ગુજરાત

gujarat

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીએ માહોલ બગાડ્યો, દિમનીમાં ગોળીબાર-ભિંડમાં ભાજપ ઉમેદવાર પર હુમલો

By ETV Bharat Gujarati Team

Published : Nov 17, 2023, 7:01 PM IST

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે રાજ્યભરમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે દિમની વિધાનસભાના એક ગામમાં ફાયરિંગ અને પથ્થરમારાનો બનાવ સામે આવ્યો છે. ઉલ્લેખનિય છે કે, અહીંથી કેન્દ્રીય પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. ઉપરાંત ભિંડમાં પણ ભાજપના ઉમેદવાર પર હુમલો થયાની માહિતી મળી રહી છે. MP Assembly Elections, Shooting in Dimini, Attack on BJP candidate

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીએ માહોલ બગાડ્યો
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીએ માહોલ બગાડ્યો

મધ્યપ્રદેશ :મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના મતદાન દરમિયાન રાજ્યભરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આવી સ્થિતિમાં મુરૈનાની દિમની વિધાનસભામાં ફાયરિંગ અને પથ્થરમારાના બનાવ સામે આવ્યા છે. અહીંના મતદાન કેન્દ્ર 147 અને 148 પર બે જૂથો વચ્ચે હિંસાની ઘટના બની છે. મળતી માહિતી અનુસાર મીરખાન ગામમાં બે પક્ષો વચ્ચે અથડામણનો બનાવ બન્યો છે. આ સીટને રાજ્યની હોટ સીટ માનવામાં આવે છે. અહીંથી કેન્દ્રીય પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે.

દિમનીમાં પથ્થરમારો : આ ઘટના અંગે પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી છે. જે અનુસાર હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને અહીં સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પથ્થરમારાના બનાવમાં એક વ્યક્તિ ઘાયલ પણ થયો હતો. DSP વિજય સિંહ ભદૌરિયાએ કહ્યું કે, વહેલી સવારે બે જૂથ વચ્ચે અથડામણ અને પથ્થરમારાની માહિતી મળી હતી. ત્યારબાદ તાત્કાલિક જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ અથડામણમાં એક વ્યક્તિને માથામાં ઈજા થઈ હતી. કેટલાક ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ દરમિયાન ફાયરિંગ પણ થયુ હતું પરંતુ હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી.

ચૂંટણીમાં હિંસા માટે કોઈ સ્થાન નથી. કોંગ્રેસના લોકો ડરી ગયા છે, તેથી તેઓ ગુસ્સાથી લડી રહ્યા છે અને હુમલો કરી રહ્યા છે. જેમાં બસપાના લોકો પણ સામેલ છે. શાંતિપૂર્ણ મતદાન થશે અને ભાજપની જીત થશે. -- નરેન્દ્ર સિંહ તોમર (ભાજપના ઉમેદવાર, દિમની વિધાનસભા)

ભિંડમાં ભાજપના ઉમેદવાર પર હુમલો : આ ઉપરાંત ભિંડ જિલ્લામાં પણ ભાજપના ઉમેદવાર પર હુમલાના સમાચાર સામે આવ્યા છે. અહીંયા મેહગાંવ વિધાનસભામાં ભાજપના ઉમેદવાર રાકેશ શુક્લા પર હુમલાની માહિતી મળી છે. જે અનુસાર માનહડ ગામમાં પથ્થરમારાની ઘટના બની છે. આ પથ્થરમારામાં ભાજપના ઉમેદવારને ઈજા પહોંચી હતી. ઉપરાંત તેમની કારનો કાચ પણ તૂટી ગયો છે. આ સિવાય અહીં ફાયરિંગની ફરિયાદ પણ થઈ છે. આ અંગે માહિતી મળતા સ્થાનિક તંત્ર દ્વારા સ્થળ પર ભારે સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે.

નરેન્દ્ર સિંહ તોમરનું નિવેદન : ચંબલમાં ગોળીબારના સમાચાર વચ્ચે કેન્દ્રીય પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર મતદાન કરવા પહોંચ્યા હતા. ત્યારબાદ ગોળીબાર અને પથ્થરમારાના સમાચાર અંગે તેમને પ્રશ્નો કરવામાં આવ્યા હતા. જેના જવાબ દેતા તેમણે કહ્યું કે, ચૂંટણીમાં હિંસા માટે કોઈ સ્થાન નથી. કોંગ્રેસના લોકો ડરી ગયા છે, તેથી તેઓ ગુસ્સાથી લડી રહ્યા છે અને હુમલો કરી રહ્યા છે. જેમાં બસપાના લોકો પણ સામેલ છે. શાંતિપૂર્ણ મતદાન થશે અને ભાજપની જીત થશે.

  1. MP Election 2023 Live: હાઈપ્રોફાઈલ બેઠક દિમનીમાં ગોળીબાર, ભાગદોડ મચી
  2. છત્તીસગઢમાં આજે બીજા તબક્કાનું મતદાન, 70 બેઠક પર 958 ઉમેદવારોનું ભાવિ EVMમાં થશે કેદ

ABOUT THE AUTHOR

...view details