ગુજરાત

gujarat

Amit Shah: EDના ચીફ કોણ છે તેનાથી કોઈ ફરક પડતો નથી, પરિવારવાદીઓના ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી ચાલુ રહેશેઃ શાહ

By

Published : Jul 12, 2023, 11:37 AM IST

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું છે કે EDના ડાયરેક્ટર કોણ છે તે મહત્વનું નથી કારણ કે આ પદ પર જે પણ હશે તે મોટા પાયે ભ્રષ્ટાચાર પર નજર રાખશે.

Etv Bharat
Etv Bharat

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ED ચીફ સંજય કુમાર મિશ્રાને આપવામાં આવેલા ત્રીજા સર્વિસ એક્સટેન્શનને ગેરકાયદેસર ગણાવ્યું છે. કોર્ટના આ આદેશ છતાં મિશ્રા 31 જુલાઈ સુધી પદ પર રહેશે. ત્યાં સુધી સરકારે નવા વડાની નિમણૂક કરવી પડશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઈને આક્રમક વિપક્ષનો જવાબ આપ્યો છે.

વિપક્ષને જવાબ:કોર્ટે મંગળવારે કહ્યું કે ED ડાયરેક્ટર સંજય કુમાર મિશ્રાના કાર્યકાળને ત્રીજી વખત લંબાવવાનો કેન્દ્રનો નિર્ણય ગેરકાયદેસર છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મંગળવારે કહ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના ડાયરેક્ટર કોણ છે તે મહત્વનું નથી. મની લોન્ડરિંગ અને વિદેશી વિનિમય કાયદાના ઉલ્લંઘનના ગુનાઓની તપાસ ચાલુ રહેશે.

વિપક્ષને જવાબ: સરકાર દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ 1984 બેચના ભારતીય રેવન્યુ સર્વિસ (IRS) અધિકારીનો કાર્યકાળ 18 નવેમ્બર, 2023 સુધી નક્કી કરવામાં આવ્યો હતો. શાહે કહ્યું, 'ઈડી કેસ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર જે લોકો આનંદ કરી રહ્યા છે તેઓ વિવિધ કારણોસર મૂંઝવણમાં છે. સીવીસી અધિનિયમમાં સુધારો, જેને સંસદ દ્વારા વિધિવત રીતે પસાર કરવામાં આવ્યો હતો, તેને સમર્થન આપવામાં આવ્યું છે.

ગુનાઓની તપાસ ચાલુ રહેશે:તેમણે કહ્યું હતું કે ભ્રષ્ટાચારી અને કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરવાની EDની સત્તાઓ એ જ રહે છે. કારણ કે તે એક એવી સંસ્થા છે જે કોઈપણ વ્યક્તિથી પરે છે અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય એટલે કે મની લોન્ડરિંગ અને ઉલ્લંઘનના ગુનાઓની તપાસને હાંસલ કરવાનો હેતુ છે. આમ મહત્વનું નથી કે EDના ડાયરેક્ટર કોણ છે. કારણ કે જે પણ આ પદ સંભાળે છે તે વિકાસ વિરોધી માનસિકતા ધરાવતા 'કલબ ઓફ ડાયનેસ્ટિક્સ'ના મોટા પાયે ભ્રષ્ટાચારની તપાસ કરશે.

(PTI-ભાષા)

  1. Amit Shah Visit Bhopal: અમિત શાહે શાહે ભોપાલની મુલાકાત લીધી, ભાજપના નેતાઓને આપ્યો વિજયમંત્ર
  2. Rahul Gandhi: કોંગ્રેસનો આજે 'મૌન સત્યાગ્રહ' પૂર પ્રભાવિત રાજ્યોમાં મુલતવી રાખવામાં આવ્યો

ABOUT THE AUTHOR

...view details