ગુજરાત

gujarat

Sanjay rautની ટીપ્પણીમાં ભારત-પાકિસ્તાન અને આમિર-કિરણ રાવનો સંદર્ભ શું છે?

By

Published : Jul 5, 2021, 3:22 PM IST

ભાજપ-શિવસેના વચ્ચેના સંબંધો ભારત-પાકિસ્તાન જેવા નહીં પણ આમિર ખાન અને કિરણ રાવ જેવા છે. શિવસેનાના નેતા સંજય રાઉતે (sanjay-raut) આવું કેમ કહ્યું? ભાજપ પ્રદેશ અધ્યક્ષે પણ ભાજપ-શિવસેનાના સંબંધો અંગે નિવેદન આપ્યું છે. છેવટે, આ નિવેદનબાજી શા માટે થઈ રહી છે અને કોણે શું કહ્યું તે જાણવા સંપૂર્ણ સમાચાર વાંચો.

સંજય રાઉતની ટીપ્પણીમાં  ભારત-પાકિસ્તાન અને આમિર-કિરણ રાવનો સંદર્ભ શું છે?
સંજય રાઉતની ટીપ્પણીમાં ભારત-પાકિસ્તાન અને આમિર-કિરણ રાવનો સંદર્ભ શું છે?

  • મહારાષ્ટ્રની રાજનીતિમાં નિવેદનબાજી
  • ભાજપ અને શિવસેનાના નેતાઓની સામસામી નિવેદનબાજી
  • ભાજપ-શિવસેના ફરી સાથે આવવાના સંદર્ભે નિવેદનબાજી

હૈદરાબાદઃ ભાજપ અને શિવસેના વચ્ચેના સંબંધ અંગે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નિવેદન બાદ રાજકીય કોરિડોરમાં હંગામો મચવાનો ગણગણાટ શરૂ થયો છે. ફડણવીસે કહ્યું હતું કે ભાજપ અને શિવસેના દુશ્મન નથી. જે અંગે ભાજપ અને શિવસેનાના નેતાઓનાં નિવેદનો બહાર આવ્યાં છે.

BJP- Shivsena શિવસેના આમિર ખાન અને કિરણ રાવની જેમ છેઃ Sanjay raut

ભાજપ અને શિવસેના વચ્ચેના સંબંધો અંગે શિવસેનાના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે (Sanjay raut) કહ્યું કે ભાજપ અને શિવસેના ભારત-પાકિસ્તાન નથી. તેમણે ભાજપ અને શિવસેનાની તુલના આમિર ખાન અને કિરણ રાવના સંબંધો સાથે કરી હતી. રાઉતે કહ્યું કે ભાજપ-શિવસેના આમિર ખાન અને કિરણ રાવની જેમ છે, આપણા રાજકીય માર્ગો જુદા છે પણ મિત્રતા અકબંધ રહેશે.

...પણ સાથે મળીને સરકાર નહીં બનાવી શકીએઃ ચંદ્રકાન્ત પાટીલ

દેવેન્દ્ર ફડણવીસના (Devendra Fadanvis) નિવેદન પર મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કહ્યું કે તે 100 ટકા સાચું છે કે ભાજપ અને શિવસેના શત્રુ નથી. પરંતુ આનો અર્થ એ નથી કે આપણે સાથે મળીને સરકાર બનાવી લઇશું.

ભાજપ-શિવસેનાના સંબંધો અંગે સામસામી બયાનબાજી

આ પણ વાંચોઃ ફાદર સ્ટેન સ્વામીની સ્વાસ્થ્ય સંબંધી સ્થિતીની ફરિયાદ મુદ્દે મહારાષ્ટ્ર સરકારને નોટિસ

દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું હતું ?

રવિવારે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadanvis) કહ્યું હતું કે ભાજપ અને શિવસેના દુશ્મન નથી. તેમ છતાં તેઓ વચ્ચે મુદ્દાઓને લઇને મતભેદો છે અને રાજકારણમાં કોઈ આભડછેટ નથી હોતી.

શું ભૂતપૂર્વ બંને સાથીઓ ફરી એકસાથે આવે તેવી સંભાવના છે એમ પૂછવામાં આવ્યું ત્યારે ફડણવીસે કહ્યું કે પરિસ્થિતિને આધારે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથેની તાજેતરની તેમની મુલાકાત અને ભાજપ (BJP) અને શિવસેના (Sivsena)ફરીથી એકસાથે થવાની સંભાવના વિશે પૂછવામાં આવતા ફડણવીસે કહ્યું કે રાજકારણમાં કોઈ આભડછેટ નથી. સંજોગો અનુસાર નિર્ણય લેવામાં આવે છે

મહારાષ્ટ્ર વિધાનસભાના વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ભાજપ અને શિવસેના દુશ્મન નથી, જોકે મતભેદો હોવા છતાં પરિસ્થિતિ અનુસાર યોગ્ય નિર્ણય લેવામાં આવશે. ફડણવીસે કહ્યું કે અમારા મિત્ર (શિવસેના) એ 2019ની વિધાનસભાની ચૂંટણી અમારી સાથે લડી હતી. પરંતુ ચૂંટણી બાદ તેઓ (શિવસેના) એ જ લોકો (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ)ની સાથે હાથ મિલાવ્યાં જેની સામે અમે ચૂંટણી લડી હતી.

આ પણ વાંચોઃ ભાગવતના નિવેદન પર દિગ્ગીની ટિપ્પણી, ઓવૈસીએ કહ્યું - આ નફરત હિન્દુત્વની દેન છે...

ABOUT THE AUTHOR

...view details