ગુજરાત

gujarat

Makar Sankranti 2023 : ઉત્તરાયણ એટલે શું, જાણો તેનો અર્થ અને ધાર્મિક મહત્વ

By

Published : Jan 14, 2023, 5:40 AM IST

ઉત્તરાયણ 2023 (Uttarayan 2023) નવા વર્ષના પ્રથમ મહિનામાં એક મોટા તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. ઉત્તરાયણ દર વર્ષે 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે, તેથી તેને ઉત્તરાયણ અથવા મકરસંક્રાંતિ તરીકે ઓળખવામાં (What is Uttarayana) આવે છે. જાણો ઉત્તરાયણના પર્વ સાથે (Interesting facts about Uttarayana) સંકળાયેલી રસપ્રદ વાતો.

Makar Sankranti 2023
Makar Sankranti 2023

અમદાવાદ :ઉત્તરાયણનો તહેવાર 14 જાન્યુઆરીએ આપણે મનાઈએ છે. એ તો ઘણા લોકોને ખ્યાલ છે અને ઉત્તરાયણના તહેવારની ઉજવણી કેમ થાય છે એ તો તમને જણાવાની જરૂર જ નથી. કેમ કે, તમે તેની ઉજવણી કરો જ છો પણ આજે તમને જણાવવામાં આવશે કે, ઉત્તરાયણમાં કેમ પતંગ ચગાવાય છે. પતંગ શબ્દ ક્યાંથી આવ્યો, મકરસંક્રાંતી અને ઉત્તરાયણ અલગ છે કે નહીં. ક્યાં કયાં નામથી ઓળખાય છે ઉત્તરાયણ. ઉત્તરાયણના પર્વ સાથે સંકળાયેલી રસપ્રદ વાતો.

ઉત્તરાયણનો અર્થ:ઉત્તરાયણ શબ્દની ઉત્પત્તિ સમજવા જેવી છે. આ શબ્દનો સંસ્કૃત અર્થ એટલે ‘ઉત્તરાયન’. ઉત્તર + અયન = ઉત્તરાયન અર્થાત્ ઉત્તર તરફનું પ્રમાણ. આ દિવસે સૂર્ય પૃથ્વીની આજુબાજુની પોતાની પરિભ્રમણની દિશામાં પણ પરિવર્તન કરી ઉત્તર દિશા તરફ ખસે છે, માટે ઉત્તરાયણ એટલે સૂર્યનું ઉત્તર તરફનું પ્રયાણ...

ઉત્તરાયણ એટલે શું?: સૂર્યના આ પરિવર્તનથી આ દિવસે રાત-દિવસ સરખા એટલે કે 12-12 કલાકના હોય છે અને બીજા દિવસથી શિયાળાની લાંબી રાત ટૂંકી બને છે. એટલે કે ઉત્તરાયણ પછી દિવસ લાંબો અને રાત ટૂંકી બની જાય છે. આ ઉપરાંત ઉત્તરાયણને મકરસંક્રાંતિ પણ કહે છે. આ દિવસે સૂર્ય ઉત્તરની સાથે સાથે એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાંતર કરે છે. સૂર્યની આ ક્રિયાને સંક્રાંતિ કહેવાય છે. આ પ્રમાણે બાર રાશિ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. 14 જાન્યુઆરીએ સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં સ્થાનાંતર કરે છે માટે આ તહેવારને મકરસંક્રાંતિ પણ કહેવાય છે.

ઉત્તરાયણમાં કેમ ચગાવાય છે પતંગ:આજે ઉત્તરાયણનો પર્યાય પતંગ બની ગયો છે પણ પતંગનો ઇતિહાસ ખૂબ જૂનો છે. ઉત્તરાયણનો ઇતિહાસ જાણવો હોય તો પતંગનો ઇતિહાસ પણ જાણવો પડે. પતંગ ચગાવવાની શરૂઆત ચીનમાં આશરે 3000 વર્ષ પહેલાં થઈ હતી.પતંગ બનાવવા સિલ્કના કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ લાકડી માટે વાંસનો ઉપયોગ થયો હતો. ઇન્ડોનેશિયાની ગુફાઓમાં પણ પતંગનાં ચિત્રો જોવા મળ્યાં છે. તે વખતે વનસ્પતિના મોટાં-મોટાં પાંદડાંઓમાંથી પતંગ બનાવવામા આવતો હતો. પતંગની શોધ કટોકટી, યુદ્ધ કે સંશોધન કરાઈ હતી પરંતું હાલના સમયમાં પતંગ ઉજણી કરવાનું સાધન બન્યું છે.

પતંગ શબ્દ ક્યાંથી આવ્યો:ઋગ્વેદમાં સૂર્ય માટે ‘પતંગ’ શબ્દ વપરાયો છે. પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે કલ્યાણ થાય છે તથા અમંગળ, દરિદ્રતા અને રોગ દૂર થાય છે. આ સમયે ઉત્તર દિશામાં પવન હોય છે. આ દિવસે પતંગ ચગાવીને દિશા નક્કી કરાય છે આ ઉપરાંત આ દિવસે સૂર્ય સમક્ષ રહેવું વધુ સારુ હોવાથી લોકો આખોદિવસ પતંગ ચગાવે છે અને સૂર્યના કિરણોથી પોઝિટિવિટીનો અનુભવ કરે છે.

ઉત્તરાયણનું ધાર્મીક મહત્વ:મકર સંક્રાંતિનો દિવસ જુનુ ત્યજીને નવું અપનાવાનો છે.ગુજરાતમાં આ દિવસે ઘઉં, બાજરી કે જુવારને છડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે, બહેન-દિકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે. આ ઉપરાંત ઘઉંની ધુધરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે. ભારતનાં અન્ય પ્રાંતોમાં આજનાં દિવસે માલિક પોતાનાં નોકરોને અન્ન,વસ્ત્ર અને ધન વગેરે સામગ્રી દાન-ભેટ સ્વરૂપે આપે છે. મકર સંક્રાંતિનાં પછીનાં દિવસે પશુ-પ્રાણીઓ,ખાસતો ગાયને પણ દાન કરાય છે. નાની બાળાઓનાં હસ્તે પશુ,પક્ષી અને માછલીઓને ભોજન ખવડાવાય છે. આ દિવસે યાત્રા-પ્રવાસ કરવો અનુચિત મનાય છે, કારણકે આ દિવસ કુટુંબ-પરિવારનાં મિલન અને પરિવાર માટે સમર્પણનો છે.

ABOUT THE AUTHOR

...view details