ગુજરાત

gujarat

'બહાના ન બનાવો, કાયદાનું પાલન કરાવવાનું કામ તમારું છે', કેન્દ્રને સુપ્રીમની ફટકાર

By

Published : Sep 30, 2021, 3:33 PM IST

Updated : Sep 30, 2021, 3:40 PM IST

કેન્દ્ર સરકારે 2020માં લાવેલા ત્રણ કૃષિ કાયદાઓ (Farmers Laws ) સામે દિલ્હી બોર્ડર ખાતે ખેડૂતોનું આંદોલન (Farmers Protest ) છેલ્લા 10 મહિનાથી ચાલી રહ્યું છે, જેના કારણે સામાન્ય લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે નોઈડાના અરજદારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેની સુનાવણી ગુરુવારે સર્વોચ્ચ અદાલતે કરી હતી, આ સુનાવણીમાં સુપ્રીમે(Suprme Court) સરકારની જાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે, "કાયદાનું પાલન કરાવવાનું તમારું કામ છે"

supreme court hearing on farmers protest
supreme court hearing on farmers protest

  • ખેડૂતો આંદોલનને લઈને સુપ્રીમમાં કરવામાં આવેલી અરજી પણ સુનાવણી
  • કોર્ટે ખેડૂતો આંદોલન બાબતે કેન્દ્ર સરકારની જાટકણી કાઢી
  • સુપ્રીમ કોર્ટે સરકારને પૂછ્યું - "અમે તમને ઉકેલ પૂછ્યો, ઉકેલ શું છે?

નવી દિલ્હી : શહેરની સરહદ પર ખેડૂતોના વિરોધ (Farmers Protest ) સંદર્ભે દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે(Suprme Court) કેન્દ્ર સરકારને ઠપકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, કાયદાનું પાલન થાય તે સુનિશ્ચિત કરવાનું તમારું કામ છે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે ખેડૂતોને સરહદ પરથી હટાવવાના મુદ્દે પગલાં લેવા જોઈએ. કોર્ટે જાહેર સ્થળોએ ધરણાના મામલે સ્પષ્ટ માર્ગદર્શિકા આપી છે. આવી સ્થિતિમાં સરકારે અમને એવું ન કહેવું જોઈએ કે, અમે તે કરવા સક્ષમ નથી. સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે, "અમે તમને ઉકેલ પૂછ્યો, ઉકેલ શું છે?"

સરકારની કામગીરીથી સુપ્રીમ કોર્ટ નારાજ

સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને ઠપકો આપતા કહ્યું કે, રસ્તાઓ જામ ન કરવા જોઈએ. નોઇડાના અરજદારની અરજીની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારની સુપ્રીમ કોર્ટની નારાજગી સામે આવી હતી. આ અરજીમાં નોઇડા અને દિલ્હી વચ્ચેના પ્રવાસીઓને કૃષિ કાયદાઓના વિરોધીઓ દ્વારા રસ્તાઓ બંધ કરવાને કારણે થતી અસુવિધાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

અમે ખેડૂત નેતાઓ બોલાવ્યા

કેન્દ્ર સરકાર વતી સોલિસિટર તુષાર મહેતાએ કહ્યું હતું કે, અમે ત્રણ સભ્યોની સમિતિ બનાવીને ખેડૂત આગેવાનોને બોલાવ્યા હતા અને બીજી જગ્યાએ ધરણા કરવાની દરખાસ્ત કરી હતી, પરંતુ તેઓએ આ બાબતે ના પાડી દીધી હતી. આ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમે આ મામલે કોર્ટમાં અરજી કેમ નથી કરતા. જેને સોલિસિટર જનરલે કેન્દ્ર સરકાર વતી સંમતિ આપતા કહ્યું કે, અમે અરજી દાખલ કરીશું. ઉલ્લેખનીય છે કે, આ મામલે આગામી સુનાવણી સોમવારે થશે.

સરકાર ખેડૂતોને પક્ષ બનાવશે

કેન્દ્ર સરકાર પોતાની અરજીમાં ખેડૂત સંગઠનોને એક પક્ષ તરીકે સામેલ કરશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આ સંદર્ભે અરજી દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. જેથી ખેડૂત સંઘે કોર્ટમાં પોતાનો પક્ષ મૂક્યો હતો. સુપ્રીમ કોર્ટ ખેડૂત નેતાઓ પાસેથી એ પણ જાણવા માંગે છે કે, ખેડૂતો દિલ્હી-NCRના મુખ્ય રસ્તાઓ સિવાય અન્ય કોઈ જગ્યાએ વિરોધ કેમ કરી શકતા નથી.

આ પણ વાંચો:

Last Updated : Sep 30, 2021, 3:40 PM IST

ABOUT THE AUTHOR

...view details