ગુજરાત

gujarat

6.29 લાખ કરોડનું આર્થિક રાહત પેકેજ કેન્દ્રીય પ્રધાનમંડળ દ્વારા મંજૂર

By

Published : Jun 30, 2021, 5:40 PM IST

કોરોના મહામારીને કારણે પડી ભાંગેલા અર્થતંત્રને ફરી ઉભું કરવાના પ્રયાસમાં કેન્દ્રીય કેબિનેટ ( union cabinet ) દ્વારા જૂન મહિનાના અંતિમ સપ્તાહની શરૂઆતમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમન દ્વારા જાહેર કરવામાં આવેલા 6.29 લાખ કરોડના રાહત પેકેજને મંજૂરી આપવામાં આવી છે.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન

  • 6.29 લાખ કરોડના આર્થિક રાહત પેકેજને મંજૂરી આપવામાં આવી
  • કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમન દ્વારા જાહેર કરાયું હતું રાહત પેકેજ
  • આ પ્રોજેક્ટ માટે રૂપિયા 19,041 કરોડના ભંડોળને મંજૂરી આપી દેવામાં આવી

નવી દિલ્હી : કેન્દ્રીય કેબિનેટ દ્વારા જૂન મહિનાના અંતિમ સપ્તાહની શરૂઆતમાં કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમન દ્વારા જાહેર કરવામાં આવેલા 6.29 લાખ કરોડના આર્થિક રાહત પેકેજને મંજૂરી આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ આર્થિક રાહત પેકેજને મંજૂરી આપવામાં આવી હતી.

અર્થતંત્રના કોરોના પ્રભાવિત ક્ષેત્રો માટે જાહેર કરાયેલા આર્થિક રાહત પેકેજને મંજૂરી મળી

બુધવારના રોજ દિલ્હીમાં કેબિનેટ બેઠકના નિર્ણયો અંગે મીડિયાને માહિતી આપતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન જાવડેકરે જણાવ્યું હતું કે, 30 જૂનના રોજ મળેલી કેબિનેટ દ્વારા અર્થતંત્રના કોરોના પ્રભાવિત ક્ષેત્રો માટે જાહેર કરવામાં આવેલા આર્થિક રાહત પેકેજને મંજૂરી આપી દેવામાં આવી છે.

કોરોનાની ત્રીજી લહેર પુખ્ત વયના બાળકોને વધુ અસર કરે તેવી શક્યતા

કોરોનાની બીજી લહેરમાં પડી ભાંગેલા અર્થતંત્રને ફરી ઉભું કરવાના પ્રયાસમાં સીતારામને સોમવારના રોજ પર્યટન, કૃષિ, MSME, વીજ વિતરણ અને નિકાસ જેવા ક્ષેત્રો માટે રાહત પેકેજને મંજૂર કર્યું હતું. આ ઉપરાંત કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સિતારમન દ્વારા સમગ્ર દેશમાં બાળ ચિકિત્સા અને સુવિધાઓ ઉભી કરવા માટે 23,220 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી હતી. આ રાહત પેકેજને મંજૂરી આપવામાં આવી હતી. કારણ કે, કેટલાક નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, કોરોનાની ત્રીજી લહેર પુખ્ત વયના બાળકોને વધુ અસર કરે તેવી શક્યતા છે.

PPP મોડ દ્વારા ભારતનેટનો અમલ

ડિજિટલ ઇન્ડિયા પહેલને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય કેબિનેટ દ્વારા દેશના 16 રાજ્યોના 2 લાખ ગામડાઓને આવરી લેવા માટે જાહેર ખાનગી ભાગીદારી (PPP) મોડેલ દ્વારા ભારતનેટના અમલીકરણની વ્યૂહરચનાને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયની જાહેરાત કરતા કેન્દ્રીય ટેલિકોમ પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, કેબિનેટ દ્વારા આ પ્રોજેક્ટ માટે રૂપિયા 19,041 કરોડના ભંડોળને મંજૂરી આપી દેવામાં આવી છે. જેના થકી 1 લાખ કરોડના રોકાણને પ્રોત્સાહન મળશે.

6 લાખ ગામોને 1000 દિવસમાં બ્રોડબેન્ડ સાથે જોડવાની યોજના

રવિશંકર પ્રસાદના જણાવ્યા મુજબ, ભારતનેટ ગ્રામીણ વિસ્તારોના નાગરિકોને ટેલિ એજ્યુકેશન અને ટેલિ મેડિસિન સેવાઓનો ઉપયોગ કરવામાં મદદ કરશે. ખાનગી ખેલાડીઓ શામેલ કરવાનો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ, 2020ના રોજ જાહેરાત કરી હતી કે, દેશના આશરે 6 લાખ ગામોને 1000 દિવસમાં બ્રોડબેન્ડ સાથે જોડવામાં આવશે. 31 મે, 2021 સુધીમાં 2.5 લાખ ગ્રામ પંચાયતોમાંથી 1.56 લાખથી વધુ ગ્રામ પંચાયતો બ્રોડબેન્ડ સાથે જોડવામાં આવી છે.

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details