ગુજરાત

gujarat

Accident: PMએ બારાબંકી માર્ગ અકસ્માત અંગે દુ:ખ વ્યક્ત કર્યું, 2 લાખના વળતરની કરી જાહેરાત

By

Published : Jul 28, 2021, 7:11 AM IST

Updated : Jul 28, 2021, 10:43 AM IST

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના રામસનેહીઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લખનઉ-અયોધ્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રક અને બસ ગમખ્વીર અકસ્માત સર્જાયો હતો. જેમાં 18 લોકોનાં મોત નીપજ્યાં હતા. જ્યારે 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને લખનઉ ટ્રોમા સેન્ટર રિફર કરાયા છે. આ દુર્ઘટના મંગળવારના રોજ મોડી રાત્રી 1.30 વાગ્યે બની હતી. બસ હરિયાણાથી બિહાર જઇ રહી હતી.

યુપીના બારાબંકી નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, 18 ના મોત
યુપીના બારાબંકી નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, 18 ના મોત

  • બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત
  • જેમાં 18 લોકોના મોત નિપજ્યા
  • 15 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા

ઉતર પ્રદેશ: (બારાબંકી) જિલ્લામાં બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો. જેમાં 18 લોકોના મોત નિપજ્યા છે. જેમાંથી 15 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. લખનૌઉ -અયોધ્યા નેશનલ હાઈવે પર બસને તેજ રફતારથી આવી રહેલી ટ્રકે ટક્કર મારતા આ દૂર્ઘના સર્જાઇ હતી. તમામ ઈજાગ્રસ્તોને લખનઉની ટ્રોમાં સેન્ટરમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. આ અકસ્માતની ઘટના મંગળવારના રોજ મોળી રાત્રે બની હતી. બસ હરિયાણાથી બિહાર જઇ રહી હતી.

અકસ્માદમાં 18 લોકોનાં મોત

પોલીસના જણાવ્યા અનુસાર, અયોધ્યા બોર્ડર પર કલ્યાણી નદી પુલ પર ડબલ ડેકર બસ રાત્રીના એક વાગ્યાના સમયે બંધ થઇ હતી. ભારે વરસાદને કારણે ડ્રાઇવર અને ઓપરેટર બસ બાજુમાં પાર્ક કરીને મરામત કરી રહ્યા હતા. તે દરમિયાન લખનઉ બાજુથી એક ટ્રક હાઇ સ્પીડમાં 0આવી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે, ઘટના સ્થળ પર જ 18 લોકોનાં મોત નીપજ્યાં હતા.

આ પણ વાંચો: સાવા પાટિયા નજીક સર્જાયો અકસ્માત, 01નું મોત

ડબલ ડેકર બસ હરિયાણાથી બિહાર જઇ રહી હતી

ડબલ ડેકર બસ હરિયાણાથી બિહાર તરફ જઇ રહી હતી, ત્યારે રામસનેહીઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોડી રાત્રે લખનઉ-અયોધ્યા હાઇવે પર કલ્યાણી નદી પાસે બસ ખરાબ થઇ હતી. તે દરમિયાન બસની સરવિસ કરી રહ્યા હતા તે દરમિયાન લખનઉ તરફથી આવી રહેલી એક ટ્રક બસ સાથે અથળાઈ હતી જેના કારણે આ અકસ્માતમાં 11 જેટલા લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં અને હોસ્પિટલ જતા માર્ગમાં 7 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

બસ હાઈવે પર ખરાબ થઇ હતી

એસપીએ જણાવ્યું હતું કે, બસ હાઈવે પર ખરાબ થઇ હતી, જેના કારણે બસના કેટલાક મુસાફરો બસની અંદર અને કેટલાક બહાર ચાલતા હતા. આ દરમિયાન પાછળથી આવી રહેલી એક ઝડપી રસ્તે આવી રહેલી ટ્રકે તેને ટક્કર મારી હતી. પોલીસે સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: એંધલ ગામે હાઇવે પર ટેમ્પો અને ટેન્કર વચ્ચે ટક્કર, અકસ્માત CCTV ફૂટેજમાં કેદ

એડીજી ઝોન સ્થળ પર લખનઉ પહોંચ્યા હતા

અકસ્માત બાદ બારાબંકી જિલ્લા હોસ્પિટલમાં પહોંચેલા એડીજીએ જણાવ્યું હતું કે, બસ હરિયાણાથી બિહાર તરફ જઇ રહી હતી, ત્યારે બસ માર્ગમાં ખરાબ થતા તે રસ્તામાં સ્ટોપ કરાવામાં આવી હતી. તે દરમિયાન પાછળથી ટ્રક આવતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 18 લોકોનાં મોત નીપજ્યાં હતા. જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલ બારાબંકી લાવવામાં આવ્યા છે. આ પછી ગંભીર રીતે ઘાયલ લોકોને સારવાર માટે ટ્રોમા સેન્ટર લખનઉ રીફર કરાયા છે.

વડાપ્રધાને ટ્વિટ કરીને જણાવ્યું

વડાપ્રધાને ટ્વિટ કરીને જણાવ્યું કે, યુપીના બારાબંકીમાં માર્ગ અકસ્માતના સમાચારથી ખૂબ દુ:ખી છું. અસગ્રસ્ત પરિવારો પ્રત્યેની મારી સંવેદના મેં સીએમ યોગીજી સાથે પણ વાત કરી છે. ઇજાગ્રસ્ત તમામ સાથીઓની યોગ્ય સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. PMએ ટ્વીટ કર્યું છે કે, PMNRFએ બારાબંકીમાં થયેલા દુ: ખદ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવનારા લોકોના પરિવાર માટે દરેકને 2 લાખ રૂપિયા અને ઘાયલ લોકોને 50,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.

સીએમ યોગીએ દુ:ખ વ્યક્ત કર્યું

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે બારાબંકી જિલ્લાના થાણાના રામસાનેહી ઘાટ વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકના અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો. મુખ્યપ્રધાને આ અકસ્માતમાં ઘાયલ લોકોને યોગ્ય સારવાર મળે અને અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ અને રાહત આપવા સુચના આપી છે.

Last Updated : Jul 28, 2021, 10:43 AM IST

ABOUT THE AUTHOR

...view details