ગુજરાત

gujarat

મુંબઈમાં 'અદાણી એરપોર્ટ' પર ભડકી શિવસેના, કાર્યકર્તાઓએ કરી તોડફોડ

By

Published : Aug 2, 2021, 4:03 PM IST

મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સોમવારે શિવસેનાના કાર્યકર્તાઓ દ્વારા તોડફોડ કરવામાં આવી છે. આ એરપોર્ટનું સંચાલન હવે અદાણી ગૃપના હાથમાં છે. શિવસેનાના કાર્યકર્તાઓએ એરપોર્ટ પર લગાવેલા 'અદાણી એરપોર્ટ'ના બોર્ડને પણ નુક્સાન પહોંચાડ્યું હતું.

મુંબઈમાં 'અદાણી એરપોર્ટ' પર ભડકી શિવસેના
મુંબઈમાં 'અદાણી એરપોર્ટ' પર ભડકી શિવસેના

  • મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શિવસેના દ્વારા તોડફોડ
  • એરપોર્ટ પર 'અદાણી એરપોર્ટ'નું બોર્ડ લગાવવામાં આવતા કાર્યકર્તાઓ રોષે ભરાયા
  • હાલમાં અદાણી ગૃપ પાસે દેશના કુલ 7 એરપોર્ટની જવાબદારી

ન્યૂઝ ડેસ્ક: મુંબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સોમવારે શિવસેનાના કાર્યકર્તાઓ દ્વારા તોડફોડ કરીને એરપોર્ટ પર લગાવવામાં આવેલું 'અદાણી એરપોર્ટ'ના બોર્ડને નુક્સાન પહોંચાડવામાં આવ્યું હતું. આમ કરવા પાછળનું કારણ એ છે કે, અગાઉ આ એરપોર્ટનું નામ 'છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ' હતું. જ્યારબાદ તેના પર 'અદાણી એરપોર્ટ' નામનું બોર્ડ લગાવવામાં આવ્યું છે.

મુંબઈમાં 'અદાણી એરપોર્ટ' પર ભડકી શિવસેના

અદાણી ગૃપ પાસે દેશના 7 એરપોર્ટની જવાબદારી

અદાણી ગૃપ દ્વારા પાછલા કેટલાક વર્ષોમાં એવિએશન સેક્ટરમાં ખૂબ મોટું રોકાણ કરવામાં આવ્યું છે. દેશના કુલ 7 એરપોર્ટની જવાબદારી હાલ તેમની પાસે છે. જુલાઈ મહિનામાં જ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન સંપૂર્ણ રીતે અદાણી ગૃપને સોંપવામાં આવી છે. ખુદ ગૌતમ અદાણીએ આ અંગે ટ્વિટ કરીને માહિતી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details