ગુજરાત

gujarat

વડાપ્રધાનની સુરક્ષામાં ચૂક બદલ પંજાબના વધુ છ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા

By ETV Bharat Gujarati Team

Published : Nov 26, 2023, 12:19 PM IST

PM મોદીની સુરક્ષામાં ક્ષતિના મામલામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યના ગૃહ વિભાગના 22 નવેમ્બરના આદેશ અનુસાર, ગુરબિંદર સિંહ સહિત છ પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સમાચાર વાંચો...

Etv Bharat
Etv Bharat

ચંદીગઢ : જાન્યુઆરી 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પંજાબ મુલાકાત દરમિયાન સુરક્ષામાં ચૂક હોવાના મામલે વધુ છ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડેડ પોલીસ અધિક્ષક સ્તરના અધિકારી સહિત આ છ પોલીસકર્મીઓ વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યના ગૃહ વિભાગના 22 નવેમ્બરના આદેશ અનુસાર, બે નાયબ પોલીસ અધિક્ષક સ્તરના અધિકારીઓ - પરસન સિંહ અને જગદીશ કુમાર, ઇન્સ્પેક્ટર જતિન્દર સિંહ અને બલવિંદર સિંહ, સબ-ઇન્સ્પેક્ટર જસવંત સિંહ અને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર રમેશ કુમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા :હાલમાં ભટિંડા જિલ્લામાં તૈનાત પોલીસ અધિક્ષક ગુરબિન્દર સિંહને શનિવારે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આદેશ અનુસાર, પંજાબ સિવિલ સર્વિસીસ (સજા અને અપીલ) નિયમો, 1970ની કલમ 8 હેઠળ તમામ પોલીસકર્મીઓના નામ ચાર્જશીટમાં મૂકવામાં આવ્યા છે. 5 જાન્યુઆરી, 2022 ના રોજ પ્રદર્શનકારીઓ દ્વારા નાકાબંધીને કારણે વડાપ્રધાન મોદીનો કાફલો ફિરોઝપુરમાં ફ્લાયઓવર પર અટવાઈ ગયો હતો.

વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ચૂક થઇ હતી : જે બાદ તેમને પંજાબથી કાર્યક્રમમાં હાજરી આપ્યા વિના પરત ફરવું પડ્યું હતું અને તેમની રેલી રદ કરવી પડી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા ગયા વર્ષે 12 જાન્યુઆરીના રોજ આ સુરક્ષા ખામીની તપાસ કરવા માટે એક સમિતિની નિમણૂક કરવામાં આવી હતી, જેણે તેના માટે ઘણા રાજ્ય અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા હતા.

  1. વડાપ્રધાનની સુરક્ષામાં ચૂક, પીએમના કાફલા સામે ધસી આવેલી મહિલા વિરુદ્ધ FIR નોંધાઈ
  2. પંજાબમાં PM મોદીની સુરક્ષામાં ચૂક મામલે AAP સરકારની કાર્યવાહી, SP ઓપરેશન ગુરબિંદર સિંહને કર્યા સસ્પેન્ડ

ABOUT THE AUTHOR

...view details