ સાથે બેઠક પણ કરશે. વડા પ્રધાન 9મી જાન્યુઆરીના રોજ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્દઘાટન કરશે. જેમાં ઓસ્ટ્રેલિયા, તાન્જાનિયા, મોરક્કો, મોઝામ્બિક, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ, એસ્ટોનિયા, બાંગ્લાદેશ, સિંગાપોર, યુએઈ, યુકે, જર્મની, નોર્વે, ફિનલેન્ડ, નેધરલેન્ડ, રશિયા, રવાંડા, જાપાન, ઈંડોનેશિયા અને વિયેતનામ સહિત 20 દેશો પાર્ટનર કન્ટ્રી બન્યા છે.

ઉલ્લેખનીય છે કે વાયબ્રન્ટ ગુજરાત સમિટ પ્રસંગે યુએઈ ભારત બિઝનેશ સમિટના યોજના બનાવાઈ છે. ભારત-યુએઈ સંબંધોને ગાઢ બનાવવા માટે વડા પ્રધાન મોદીએ ગયા વર્ષે યુએઈનો વિદેશ પ્રવાસ કર્યો હતો. તેમની યાત્રા દરમિયાન 3 એમઓયુ કરવામાં આવ્યા હતા.

પહેલા એમઓયુ પર સેન્ટ્રલ બેન્કોના ગવર્નર દ્વારા બોર્ડર પર લેણદેણ સંદર્ભે સ્થાનિક મુદ્રાઓના ઉપયોગને પ્રોત્સાહિત કરવા માટે રુપરેખા સ્થાપતિ કરવા માટે હસ્તાક્ષર કરાયા હતા. બીજા એમઓયુમાં મેસેજિંગ સિસ્ટમના ઈન્ટરલિંકિંગનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્રીજો એમઓયુ અબુધાબીમાં ભારતીય પ્રોદ્યોગિક સંસ્થાન-દિલ્હીની સ્થાપના માટે કરવામાં આવ્યો હતો.

વડા પ્રધાન મોદી બીએપીએસ હિન્દુ મંદિરના ઉદ્દઘાટન અને જાયદ સ્ટેડિયમમાં એક સામુદાયિક કાર્યક્રમ અહલાનમાં ભાગ લેવા યુએઈ જવાના છે. સૂત્રો અનુસાર આ આયોજન અનુસંધાન ક્ષેત્રના 100થી વધુ દેશો અતિથિ દેશો તરીકે ભાગ લેશે. જેમાં 1,000થી વધુ એક્ઝિબિટર્સ જોડાશે. જયારે 33 દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે ભાગ લેશે.

ભારતના વડા પ્રધાન જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે વાયબ્રન્ટ ગુજરાત સમિટનો પાયો નાંખ્યો હતો. જે આજે બિઝનેસ નેટવર્કિંગ, નોલેજ શેરિંગ, સ્ટ્રેટેજી પાર્ટનરશિપ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે સૌથી પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ પૈકીનું એક બની ગયું છે.

ગુજરાત રાજ્ય છેલ્લા 2 દસકાઓમાં પોતાની ઉદ્યમશીલતા અને જીવંત અર્થ વ્યવસ્થાને લીધે ભારતના સૌથી શ્રેષ્ઠ રાજ્યો પૈકીનું એક બની રહ્યું છે.

  1. Vibrant Summit 2024: વાયબ્રન્ટ સમિટ પગલે ગાંધીનગર સુરક્ષા છાવણીમાં ફેરવાયું, 7000 પોલીસકર્મીઓ ખડેપગે
  2. વાયબ્રન્ટ સમિટ સંદર્ભે ગાંધીનગરમાં એક મહિના માટે 'માય બાઈક' સર્વિસ ફરીથી શરુ કરાશે, કેટલો થશે ખર્ચ?

ABOUT THE AUTHOR

...view details