ગુજરાત

gujarat

ટીવી ચેનલ્સમાં 'ક્લબ હાઉસ' નામનો વિષય ચાલી રહ્યો છેઃ સંબિત પાત્રા

By

Published : Jun 12, 2021, 1:08 PM IST

ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. ભાજપે કહ્યું હતું કે, આજે ટીવી ચેનલમાં એક મહત્વપૂર્ણ વિષય ચાલી રહ્યો છે તે છે ક્લબ હાઉસ. પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રાએ મીડિયાને સંબોધી કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે.

ટીવી ચેનલ્સમાં 'ક્લબ હાઉસ' નામનો વિષય ચાલી રહ્યો છેઃ સંબિત પાત્રા
ટીવી ચેનલ્સમાં 'ક્લબ હાઉસ' નામનો વિષય ચાલી રહ્યો છેઃ સંબિત પાત્રા

  • ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન
  • ટીવી ચેનલમાં ક્લબ હાઉસ નામનો મહત્વપૂર્ણ વિષય ચાલી રહ્યો છે
  • સંબિત પાત્રાએ મીડિયાને સંબોધતા કોંગ્રેસને લીધી નિશાને

નવી દિલ્હીઃ સામાન્ય રીતે પોતાના વિવાદિત નિવેદનથી ચર્ચામાં રહેતા કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે ફરી એક વાર ભાજપના નિશાન પર છે. ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું હતું કે, ક્લબ હાઉસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ આ રીતે બહાર ભારત સામે ઝેર ઓકે છે અને કઈ રીતે પાકિસ્તાનની હામાં હા કરી રહ્યા છે. તે અમે ટીવી ચેનલના માધ્યમથી જોયું છે.

આ પણ વાંચો-ગેહલોત સરકારના મંત્રીમંડળમાં ટૂંક સમયમાં થશે ફેરફાર- ડોટસરા

દિગ્વિજય સિંહે પાકિસ્તાનને ક્લિનચીટ આપવાનો પ્રયાસ કર્યો

સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે, આ એ જ દિગ્વિજય સિંહ છે, જેમણે પુલવામા હુમલાને એક દુર્ઘટના માત્ર ગણાવી દીધી હતી. તેમણે 26/11ના હુમલાને પણ RSSનું ષડયંત્ર ગણાવ્યું હતું અને આ સમયે પાકિસ્તાનને ક્લિનચીટ આપવાનો પણ પ્રયાસ કર્યો હતો. થોડા દિવસ અગાઉ જ ટૂલકિટનો ઉલ્લેખ કર્યો હતો. આ તમામ ટૂલકિટનો હિસ્સો છે.

આ પણ વાંચો-કોંગ્રેસના આંતરિક મામલાને ઢાંકવા ધારાસભ્ય શૈલેષ પરમારે ભાજપ પર કર્યા પ્રહાર

કોંગ્રેસની સરકાર આવશે તો ફરી કાશ્મીરમાં 370 લગાવીશુંઃ દિગ્વિજય

ક્લબ હાઉસમાં પાકિસ્તાનના પત્રકાર પ્રશ્ન પૂછે છે કે, નરેન્દ્ર મોદીને હટાવ્યા પછી ભારતની સત્તા કેવી હશે, કાશ્મીર પોલિસી કેવી હશે. દિગ્વિજય સિંહ આ પ્રશ્ન પર પત્રકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે અને કહે છે કે, જો મોદી સત્તાથી હટે તો કોંગ્રેસની સરકાર આવશે અને તે જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-370 ફરી લાગુ કરશે.

ABOUT THE AUTHOR

...view details