બીજા લગ્ન કરવા માટે પિતા આધારકાર્ડમાં નામ સુધારો કરવાના બહાને બાળકીને Orphanage માં મૂકી આવ્યો

author img

By

Published : Jul 28, 2021, 5:11 PM IST

બીજા લગ્ન કરવા માટે પિતા આધારકાર્ડમાં નામ સુધારો કરવાના બહાને બાળકીને Orphanage માં મૂકી આવ્યો

આ કિસ્સો જાણમાં હશે તો માવતર કમાવતર ન થાય એવું કહેતાં પહેલાં ખચકાઈ જાવ એવી આ ઘટના છે. સુરતમાં 11 વર્ષની બાળકીને તેનો પિતા બીજા લગ્ન કરવાની લાલચમાં બાળ આશ્રમમાં છેતરીને મૂકી આવ્યો હતો. જોકે દાદીએ ભારે હિંમત દાખવી કોર્ટની મદદથી બાળકીને પાછી મેળવી હતી.

  • સુરતમાં પિતાએ માસૂમ બાળકીને બાળ આશ્રમમાં મૂકી
  • બાળકીને જૂઠું બોલીને છેતરીને બાળ આશ્રમમાં ધકેલી દીધી
  • દાદીને 10 દિવસે જાણ થતાં કોર્ટની મદદથી કબજો લીધો

સુરતઃ શહેરમાં ઉધનામાં રહેતાં નશાના રવાડે ચડી ગયેલા દારૂડિયા પિતાએ બીજા લગ્ન કરવા માટે 11 વર્ષીય માસૂમ બાળકીને આશ્રમમાં મોકલી મોકલી આપી હતી. 14 વર્ષ પૂર્વ પત્ની સાથે છૂટાછેડા લઇને આ યુવકે પોતાના બે માસૂમ સંતાનોને કબજો પોતાની પાસે રાખ્યો હતો. જે પૈકી 11 વર્ષની માસૂમ પુત્રીને આ દારૂડિયા પિતાએ 25 દિવસ પૂર્વે આશ્રમમાં મૂકી દેતા બાળકીની દાદી તેની ઝલક જોવા માટે તરસી રહી હતી. નાછૂટકે વૃદ્ધાએ સામાજિક અગ્રણીની મદદથી વકીલનો સંપર્ક કરી કોર્ટના ( Surat Court ) માધ્યમથી પુત્રીનો કબજો મેળવતાં કોર્ટ પરિસરમાં લાગણીભર્યા દ્રશ્ય જોવા મળ્યાં હતાં

દાદીએ ભારે હિંમત દાખવી કોર્ટની મદદથી બાળકીને પાછી મેળવી

સુરત શહેરના ઉધના વિસ્તારમાં રહેતા શાંતિલાલ કપૂરના 14 વર્ષ પહેલાં લગ્ન થયાં હતાં. તેને સંતાનમાં એક પુત્ર અને 2 પુત્રી છે.શાંતિલાલને દારૂ પીવાની આદત છે. તે મજૂરી કામ કરવાની સાથે સતત દારૂના નશામાં રહેતો હતો. પતિની આદત જોઈ તેની પત્ની નાની પુત્રીને લઇને પિયરમાં રહેવા ચાલી ગયાં હતાં. દારૂના નશામાં શાંતિલાલને કોઈકે પુત્રીને બાળ આશ્રમમાં મોકલી આપવાની વાત કરતા તેણે 11 વર્ષની બાળકીના તેની શાળામાંથી સર્ટિફિકેટ કઢાવી લાવી અલગઅલગ ડોક્યુમેન્ટના આધારે બાળકીને સલાબતપુરા ખાતે આવેલ આશ્રમમાં મૂકી દીધી હતી. દારૂડીયા પિતાએ પુત્રીને આધારકાર્ડમાં નામ સુધારો કરવા જવાનું છે તેમ કહી બાળ આશ્રમમાં મૂકી આવ્યો હતો.

આશ્રમે બાળકીનો કબજો ન સોંપ્યો, દાદી આંખોમાં આંસુ લઈ પરત ઘરે ફર્યા
શાંતિલાલ ઘરે પહોંચતાં તેની માતા-બાળકીની દાદી જીજાબાઇએે બાળકીને વિશે વારંવાર પૂછપરછ કરી હતી. દરમિયાન 10 દિવસ બાદ માતાને શાંતિલાલે બાળકી આશ્રમમાં હોવાની જાણ કરી હતી. દાદી જીજાબાઈ પડોશીની મદદ લઇ સલાબતપુરા ખાતે આવેલા બાળ આશ્રમ પર પહોંચતાં આશ્રમે બાળકીનો કબજો સોંપ્યો ન હતો આંખોમાં આંસુ લઈ દાદી પરત ઘરે ફર્યાં હતાં.

સામાજિક આગેવાન મદદ મળી

દાદીએ સામાજિક આગેવાન મદદથી એડવોકેટ વિલાસ પાટીલનો સંપર્ક સાધ્યો હતો. એડવોકેટ વિલાસ પાટીલ દ્વારા કોર્ટમાં ( Surat Court ) અરજી કરી હતી દરમિયાન કોર્ટ દ્વારા તાત્કાલિક સુનાવણી કરીને આશ્રમના સંચાલકોને નોટિસ મોકલી કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું હતું. ટ્રસ્ટના સંચાલકો કોર્ટમાં હાજર રહ્યાં હતાં. કોર્ટમાં દાદી જીજાબેનને જોતાં જ બાળકી વળગી પડી હતી અને રડવા લાગી હતી. જજે બાળકીને કોની સાથે જવું છે તેમ પૂછતા બાળકીએ દાદી સાથે જવાની વાત કરતા બાળકીને દાદીને સોંપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ વાપીમાં તરછોડેલી હાલતમાં એક દિવસનું નવજાત શિશુ મળી આવ્યુ

આ પણ વાંચોઃ પાટણમાં હારીજના માલસુંદમાંથી ત્યજી દીધેલું નવજાત શિશુ મળી આવ્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.