ગુજરાત

gujarat

ભારતમાં આતંકી હુમલાનું કાવતરૂ ઘડનારા ત્રાસવાદીની રશિયાએ કરી ધરપકડ

By

Published : Aug 22, 2022, 2:44 PM IST

Updated : Aug 22, 2022, 3:33 PM IST

રશિયાએ ભારતમાં આતંકવાદી હુમલાની યોજના બનાવી રહેલા ISના આત્મઘાતી બોમ્બરની ધરપકડ કરી છે. ભારતમાં મોટા તહેવારો શરૂ થવાના છે.એવામાં આ પ્રકારના કેસ સામે આવતા તપાસ એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, રશિયાએ ભારત સાથેની મિત્રતા નિભાવતા આ અંગેની જાણકારી આપી હતી. Russian Federal Security Service, Detained a suicide bomber, Member of the Islamic State

Etv Bharatભારતમાં આતંકી હુમલાનું કાવતરૂ ઘડનારા ત્રાસવાદીની રશિયાએ કરી ધરપકડ
Etv Bharatભારતમાં આતંકી હુમલાનું કાવતરૂ ઘડનારા ત્રાસવાદીની રશિયાએ કરી ધરપકડ

મોસ્કોઃરશિયાએ ભારત વિરૂદ્ધ કાવતરું (Terror Conspiracy for India) ઘડનાર એક આતંકવાદીને (Detained a suicide bomber) પકડી લીધો છે. આ આતંકવાદી અતિ ઘાતકી આતંકવાદી (Member of the Islamic State) પ્રવૃત્તિને અંજામ આપવા માટે રશિયાથી ભારતમાં આવવાનો હતો. પરંતુ રશિયાએ ભારત સાથે મિત્રતા નિભાવતા આતંકવાદીઓની યોજનાને નિષ્ફળ બનાવી દીધી હતી. જેને લઈને એક મોટું જોખમ ટળી ગયું છે.

આ પણ વાંચોઃ VIDEO મહિલાનું શરમજનક કૃત્ય, ઇશારા કરી સિક્યોરિટી ગાર્ડ સાથે કર્યું...

ષડયંત્ર હતુંઃ ભારતના એક મોટા નેતા વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આ આતંકવાદી ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલો છે, જે આત્મઘાતી હુમલાની યોજના બનાવી રહ્યો હતો. રશિયન ડિફેન્સ સિક્યુરિટી એજન્સી (FSB) એ સોમવારે આતંકવાદીની ધરપકડ કરી છે. એમનો હેતું અને બીજા કેટલાક મુદ્દાઓની રશિયા તપાસ કરી રહ્યું છે. ભારતમાં સત્તા પર રહેલા એક નેતાની હત્યાનું કાવતરૂ ઘડવામાં આવ્યું હતું. જે એક આત્મઘાતી પ્લાન હતો.

આ પણ વાંચોઃ સુરતમાં મહિલા પોલીસ કર્મચારીને સતર્કતાથી બાળકી હવસનો શિકાર થતી બચી

એજન્સીનો દાવોઃ એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, રશિયાની તપાસ એજન્સી ફેડરલ સિક્યુરિટી સર્વિસે એવો દાવો કર્યો હતો કે, આ આરોપીએ એપ્રિલથી લઈને જૂન સુધી તુર્કીમાં આતંકી ટ્રેનિંગ લીધી હતી. જ્યાં એને આત્મઘાતી હુમલો કેવી રીતે કરવો એની તાલિમ આપવામાં આવી હતી. સોશિયલ નેટવર્કિંગ એપ્લિકેશન ટેલિગ્રામ મારફતે ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયો હતો. રશિયા થઈને ઈન્ડિયા પહોંચવાના પ્લાનમાં હતો. કોઈ પણ ઘટનાને તે અંજામ આપે એ પહેલા એને ઝડપી લેવાયો હતો.

Last Updated : Aug 22, 2022, 3:33 PM IST

ABOUT THE AUTHOR

...view details