ગુજરાત

gujarat

Suspected Drone: જમ્મુમાં બ્રિગેડ મુખ્યમથક પાસે 2 જગ્યાએ દેખાયા શંકાસ્પદ ડ્રોન, જવાનોએ ડ્રોન પર કર્યું ફાયરિંગ

By

Published : Jun 28, 2021, 1:53 PM IST

જમ્મુ-કાશ્મીરમાં અવારનવાર આતંકવાદી હુમલાઓ અને પાકિસ્તાન તરફથી ગોળીબાર થતો હોય છે. ત્યારે હવે જમ્મુમાં બ્રિગેડ મુખ્યમથક (Brigade Headquarters in Jammu) પાસે 2 અલગ અલગ જગ્યાઓ પર 2 શંકાસ્પદ ડ્રોન (Suspected Dron) જોવા મળ્યા હતા. કેન્દ્રની રક્ષા કરવા તહેનાત જવાનોએ ડ્રોનને જોઈને તેની પર ફાયરિંગ (Firing) કર્યું હતું.

Suspected Drone: જમ્મુમાં બ્રિગેડ મુખ્યમથક પાસે 2 જગ્યાએ દેખાયા શંકાસ્પદ ડ્રોન, જવાનોએ ડ્રોન પર કર્યું ફાયરિંગ
Suspected Drone: જમ્મુમાં બ્રિગેડ મુખ્યમથક પાસે 2 જગ્યાએ દેખાયા શંકાસ્પદ ડ્રોન, જવાનોએ ડ્રોન પર કર્યું ફાયરિંગ

  • જમ્મુમાં બાહ્ય સીમા (Outer boundary in Jammu)માં આવેલા બ્રિગેડના મુખ્યમથક (Brigade Headquarters in Jammu) પર 2 શંકાસ્પદ ડ્રોન (Suspected Dron) દેખાયા
  • 2 અલગ અલગ જગ્યાએ શંકાસ્પદ ડ્રોન(Suspected Dron) દેખાતા સેનાના જવાનોએ ડ્રોન પર કર્યું હતું ફાયરિંગ (Firing)
  • કાલુ ચોકમાં એક આર્મી ગેરિસન (Army Garrison)માં તહેનાત જવાને 3 વાગ્યે શંકાસ્પદ ડ્રોન (Suspected Dron) જોયું એટલે તેની પર ફાયરિંગ (Firing) કર્યું

જમ્મુઃ જમ્મુમાં બાહ્ય સીમા (Outer boundary in Jammu)માં આવેલા બ્રિગેડ મુખ્યમથક (Brigade Headquarters in Jammu)ની ઉપર સોમવારે 2 શંકાસ્પદ ડ્રોન દેખાઈ આવ્યા હતા. આ કેન્દ્રની રક્ષા કરતા જવાનોએ ડ્રોનને જોતા જ તેની પર ફાયરિંગ (Firing) કર્યું હતું. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, કાલુ ચોકમાં એક આર્મી ગેરિસન (Army Garrison)માં તહેનાત જવાને લગભગ 3 વાગ્યે એક ડ્રોન જોયું હતું અને તેને પાડી દેવા માટે તાત્કાલિક ફાયરિંગ (Firing) કર્યું હતું. જ્યારે રતન ચોક (Ratan Chowk)માં પણ એક શંકાસ્પદ ડ્રોન (Suspicious drone) જોવા મળ્યું હતું

આ પણ વાંચો-US આર્મી ખસવાથી કશ્મીરમાં આતંકી ઘૂસપેઠ વધવાનું જોખમ વધ્યું: 15મી કોર્પ્સ જીઓસી

જવાનોએ મિલિટરી બેઝનો કર્યો હતો ઘેરાવ

સૂત્રોના જણાવ્યાનુસાર, મિલિટરી બેઝ (Military base)ની બહાર સંપૂર્ણ વિસ્તારનો તરત ઘેરાવ કરવામાં આવ્યો હતો. અંતિમ સૂચના મળવા સુધી મોટા પાયે તપાસ અભિયાન (Campaign) પણ ચાલી રહ્યું હુતં. જોકે, અત્યાર સુધી કોઈ પણ શંકાસ્પદ મળ્યું નથી.

આ પણ વાંચો-વડાપ્રધાન મોદીએ જમ્મુ-કાશ્મીરના નેતાઓની બોલાવેલી બેઠક અંગે પાકિસ્તાન લાલઘૂમ, પાકિસ્તાને કહ્યું તે બેઠક 'PR Exercise' હતી

ભારતીય વાયુસેના સ્ટેશન (IMF) પર ડ્રોનથી બોમ્બ ફેંકવામાં આવ્યાના એક દિવસ પછી આ ઘટના થઈ હતી

ભારતીય વાયુસેના સ્ટેશન (IMF)માં કાલ સુધી એક ડ્રોનથી 2 બોમ્બ ફેંકવામાં આવ્યાના એક દિવસ પછી આ ઘટના થઈ છે. આ પ્રકારનો આ પહેલો હુમલો હતો. તે ઘટનામાં 2 લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા.

ABOUT THE AUTHOR

...view details