ગુજરાત

gujarat

તેલંગાણામાં 12 મે થી 10 દિવસનું લોકડાઉન લાગુ

By

Published : May 11, 2021, 3:55 PM IST

તેલંગાણા રાજ્યમાં મંગળવારના રોજ કેબીનેટ બેઠક યોજાઇ હતી. જેમાં પ્રધાનમંડળે દ્વારા તેલંગાણા રાજ્યમાં 12 મે ના રોજથી 10 દિવસ માટે લોકડાઉન લાગુ કરવાનો નીર્ણય કર્યો હતો.

Chief Minister Chandrasekhar Rao
Chief Minister Chandrasekhar Rao

  • તેલંગાણામાં 12 મે થી 10 દિવસનું લોકડાઉન
  • કોરોનાના વધતા જતા સંક્રમણને પગલે લેવાયો નિર્ણય
  • તેલંગાણામાં હાલ 65,757 એક્ટિવ કેસ

હૈદરાબાદ : તેલંગાણામાં કોરોના સંક્રમણમાં થઇ રહેલા સતત વધારાને ધ્યાનમાં રાખીને તેને કાબૂ કરવા માટે કેબીનેટ બેઠક મળી હતી. જેમાં તેલંગાણાના પ્રધાનમંડળ દ્વારા 12 મે ના રોજથી રાજ્યમાં લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો -તેલંગણામાં રાત્રિના 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ

12 થી 22 મે સુધી રાજ્યમાં રહેશે લોકડાઉન

તેલંગાણાના મુખ્યપ્રધાનની ઓફિસ તરફથી મળેલી સત્તાવાર માહિતી મુજબ રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા માટે તેલંગાણાના પ્રધાનમંડળ દ્વારા 12 મેથી 22 મે સુધી સમગ્ર રાજ્યમાં લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણય પહેલા લોકડાઉન લાગુ થશે, તો તેના ફાયદા અને નુકસાન અંગેની પણ ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર તેલંગાણામાં હાલ 65,757 એક્ટિવ કેસ છે.

આ પણ વાંચો -કેન્દ્ર સરકારે કોવિડ વેક્સીન ડ્રાય ટેસ્ટ માટે તેલંગાણાની પસંદગી કરી

ABOUT THE AUTHOR

...view details