ગુજરાત

gujarat

હવે મને ખબર નથી કે, ટ્વિટર કઈ દિશામાં જશે? એલોન મસ્કના ખરીદ્યા બાદ પરાગ અગ્રવાલનું નિવેદન

By

Published : Apr 26, 2022, 4:22 PM IST

રિસર્ચ ફર્મ ઈક્વિલરના જણાવ્યા અનુસાર, ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ (Twitter CEO Parag Agrawal)ને જો સોશિયલ મીડિયા કંપનીના માલિકના બદલવાના 12 મહિનાની અંદર હટાવવામાં આવે, તો અંદાજિત $ 42 મિલિયન અથવા વર્તમાન મૂલ્ય પર 3 અબજ રૂપિયા મળશે.

હવે મને ખબર નથી કે, ટ્વિટર કઈ દિશામાં જશે? એલોન મસ્કના ખરીદ્યા બાદ પરાગ અગ્રવાલનુ નિવેદન
હવે મને ખબર નથી કે, ટ્વિટર કઈ દિશામાં જશે? એલોન મસ્કના ખરીદ્યા બાદ પરાગ અગ્રવાલનુ નિવેદન

સાન ફ્રાન્સિસ્કો: ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ (Twitter CEO Parag Agrawal), જેમને સોશિયલ મીડિયા કંપનીના માલિકોના બદલાવના 12 મહિનાની અંદર કાઢી મૂકવામાં આવ્યા હતા, તેમને હાલમાં અંદાજિત $42 મિલિયન અથવા 3 અબજ રૂપિયા મળશે.

મસ્કની ઓફરિંગ કિંમત: સોમવારે, અબજોપતિ એલોન મસ્કે ટ્વિટરને $44 બિલિયનમાં ખરીદ્યું (Elon musk twitter). મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇક્વિલરના અંદાજમાં અગ્રવાલના બેઝિક પગાર (Twitter CEO salary)ની સાથે તમામ ઇક્વિટી ઇન્સેન્ટિવની પ્રોમ્પ્ટ વેસ્ટિંગનો સમાવેશ થાય છે. ઇક્વિલરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કંપનીના સૌથી તાજેતરના પ્રોક્સી સ્ટેટમેન્ટની શરતોના આધારે મસ્કની ઓફરિંગ કિંમત (twitter share price) પ્રતિ શેર $54.20 હતી. ટ્વિટરના પ્રતિનિધિએ ઇક્વિલરના અંદાજ પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

વાંચો:સાંસદ નવનીત રાણાનો ચા-પાણી પીતો વીડિયો: પોતે મુંબઈ પોલીસ કમિશ્નર સંજય પાંડેએ ટ્વીટ કર્યો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અગ્રવાલે સોમવારે ટાઉન હોલ મીટિંગમાં કર્મચારીઓને કહ્યું કે, એલોન મસ્ક સાથેના સોદા પછી સોશિયલ મીડિયા ફર્મનું ભવિષ્ય અનિશ્ચિત છે. અગ્રવાલે (Parag agrawal on twitter) કહ્યું કે, હવે મને ખબર નથી કે, ટ્વિટર કઈ દિશામાં જશે. કંપનીએ કર્મચારીઓને જણાવ્યું છે કે, મસ્ક ટૂંક સમયમાં ટ્વિટર સ્ટાફ સાથે સવાલ-જવાબના સત્ર માટે વાતચીત કરશે અને કોઈપણ શંકા દૂર કરશે. અગાઉ ટ્વિટરના ચીફ ટેક્નોલોજી ઓફિસર અગ્રવાલને નવેમ્બરમાં CEO બનાવવામાં આવ્યા હતા.

વાંચો:ગુજરાતમાં પણ 'બૂલડોઝર વાળી', જિલ્લાભરની પોલીસ ખડકી દેવાઇ

અગાઉ, ટ્વિટરે કહ્યું હતું કે, તે $43 બિલિયનથી વધુ માટે માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ હસ્તગત કરવા માટે મસ્કની "અવાંચ્છિત, બિન-બંધનકારી" ઓફરની કાળજીપૂર્વક સમીક્ષા કરશે. માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ટ્વિટર બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કંપની અને તમામ ટ્વિટર સ્ટોકહોલ્ડર્સના શ્રેષ્ઠ હિતમાં કાર્યવાહીનો માર્ગ નક્કી કરવા દરખાસ્તની કાળજીપૂર્વક સમીક્ષા કરશે. મસ્કે યુએસ એસઈસી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, મેં ટ્વિટરમાં રોકાણ કર્યું છે. કારણ કે હું વિશ્વભરમાં મુક્ત વાણી માટે પ્લેટફોર્મ બનવાની તેની સંભવિતતામાં વિશ્વાસ કરું છું અને હું માનું છું કે, કાર્યકારી લોકશાહી માટે વાણીની સ્વતંત્રતા એ સામાજિક આવશ્યકતા છે.

ABOUT THE AUTHOR

...view details