ગુજરાત

gujarat

216 કરોડ નવી રસીના ઉત્પાદનની રૂપરેખા ડિસેમ્બર સુધીમાં તૈયાર: જાવડેકર

By

Published : May 29, 2021, 7:02 AM IST

વડાપ્રધાન મોદી અંગે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિવેદન પર કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે પ્રતિક્રિયા આપી છે. જાવડેકરે કહ્યું કે, રાહુલ ગાંધીની ભાષા અને કોવિડ -19 વિશે ડર પેદા કરવાના તેમના પ્રયત્નો પુષ્ટિ કરે છે કે ટૂલકિટ પાછળ કોંગ્રેસનો હાથ હતો.

જાવડેકરે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
જાવડેકરે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

  • જાવડેકરે રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન
  • ટૂલકિટ પાછળ કોંગ્રેસનો હાથ
  • હાલની ગતિએ રસીકરણ કરવામાં આવે તો ત્રીજી, ચોથી અને પાંચમી લહેર પણ આવશે

નવી દિલ્હી:કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. જાવડેકરે કહ્યું કે, રાહુલ ગાંધીની ભાષા અને કોવિડ -19 વિશે ડર પેદા કરવાના તેમના પ્રયત્નો પુષ્ટિ કરે છે કે ટૂલકિટ પાછળ કોંગ્રેસનો હાથ હતો.

હકીકતમાં કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે દેશમાં કોરોના વાઈરસની બીજી લહેર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર દોષારોપણ કર્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે, મોદી તેમની જવાબદારી નિભાવતા નથી અને જે 'નાટક' કર્યું તેના કારણે આ પરિસ્થિતિઓ ઉભી થઈ છે.

આ પણ વાંચો: ભાજપનો જવાબ: જાવડેકરે રાહુલની શૈલીમાં જ ગણાવી કોંગ્રેસની ઉપલબ્ધિઓ

ટૂલકિટ પાછળ કોંગ્રેસનો હાથ

રાહુલે કહ્યું કે, વડાપ્રધાને હિંમત બતાવી 'નેતા' ની જેમ આગળ વધવું જોઈએ અને કહ્યું કે, કોરોનાની સાથે મળીને કાર્યવાહી કરવામાં આવશે અને તેની વ્યૂહરચના આગળ મૂકવી જોઈએ.

આને લઈને કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે પ્રતિક્રિયા આપી છે. જાવડેકરે કહ્યું કે, રાહુલ ગાંધી કોવિડ 19 વિશે ડર પેદા કરવા પ્રયાસો કરી રહ્યા છે. તેમના પ્રયત્નો પુષ્ટિ કરે છે કે ટૂલકિટ પાછળ કોંગ્રેસનો હાથ હતો.

આ પણ વાંચો: 1 એપ્રિલથી 45 વર્ષથી વધુ વયના લોકો પણ લગાવી શકશે કોરોના રસી

રાહુલે રસીકરણ અંગે સવાલ ઉઠાવ્યા

રાહુલે કહ્યું હતું કે, જો હાલની ગતિએ રસીકરણ કરવામાં આવે તો ત્રીજી, ચોથી અને પાંચમી લહેર પણ આવશે. કારણ કે વાઈરસનું સ્વરૂપ બદલાશે.

આ અંગે જાવડેકરે કહ્યું કે, ભારતમાં રસીકરણની કવાયત ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે. ત્યાં સુધીમાં આરોગ્ય મંત્રાલયે 216 કરોડ ડોઝના ઉત્પાદન માટેનો એક રોડમેપ રજૂ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details