ગુજરાત

gujarat

UP: પેન્ટ હાથમાં પકડી દુલ્હનને લેવા પહોંચ્યા વરરાજા, 2-2 ફૂટ પાણીમાં ચાલ્ચા જાનૈયાઓ

By

Published : Aug 4, 2021, 11:50 AM IST

વરરાજાએ કન્યાને ફરુખાબાદ લાવવા માટે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. વરરાજાને જેટલી વહેલી તકે કન્યા લાવવાની હતી, તેની મુશ્કેલીઓ એટલી જ વધી ગઈ હતી. કન્યાના દરવાજા સુધી પહોંચવા માટે વરરાજાએ પહેલા હોડીની સવારી કરવી પડી અને પછી પૂરના પાણીમાંથી પસાર થવું પડ્યું હતુ.

UP: પેન્ટ હાથમાં પકડી દુલ્હનને લેવા પહોંચ્યા વરરાજા, 2-2 ફૂટ પાણીમાં ચાલ્ચા જાનયાઓ
UP: પેન્ટ હાથમાં પકડી દુલ્હનને લેવા પહોંચ્યા વરરાજા, 2-2 ફૂટ પાણીમાં ચાલ્ચા જાનયાઓ

  • વરરાજાને કન્યાને ફરુખાબાદ લાવવા માટે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો
  • કન્યાના દરવાજા સુધી પહોંચવા માટે અનેક મુશ્કલીનો સામનો કરાવો પડ્યો
  • આ ઘટના ફરુખાબાદના પાંખીયા નાગલા ગામની છે

ઉત્તર પ્રદેશ (ફરુખાબાદ): ફિલ્મ 'ધડકન'નું આ ગીત 'દુલ્હે કા સેહરા સુહાના લગતા હૈ' તો તમે સાંભળ્યું જ હશે, પણ વરરાજાએ ફરુખાબાદમાં એક ટોપલીમાં પોતાનો સેહરા લઈ જવાનો હતો. સેહરા બગડે નહીં તે માટે આ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, વરરાજાએ પેન્ટ હાથમાં પકડીને રસ્તો પાર કરવો પડ્યો હતો સાથે જ જાન્યાઓને બે ફૂટ પાણીમાંથી પસાર થવું પડ્યું હતું. આ રીતે વરરાજા નવવધુના દરવાજે પહોંચ્યા હતા. આ ઘટના ફરુખાબાદના પાંખીયા નાગલા ગામની છે. કુદરતના કહેરના કારણે અહીંના ગામોમાં પાણી ભરાઈ ગયા હતા.

UP: પેન્ટ હાથમાં પકડી દુલ્હનને લેવા પહોંચ્યા વરરાજા, 2-2 ફૂટ પાણીમાં ચાલ્ચા જાનયાઓ

આ પણ વાંચો: રાપરના સુવઈ ખાતે લગ્નમાં હવામાં ફાયરીંગ કરાતો વીડિયો વાયરલ

ભારે વરસાદને કારણે વારરાજાને લગ્ન વિદ્ધિમાં મુશ્કેલી

પુત્ર મોહસીનના લગ્ન ઉજ્જાવના શુક્લગંજમાં મજરા પંખિયાના યાસીન ખાને, મજરા પંખિયાના, મોદરવાજા પોલીસ સ્ટેશન, ધરમપુરની ગ્રામ પંચાયત દ્વારા નક્કી કરાયા હતા. સોમવારના રોજ લગ્નની તારીખ નક્કી કરવામાં આવી હતી. જાનયાઓ પણ ઉત્સાહ સાથે ઘરની બહાર નીકળ્યા હતા પરંતુ વરરાજાને શું ખબર હતી કે, તેને પછીથી જે સંજોગોમાંથી પસાર થવું પડશે.

આ પણ વાંચો: બીજા લગ્ન કરવા માટે પિતા આધારકાર્ડમાં નામ સુધારો કરવાના બહાને બાળકીને Orphanage માં મૂકી આવ્યો

પૂરના પાણીના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

જ્યારે મોહસીનની જાન ઘરેથી નીકળી, ત્યારે ભાઈ-ભાભી કોઇ પણ પ્રકારની રશ્મ કરી શક્યા ન હતા. ઘરેથી કારમાંથી નીકળેલા વરરાજાને અમુક અંતરે હોડીની સવારી કરવી પડી હતી. કેટલાક જાન્યાઓ પણ તેની સાથે હોડીમાં બેઠા હતા. આ પછી, જલદી જ હોડી આગળ વધી, તે થોડા અંતરે અટકી ગઈ હતી. કોઈક રીતે, વર અને કન્યા મુખ્ય માર્ગ પર પહોંચ્યા હતા. આ પછી વરરાજા તૈયાર થયા અને પછી પરત પ્રયાણ કર્યું હતુ. હજુ લોકોને કોરોનાના વિનાશથી થોડી રાહત મળી હતી કે, હવે પૂરના પ્રકોપે લોકો પર તબાહી મચાવી છે. જિલ્લામાં પૂરના પાણીના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details