ગુજરાત

gujarat

Cooking Oil Price: કેન્દ્રીય મંત્રાલયે કરોડના ખર્ચે ખાદ્યતેલ મિશનને આપી મંજૂરી

By

Published : Aug 19, 2021, 9:57 AM IST

Updated : Aug 19, 2021, 12:42 PM IST

કેન્દ્રીય કેબિનેટે રાષ્ટ્રીય મિશન શરૂ કરવા માટે મંજૂરી આપી દીધી છે. ત્યારે સરકારે ખાદ્ય તેલની આયાત પર નિર્ભરતા ઘટાડવા અને તેનું ઉત્પાદન વધારવા માટે રૂપિયા 11,040 કરોડનું રાષ્ટ્રીય મિશન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

Cooking Oil Price: કેન્દ્રીય મંત્રાલયે કરોડના ખર્ચે ખાદ્યતેલ મિશનને આપી મંજૂરી
Cooking Oil Price: કેન્દ્રીય મંત્રાલયે કરોડના ખર્ચે ખાદ્યતેલ મિશનને આપી મંજૂરી

  • કેન્દ્રીય કેબિનેટે રાષ્ટ્રીય મિશન શરૂ કરવા મળી મંજૂરી
  • ખાદ્ય તેલનું ઉત્પાદન વધારવા માટે રાષ્ટ્રીય મિશન શરૂ ર
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાદ્ય તેલોના ભાવ અંકુશમાં લેવા કરી જાહેરાત

ન્યૂઝ ડેસ્ક: Cooking Oil Price: ખાદ્ય તેલની કિંમતો પર અંકુશ રાખવા માટે, કેન્દ્રીય કેબિનેટે રાષ્ટ્રીય મિશન શરૂ કરવાની મંજૂરી આપી છે. ત્યારે સરકારે ખાદ્ય તેલની આયાત પર નિર્ભરતા ઘટાડવા અને તેનું ઉત્પાદન વધારવા માટે રૂપિયા 11,040 કરોડનું રાષ્ટ્રીય મિશન શરૂ કરવાનું નક્કી કર્યું છે.

કેન્દ્રીય કેબિનેટે બુધવારે ખાદ્ય તેલ માટે આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે 11,040 કરોડના રાષ્ટ્રીય મિશન (National Mission on Edible oils-Oil Palm (NMEO-OP) ને મંજૂરી આપી છે.

વડાપ્રધાને કર્યું હતુ એલાન

મહત્વનું છે કે, 9 ઓગસ્ટના રોજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં ખાદ્ય તેલોના ભાવ આસમાને પહોંચતા ભાવોને અંકુશમાં લેવા માટે એક મહત્વની જાહેરાત કરી હતી. તેલની કિંમતને અંકુશમાં રાખવા અને ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે, પીએમ મોદીએ પામતેલના ઉત્પાદન માટે રાષ્ટ્રીય યોજનાની જાહેરાત કરી હતી.

વડાપ્રધાને ખાદ્ય મામલે દેશને આત્મનિર્ભર બનાવવા અને ખેડૂતોને લાભ થાઇ તે માટે રાષ્ટ્રિય ખાદ્ય તેલ મિશનની જાહેરાત કરી હતી, જેના માટે સરકાર આશરે 11 હજાર કરોડનું રોકાણ કરશે. આ યોજના હેઠળ, કેન્દ્ર સરકાર વર્ષ 2025-26 સુધીમાં દેશમાં પામતેલનું ઉત્પાદન ત્રણ ગણી વધારીને 11 લાખ મેટ્રિક કરવાનું લક્ષ્ય ધરાવે છે.

આ પણ વાંચો:તહેવાર પૂર્વે સિંગ અને કપાસિયા તેલના ભાવ થયા સરખા, ડબ્બાનો ભાવ રૂપિયા 2500

કૃષિ મંત્રાલયના આ પ્રસ્તાવને બુધવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. સરકારે ખેડૂતોને ખેતી પર આપવામાં આવતી સબસિડી અને વાવેતર સામગ્રી પર સહાય વધારવાનો પણ નિર્ણય કર્યો છે.

PM એ શું કહ્યું?

આ યોજનાથી પામતેલના ઉત્પાદનને પ્રોત્સાહન મળશે અને આયાતમાં ઘટાડો થશે. પીએમ મોદીએ કહ્યું હતું કે, હવે ખાદ્ય તેલમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે, રાષ્ટ્રીય ખાદ્યતેલ મિશન (પામ ઓઇલ) નું નિરાકરણ કરવામાં આવ્યું છે. આ મિશન દ્વારા ખાદ્યતેલનું ઉત્પાદન વધારવા માટે 11 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. આ અંતર્ગત ખેડૂતોને તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે. આ અંતર્ગત પરંપરાગત તિલહનની ખેતીને પણ પ્રોત્સાહન આપવામાં આવશે.

તેમણે કહ્યું કે, ભારતમાં પામતેલની ખેતી માટે તમામ પ્રકારની શક્યતાઓ છે. નોંધનીય છે કે, ભારત હાલમાં વાર્ષિક 93 લાખ મેટ્રિક ટન પામતેલનો વપરાશ કરે છે, જેમાંથી 99 ટકા મલેશિયા અને ઇન્ડોનેશિયાથી આયાત કરવામાં આવે છે.

શું છે યોજના

કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે પત્રકારોને જણાવ્યું હતું કે, પામ તેલના કાચા માલની કિંમત કેન્દ્ર સરકાર નક્કી કરશે. આ સાથેએ પણ નક્કી કરવામાં આવ્યું છે કે, જો બજારમાં વધઘટ થાય અને ખેડૂતના પાકના ભાવ ઘટે તો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને DBT મારફતે તફાવતની રકમ ચૂકવવામાં આવશે.

Last Updated :Aug 19, 2021, 12:42 PM IST

ABOUT THE AUTHOR

...view details