ગુજરાત

gujarat

બંગાળની ચૂંટણીના પરિણામની અસર UP વિધાનસભાની ચૂંટણી પર જોવા મળશેઃ યશવંત સિન્હા

By

Published : May 3, 2021, 10:25 AM IST

પશ્ચિમ બંગાળમાં ફરી એક વાર TMC (તૃણમુલ કોંગ્રેસે) ભવ્ય વિજય મેળવ્યો છે ત્યારે પૂર્વ કેન્દ્રિય પ્રધાન અને TMCના ઉપાધ્યક્ષ યશવંત સિન્હાએ એક નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળના ચૂંટણીના પરિણામની અસર આવતા વર્ષે થનારી ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી પર જોવા મળશે. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પર પણ આની અસર જોવા મળશે.

બંગાળની ચૂંટણીના પરિણામની અસર UP વિધાનસભાની ચૂંટણી પર જોવા મળશેઃ યશવંત સિન્હા
બંગાળની ચૂંટણીના પરિણામની અસર UP વિધાનસભાની ચૂંટણી પર જોવા મળશેઃ યશવંત સિન્હા

  • પશ્ચિમ બંગાળમાં ફરી એક વાર TMCનો ભવ્ય વિજય
  • ચૂંટણીના પરિણામ અંગે TMCના ઉપાધ્યક્ષ યશવંત સિન્હાનું નિવેદન
  • વર્ષ 2024ના લોકસભા ચૂંટણી પર અસર થશેઃ યશવંત સિન્હા

હઝારીબાગ (ઝારખંડ): પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં 292માંથી 212 બેઠક મેળવીને TMCએ ફરી એક વાર જીત પોતાના નામે કરી લીધી છે. પૂર્વ કેન્દ્રિય પ્રધાન અને TMCના ઉપાધ્યક્ષ યશવંત સિન્હાએ આ જીતને ભવ્ય ગણાવી હતી.

આ પણ વાંચોઃબંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ચંદના બાઉરીની સલ્ટોરા બેઠકથી જીત

મમતા બેનરજી પર કરેલા પ્રહારોથી પ્રજા નારાજ થઈ હતીઃ યશવંત સિન્હા

ઝારખંડના હઝારીબાગમાં પોતાના નિવાસસ્થાને યશવંત સિન્હાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ પરિણામની અસર ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણી અને લોકસભાની ચૂંટણી પર જોવા મળશે. આ સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, પશ્ચિમ બંગાળના પરિણામ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ. ભાજપના આ પૂર્વ નેતાએ જણાવ્યું હતું કે, જે રીતે ભાજપના આ વરિષ્ઠ નેતાઓએ TMCનાં અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી પર શાબ્દિક હુમલા કર્યા હતા તેનાથી અહીંની પ્રજા ખૂબ જ નારાજ થઈ હતી.

આ પણ વાંચોઃસોનિયા ગાંધીએ ચૂંટણીની જીત બદલ મમતા બેનર્જી અને એમ.કે.સ્ટાલિનને અભિનંદન પાઠવ્યા

ભાજપ બંગાળમાં માત્ર 78 બેઠક જ જીતી શક્યું

આ સાથે જ યશવંત સિન્હાએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ અને જે. પી. નડ્ડા.એ બંગાળમાં થયેલી હારની જવાબદારી લેવી જોઈએ. આપને જણાવી દઈએ કે, 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ રવિવારે 2 મેના દિવસે જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં પશ્ચિમ બંગાળમાં 292 બેઠકમાંથી TMCએ 212 તથા ભાજપને માત્ર 78 બેઠક મળી હતી. જ્યારે 2 બેઠક અન્યમાં ગઈ હતી.

ABOUT THE AUTHOR

...view details