ગુજરાત

gujarat

તારીખ 17 જાન્યુઆરીએ શનિ કુંભ રાશિમાં પ્રવેશ કરશે, કેવી પડશે રાશિઓ પર અસર

By

Published : Jan 12, 2023, 3:53 PM IST

તારીખ 17 જાન્યુઆરીએ શનિ કુંભ રાશિમાં (shani rashi parivartan 2023) પ્રવેશ કરશે. આ સંયોગ 30 વર્ષ પછી આવ્યો છે. કેમ કે શનિ પોતાની જ રાશિ કુંભ (Aquarius) રાશિમાં પ્રવેશ કરશે. તારીખ 17 જાન્યુઆરી, 2023 ના રોજ રાત્રે 8:02 કલાકે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. કુંભ રાશિમાં પ્રવેશ્યા પછી કઈ રાશિ (Saturn will enter Aquarius) પર કેવી અસર પડશે.

તારીખ 17 જાન્યુઆરીએ શનિ કુંભ રાશિમાં પ્રવેશ કરશે, કેવી પડશે રાશિઓ પર અસર
તારીખ 17 જાન્યુઆરીએ શનિ કુંભ રાશિમાં પ્રવેશ કરશે, કેવી પડશે રાશિઓ પર અસર

શનિ 30 વર્ષ પછી કુંભ રાશિમાં (Aquarius) શનિ પ્રવેશ કરશે. આ સંયોગ ધણા લાંબા સમય પછી આવ્યો છે. અને હવે કેટલા સમય પછી આવશે તે પણ નક્કી નથી. ત્યારે શનિ કુંભ રાશિમાં પ્રવેશ કર્યા બાદ શું અસર પડશે. અને બીજી રાશી પર શનિની શું (saturn enter in kumbh rashi after 30 years) અસર પડશે.જાણો આ અહેવાલમાં.

મેષરાશિના વ્યક્તિઓ માટે શનિને દસમા ઘર અને લાભના ઘરનો સ્વામી માનવામાં આવે છે. ભગવાન શનિને શુભ લાભ આપનાર કહેવાય છે. જે પણ રાશીમાં પ્રવેશ કરશે તેમને લાભ તો મળશે. મેષ રાશીને નવા વર્ષમાં તમને નવી ઉર્જા મળી શકે છે.લાંબા સમયથી અટકેલા કામ ફરી શરૂ થઈ શકે છે. વ્યાપાર ક્ષેત્રે લાભ મળી શકે છે. મિત્રોનો સહયોગ પણ મળી શકે છે. આ રાશી વાળાને સંતાનો તરફથી ગર્વ અને સહકારની અનુભૂતિ કરવાનો મોકો પણ મળી શકે છે. શનિદેવની કૃપાથી અભ્યાસમાં તમારી રુચિ વધી શકે છે.

આ પણ વાંચો સંતાન પ્રાપ્તિ માટે શનિ પ્રદોષનું વ્રત, જાણો પૂજા પદ્ધતિ અને મુહૂર્ત વિશે

વૃષભ રાશિના લોકો માટે શનિદેવ રાજયોગ કારક માનવામાં આવે છે. રાશિમાં આવતા શનિ દેવતા વધુ (Saturn will enter Aquarius) બળવાન બને છે. શનિ દેવતાના આગમનને કારણે વૃષભ રાશિના વતનીઓનું ભાગ્ય બદલાવા જઈ રહ્યું છે. શનિ દેવતા ધન રાશિમાં આવવાના છે. શનિ દેવતા રાશિ પરિવર્તનના કારણે વૃષભ રાશિના લોકોને આગામી કેટલાક વર્ષોમાં કાર્યક્ષેત્રમાં પ્રમોશન મળી શકે છે. લાંબા સમયથી પરિણામની રાહ જોવી પણ સમાપ્ત થઈ શકે છે.

આ પણ વાંચો Shani Jayanti સોમવતી અમાસ અને શનિ જયંતિના પાવન પર્વે કરો શનિ મહારાજના દર્શન

મિથુનઆ રાશીવાળાને ધનલાભ મળવાની સંભાવના છે. પારિવારિક તરફથી તમારા જીવનમાં જે અવરોધો આવી રહ્યા હતા તે ખૂબ જ જલ્દી સમાપ્ત થવા જઈ રહ્યા છે. જો તમે કોઈ જૂના રોગથી પીડિત છો તો હવે તેનાથી રાહત મળી શકે છે. ભગવાન શનિ કૃષ્ણના સંક્રમણથી તમે તમારા મિત્રોના સહયોગથી સમાજમાં સારા કામ કરી શકશો. તમારી હિંમત અને બહાદુરીમાં વધારો જોવા મળશે. તમે મુસાફરીથી પણ લાભ મેળવી શકો છો.

કર્કભગવાન શનિ સાતમા અને આઠમા ઘરના સ્વામી બનીને મૃત્યુ સમાન કાર્ય કરે છે. તમારે માનસિક તણાવનો પણ સામનો કરવો પડી શકે છે. શનિની સ્થિતિ ઠીક ન થાય ત્યાં સુધી તમારા સાસરિયાઓ સાથે વ્યવહાર ન કરો.આવા સમયે પરિવારના સભ્યો સાથે તમારો ઝઘડો થઈ શકે છે.આ સમયગાળા દરમિયાન ઉધાર લીધેલા પૈસા અટકી શકે છે. આવી સ્થિતિમાં તમારી વાણી પર નિયંત્રણ રાખો. અન્યથા તમારે ભારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે. આ સમયગાળા દરમિયાન કોઈ નવું કાર્ય શરૂ ન કરો.આ સમય તમારા માટે અનુકૂળ નથી.

સિંહશનિના આવા સંક્રમણને કારણે તમારા દાંપત્ય જીવનમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે. તમારા પ્રેમ સંબંધો વચ્ચે મતભેદની સ્થિતિ આવી શકે છે. આ સમયે તમારી પત્નીના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપો. કામકાજ કરનાર વ્યક્તિને તેના વરિષ્ઠોની મદદથી સફળતા મળી શકે છે. શનિના સંક્રાંતિને કારણે તમારા પિતા સાથે મતભેદ થઈ શકે છે. શનિની ખરાબ સ્થિતિને કારણે તમને માનસિક તણાવ પણ થઈ શકે છે.

ABOUT THE AUTHOR

...view details