ગુજરાત

gujarat

U-19 Asia Cup: અફઘાનને હરાવીને ભારત સેમિફાઇનલમાં, 'પાક' સામે ટકરાશે

By

Published : Dec 28, 2021, 10:33 AM IST

ભારતની અંડર-19 ટીમે દુબઈમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલ (Asian Cricket Council) દ્વારા આયોજિત અંડર-19 એશિયા કપ 2021ની સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતે સોમવારે અફઘાનિસ્તાનની અંડર-19 ટીમને ચાર વિકેટથી હરાવીને (India Defeat Afghanistan) સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.

U-19 Asia Cup
U-19 Asia Cup

હૈદરાબાદ: UAEમાં ચાલી રહેલા અંડર- 19 એશિયા કપમાં (U-19 Asia Cup) ભારતે અફઘાનિસ્તાનને ચાર વિકેટે હરાવ્યું છે. ટૂર્નામેન્ટમાં ત્રણ મેચમાં ભારતની આ બીજી જીત છે. આ જીત સાથે ભારતે સેમીફાઈનલમાં (India enters semifinals U-19 Asia Cup) પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ભારતે તેની પ્રથમ મેચમાં UAEને 154 રને હરાવ્યું (India Defeat Afghanistan) હતું, જ્યારે બીજી મેચમાં તે પાકિસ્તાન (IND Vs PAK) સામે બે વિકેટે હારી ગયું હતું. ત્રણ મેચ બાદ હવે ગ્રુપ Aમાં ભારતના છ પોઈન્ટ છે.

અફઘાનિસ્તાન તરફથી નૂર અહેમદે સૌથી વધુ ચાર વિકેટ લીધી

ઉલ્લેખનીય છે કે, ભારતે અફઘાનિસ્તાન તરફથી મળેલા 260 રનના લક્ષ્યાંકને 48.2 ઓવરમાં છ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી હરનૂર સિંહે 74 બોલમાં નવ ચોગ્ગાની મદદથી 65 રન, રાજ બાવાએ 55 બોલમાં બે ચોગ્ગાની મદદથી અણનમ 43 અને કેપ્ટન યશ ધુલે 26 રન બનાવ્યા હતા. તેમના સિવાય એ.રઘુવંશીએ 47 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી અણનમ 35, શેખ રશીદે છ, આરાધ્યા યાદવે 12 અને કૌશલ તાંબેએ 29 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી અણનમ 35 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી નૂર અહેમદે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 50 ઓવરમાં 8 વિકેટે 219 રન બનાવ્યા

ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાનની અંડર- 19 ટીમે 50 ઓવરમાં ચાર વિકેટે 259 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. ટીમ માટે એજાઝ અહેમદ અહેમદઝઈએ 68 બોલમાં એક ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી અણનમ 86 રન બનાવ્યા હતા. તેના સિવાય કેપ્ટન સુલેમાન સૈફીએ 73 અને અલ્લાહ નૂરે 26 રન બનાવ્યા હતા. તો મોહમ્મદ ઈશાકે 19 અને ખૈબર વલીએ 12 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી અણનમ 20 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી રાજવર્ધન, રાજ બાજવા, વિકી અને કૌશલે એક-એક વિકેટ લીધી હતી. કેપ્ટન કાસિમ અકરમના ઓલરાઉન્ડ પ્રદર્શન (50 રન, 52 રનમાં 3 વિકેટ)ના આધારે પાકિસ્તાને (IND Vs PAK) તેની છેલ્લી ગ્રૂપ સ્ટેજ મેચમાં સંયુક્ત આરબ અમીરાત (UAE)ને 21 રનથી હરાવી સેમિફાઇનલમાં (India enters semifinals U-19 Asia Cup) પ્રવેશ કર્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 50 ઓવરમાં 8 વિકેટે 219 રન બનાવ્યા હતા, જ્યારે UAE 50 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 198 રન જ બનાવી શકી હતી.

આ પણ વાંચો: Boxing Day 2021 : શા માટે નાતાલના બીજા દિવસે ઉજવવામાં આવે છે આ દિવસ, જાણો મહત્વ...

આ પણ વાંચો:Ind vs SA: ભારતનો સ્કોર 272/3, રાહુલ સદી ફટકારીને ક્રીઝ પર હાજર

ABOUT THE AUTHOR

...view details