ગુજરાત

gujarat

The Dragon in Debt: દેવાના ડુંગર તળે દટાયું ડ્રેગન, ભારતે શીખ લેવી જરુરી

By ETV Bharat Gujarati Team

Published : Nov 4, 2023, 2:46 PM IST

ચીન અત્યારે ભારે દેવાનો સામનો કરી રહ્યું છે. વધાર પડતા દેવાને લીધે તેની આર્થિક વ્યવસ્થા ડગમગી રહી છે. એશિયામાં ચીન અને ભારત મોટા ખેલાડીઓ છે. તેમની અર્થવ્યવસ્થાની સીધી અસર વૈશ્વિક અર્થ વ્યવસ્થા પર પણ પડે છે. ભારતે આર્થિક દેવાળા તરફ વધતા ચીનમાંથી શીખ લેવી જરુરી છે. વાંચો એચ.એન.બી. ગઢવાલ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. મહેન્દ્રબાબુ કુરુવાનું આર્થિક વિષ્ણેષણ વિગતવાર

દેવાના ડુંગર તળે દટાયું ડ્રેગન, ભારતે શીખ લેવી જરુરી
દેવાના ડુંગર તળે દટાયું ડ્રેગન, ભારતે શીખ લેવી જરુરી

હૈદરાબાદઃ 25 ઓક્ટોબર 2023ના રોજ ચીને એક રેર પોલિસી ડિસિઝન લીધું. ચીનની ટોપ પાર્લિયામેન્ટ્રી બોડીએ દેશમાં આવેલ પૂરને લીધે અસરગ્રસ્ત વિસ્તારોના પુનર્નિમાણ માટે એક ટ્રિલિયન યુઆન(137 બિલિયન ડોલર્સ)ના બોન્ડને મંજૂરી આપી છે. આ ડિસિઝન પોતાના અર્બન ઈન્ફ્રાસ્ટ્રકચરના ડેવલપમેન્ટ માટે લેવામાં આવ્યું છે. વિશ્વની બીજી મોટી અર્થવ્યવસ્થાના આ ડિસિઝનથી બજેટમાં થનાર ડેફિસિયેટ ધાર્યા કરતા 3 ટકા વધી ગયું છે.

જો કે ચીની સરકાર પર વધી રહેલું દેવાને પરિણામે તેના ડેબ્ટ ડ્રિવન ગ્રોથ મોડલ ચિંતાનો વિષય બની રહ્યો છે. ચીને કન્ઝ્યુમર સ્પેન્ડિંગ અને સેવિંગ્સના આધારે ઈકોનોમિક ગ્રોથ હાંસલ કરવો જોઈએ. ભારે દેવું કરીને બનાવવામાં આવેલ આર્થિક વિકાસની ઈમારત ડગમગી જાય તે સ્વાભાવિક છે. અત્યારે ચીન આ ખતરાનો સામનો કરી રહ્યું છે. ચીનની સરકાર પર વધતું દેવું ચીનની સ્થિરતાને ડગમગાવે છે ઉપરાંત દેશની રાજકીય પરિસ્થિતિઓને લીધે વૈશ્વિક અર્થવ્યવસ્થાને પણ જોખમમાં મુકે છે. આ કિસ્સામાં એ સમજવું જરુરી છે કે ડ્રેગન દેવાના ડુંગર તળે કેમ દટાઈ ગયું.

અગાઉ પણ ચીનની સરકાર દેવા તળે દટાઈ ગઈ તેવા સમાચારો આવતા રહ્યા છે. મે 2023માં આ બાબતે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું,જ્યારે ચીનના પશ્ચિમી રાજ્ય ગુઈઝોઉની સરકારે દેવું ચૂકવવા માટે પોતાની અસમર્થતા જાહેર કરી હતી. ત્યારબાદ સપ્ટેમ્બરમાં ઈનર મોંગોલિયાએ પોતાના ભારે દેવાને ચૂકવવા માટે 9 બિલિયન ડોલર જેટલી મોટી ઉધારીની જાહેરાત કરી હતી. આ ઉધારી 2018 પહેલા કરવામાં આવી હતી. ટૂંકમાં કહીએ તો ચીનની રાજ્ય સરકારો પહેલા થયેલા દેવાને ચૂકવવા બીજુ દેવું કરી રહી છે.

રિયલ એસ્ટેટ ક્ષેત્રે આવેલી મંદીને પરિણામે રાજ્ય સરકારોને પોતાના માટે ફંડ એકત્ર કરવું મુશ્કેલ બની ગયું તેથી તેમણે ઉધાર લેવાનું શરુ કર્યુ. જેનાથી સમગ્ર દેશ પરના દેવામાં વધારો જોવા મળ્યો. આ ઉપરાંત 2018માં બેકિંગ સિસ્ટમમાં ડિસિપ્લિન લાવવા માટે ચીની અધિકારીઓએ જે પગલા ભર્યા તેના પરિણામે LGFV માટે બજારમાંથી નાણાં એકત્ર કરવા મુશ્કેલ બની ગયા.આ ઉપરાંત રાજ્ય સરકારો દ્વારા કરવામાં આવેલા રોકાણો પર રિટર્ન પણ નીચું જવા લાગ્યું. રાજ્ય સરકારનું રેવન્યૂમાં ઘટ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મંદીએ ચીનના રાજ્યોની સરકારોને દેવાના ચક્કરમાં ફસાવી દીધી. આજે ચીનમાં પેદા થયેલ નાણાંકીય કટોકટી(દેવામાં વૃદ્ધિ) માટે દેશનું ફાયનાન્સિયલ સ્ટ્રકચર પણ આંશિક રીતે જવાબદાર છે.

