ગુજરાત

gujarat

7 માર્ચે ભારત અને દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે મુકાબલો, દર્શકોની એંટ્રી પર અસમંજસ

By

Published : Mar 3, 2021, 9:58 AM IST

7 માર્ચથી યોજાનારી ભારત અને દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચેની સીરીઝ માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. તે જ સમયે, આ સીરીઝ માટે દર્શકોના પ્રવેશ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો નથી. બુધવારે આ અંગે એક બેઠક યોજાશે.

7 માર્ચે ભારત અને દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે મુકાબલો
7 માર્ચે ભારત અને દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે મુકાબલો

  • 7 માર્ચથી યોજાનારી સીરીઝ માટે જોરશોરથી તૈયારીઓ શરૂ
  • સીરીઝ માટે દર્શકોના પ્રવેશ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો નથી
  • સીરીઝમાં સત્તાવાર સ્કોરર તરીકે લખનઉના એસપી સિંઘ સામેલ

લખનઉ: ભારત અને દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે 7 માર્ચથી યોજાનારી સીરીઝ માટે તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. પરંતુ, આ સીરીઝ માટે હજી દર્શકોના પ્રવેશ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો નથી. જો કે, BCCI દ્વારા આ નિર્ણય લેવાનો હતો, પરંતુ BCCI દ્વારા આ મુદ્દો યુપી ક્રિકેટ એસોસિએશન પર મૂકવામાં આવ્યો છે. યુપી ક્રિકેટ એસોસિએશન આ મુદ્દા માટે જિલ્લા વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છે. પરંતુ ઘણી ચર્ચા બાદ પણ હજી સુધી પરિણામો મળ્યા નહી. માહિતી અનુસાર, અગાઉ સ્ટેડિયમની ક્ષમતાના 40થી 50 ટકા પ્રેક્ષકોના પ્રવેશ માટે દરખાસ્ત કરવામાં આવી હતી. પરંતુ તાજેતરમાં, ત્યાં કોરોના ચેપ ફેલાવાને લીધે મૂંઝવણની સ્થિતિ છે. સ્ટેડિયમ વહીવટીતંત્ર દ્વારા 20 ટકા દર્શકોને મેચ જોવા દેવાની મંજૂરી આપવાની યોજના છે, પરંતુ આ મામલે ચિત્ર સ્પષ્ટ થયું નથી. બુધવારે આ સંદર્ભે એક બેઠક મળશે, જેમાં કેટલાક નિર્ણય લઈ શકાય છે.

સ્કોરર તરીકે લખનઉના એસપી સિંઘ

આ મેચ માટે બીજા ઘણાં સત્તાવાર નામોને પણ મંજૂરી આપવામાં આવી છે. આમાં લખનઉના એસપી સિંઘ સીરીઝમાં સ્કોરર રહેશે. આ ઉપરાંત અમ્પાયર, મેચ રેફરી અને અન્ય સ્કોરરોના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં લખનઉના ચૂંટાયેલા સત્તાવાર સ્કોરર્સ એસપી સિંઘ, કાનપુરના એપી સિંઘ, પ્રશાંત ચતુર્વેદી અને પ્રયાગરાજના અખિલેશ ત્રિપાઠીને ઘણી ટેસ્ટ, વનડે, ટી 20, આઈપીએલ અને ફર્સ્ટ ક્લાસ મેચોનો અનુભવ છે. આ સાથે મનોજ પુંડિર (વેન્યુ ઓપરેશન મેનેજર), જી.એસ. લક્ષ્મી અને નીલિમા જોગલેકર મેચ રેફરી રહેશે.

વન ડે સિરીઝ

  • 7 માર્ચ: પ્રથમ વનડે
  • 9 માર્ચ: બીજી વનડે
  • 12 માર્ચ: ત્રીજી વનડે
  • 14 માર્ચ: ચોથી વનડે
  • 17 માર્ચ: પાંચમો વનડે

ટી 20 સિરીઝ

  • 20 માર્ચ: પ્રથમ ટી 20 મેચ (ડે નાઇટ)
  • 21 માર્ચ: બીજી ટી 20 મેચ (ડે નાઇટ)
  • 24 માર્ચ: ત્રીજી ટી 20 મેચ

ABOUT THE AUTHOR

...view details