ગુજરાત

gujarat

ચૂંટણી પંચની આજે બેઠક યોજાશે, 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખ થશે જાહેર

By

Published : Feb 24, 2021, 1:48 PM IST

આ વર્ષે પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તમિલનાડુ અને પુડ્ડુચેરી આમ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચે ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવા માટે બુધવારે એક બેઠક બોલાવી છે. એવામાં જણાઈ રહ્યું છે કે, એપ્રિલ-મેમાં ચૂંટણી પૂર્ણ થઈ શકે છે.

ચૂંટણી પંચની આજે બેઠક, 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખ થશે જાહેર
ચૂંટણી પંચની આજે બેઠક, 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખ થશે જાહેર

  • પાંચ રાજ્યોની ચૂંટણીઓને અપાશે આખરી ઓપ
  • પોલીસ અને CRPFની તહેનાતી પર ચર્ચા થશે
  • પશ્ચિમ બંગાળમાં સુરક્ષા વ્યવસ્થાનો મુદ્દો મહત્ત્વનો

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે ચાર રાજ્યો જેવા કે પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ અને તમિલનાડુ અને એક કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં વિધાનસભા ચૂંટણીની તૈયારી માટે એક ઢાંચો તૈયાર કરી દીધો છે. ચૂંટણી પંચ સવારે 11 વાગ્યે એક બેઠક બોલાવી છે. એવું જાણવા મળી રહ્યું છે કે, આ બેઠકમાં પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને આખરી ઓપ આપવામાં આવશે. આ બેઠક પછી ચૂંટણી પંચ ઝડપથી ચૂંટણીની તારીખ જાહેર કરશે.

પશ્ચિમ બંગાળમાં 6 હજાર પોલિંગ બૂથ સંવેદનશીલ

ચૂંટણી પંચની આ બેઠકમાં પોલીસ અને સીઆરપીએફની તહેનાતી પર પણ ઊંડી ચર્ચા થશે. વિશેષ તો પશ્ચિમ બંગાળને લઈને ચર્ચા કરવામાં આવશે. ચૂંટણી પંચના જણાવ્યાનુસાર, અહીં લગભગ 6 હજાર પોલિંગ બૂથ સંવેદનશીલ છે. ગુરુવારે નાયબ ચૂંટણી કમિશનર સુદીપ જૈન બે દિવસ માટે પશ્ચિમ બંગાળના પ્રવાસે જશે. બે દિવસ પહેલા કેન્દ્ર સરકાર સાથે ચૂંટણી પંચે બેઠક યોજી હતી આ બેઠક પછી કેન્દ્ર સરકારે પાંચ રાજ્યોમાં સીઆરપીએફની 250થી વધારે કંપનીઓ તહેનાત કરવાનું શરૂ કરી દીધું છે. આ કંપનીઓમાં કેન્દ્રિય રિઝર્વ પોલીસ, કેન્દ્રિય ઔદ્યોગિક સુરક્ષા બળ, સીમા સુરક્ષા બળ અને અન્ય સુરક્ષા બળોના જવાન પણ સામેલ છે.

ABOUT THE AUTHOR

...view details