ભારત અને ચીન બંનેમાં કેટલીક સમાનતાઓ છે. આ બંને દેશ એશિયાના સૌથી મોટા ખેલાડીઓ છે અને પોત પોતાની અર્થવ્યવસ્થાના કદને લીધે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પણ અસર કરે છે. 27 ઓક્ટોબર, 2023ના રોજ S & P ગ્લોબલ રેટિંગે જણાવ્યું કે, ભારતના પબ્લિક ફાયનાન્સમાં આગામી 2થી 3 વર્ષમાં કોવિડ પહેલાની સ્થિતિમાં સુધારો થવો અશક્ય છે. તેમની રિપોર્ટ અનુસાર ભારતનું સામાન્ય સરકારી દેવું(રાજ્ય અને કેન્દ્ર સરકારનું સંયુક્ત દેવું)એ ભારતની ક્રેડિટ પ્રોફાઈલનો સૌથી નબળો ભાગ છે. ભારતની રાજકોષીય ખાધ જીડીપીના 5.9 ટકા જેટલી છે. જેને ભારત 2025-26 સુધીમાં 4.5 ટકાના સ્તરે લાવવા માંગે છે. આગામી દિવસોમાં લોકસભા અને પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીને જોતા આ રાજકોષીય ખાધમાં ઘટાડો થવાના કોઈ સંકેત જણાતા નથી. આની પાછળનું કારણ એ છે કે રાજકોષીય ખાધમાં ઘટાડો કરવો એટલે ખર્ચા પર અંકુશ લાવવો. સામાન્ય રીતે ચૂંટણીના વર્ષમાં સરકારો પ્રજાને અપ્રિય એવા નિર્ણયો લેવાનું ટાળે છે. તેનાથી ઉલટું સરકારો એવી યોજનાઓની જાહેરાત કરે છે જે રાજકોષીય ખાધ વધારી શકે છે.

ઈન્ટરનેશનલ મોનિટરી ફંડનું અનુમાન છે કે 2023 પૂર્ણ થતા સુધીમાં દેશનું સામાન્ય સરકારી દેવું જીડીપીના 81 ટકાથી વધીને 81.9 ટકા થઈ જશે. જ્યારે 2024માં આ દેવું 82.3 ટકા સુધી વધી શકે છે. જો કે 2028માં આ દેવું ધીરે ધીરે ઘટીને 80.5 ટકા સુધી આવી શકે છે. જો કે FRBM Review Committee અનુસાર આ પ્રમાણ 60 ટકા જેટલું ઘટાડવું જોઈએ જેમાં 40 ટકા કેન્દ્ર અને 20 ટકા રાજ્ય સરકારનું પ્રમાણ રહે છે.

જો કે 2022-23માં રાજ્યોનું દેવું તેમના બજેટ અનુમાન અનુસાર જીડીપીના 29.5 ટકા હતું. જે અનુસાર કેટલાક રાજ્યો દ્વારા ઉધાર લેવું એ ચિંતાનો વિષય છે. આ મુદ્દે ચીનને થયેલો અનુભવ યાદ કરવા જેવો છે. જેમાં સ્થાનિક સરકારોએ લીધેલ ઉધારનો બોજો કાબુ બહાર થઈ ગયો અને દેશની આર્થિક સ્થિતિ ડગમગી ગઈ.

દેશના દેવા પર થતી નીતિગત ચર્ચામાં બે ઘટકો પર ધ્યાન કેન્દ્રિત કરવું આવશ્યક છે. પહેલું છે પર્સનલ ડેબ્ટ(વ્યક્તિગત દેવું) અને બીજું છે પબ્લિક ડેબ્ટ(સાર્વજનિક દેવું). પર્સનલ ડેબ્ટ માટે એવી નીતિઓ બનાવવી જોઈએ જે દેશમાં ડોમેસ્ટિક અને નોન ફાયનાન્સિયલ કોર્પોરેટ્સના દેવાના સ્તર પર નજર રાખે.

બીજી તરફ એક પ્રભાવી પબ્લિક ડેબ્ટ વ્યય અને ઉધારની સ્થિરતાના સંતુલનને આગળ વધારે તે જરુરી છે. ભારત જેવા વિકાસશીલ દેશ માટે ખર્ચા પર અંકુશ મુકવાની સાથે સાથે રેવન્યૂમાં વૃદ્ધિ પણ આવશ્યક છે. રાજ્ય સરકારોએ ઉધાર લેવામાં પણ સતર્ક રહેવાની જરુર છે. ચૂંટણીમાં વધુ લાભ થાય તેની લાલચમાં વધુ ખર્ચો કરવાથી બચવું જોઈએ. રાજ્ય સરકારે ખર્ચામાં ઘટાડા અને રોકાણ વધુ થાય તેના પર ધ્યાન આપવું જોઈએ. ભારતની વધતી જતી વિકાસગાથા માટે પૂરતા માત્રમાં નાણાંની પણ આવશ્યકતા રહે છે. તેના માટે એક રાજકોષીય નીતિની જરૂર છે જે દેવું ઓછું થાય તે સુનિશ્ચિત કરે. જેના પરિણામે દેશમાં નવા રોકાણને પ્રોત્સાહન મળે અને આર્થિક વિકાસને ગતિ મળે.

  1. Biden on China: ચીન મુદ્દે જો બાઈડને પોતાના વિચારો વ્યક્ત કર્યા, ચીનને નિયંત્રિત કરવાનો કોઈ ઈરાદો નથીઃ બાઈડન
  2. PM Modi-Xi meet in S. Africa: દક્ષિણ આફ્રિકામાં પીએમ મોદી-જિનપિંગની મુલાકાત પહેલા ભારત ચીન સાથે લશ્કરી વાટાઘાટો

ABOUT THE AUTHOR

...view details