ગુજરાત

gujarat

પરમબીર-દેશમુખ કેસ: કેન્દ્રિય પ્રધાનનો ઉદ્ધવ ઠાકરેને સવાલ, એક પ્રધાનનો ટાર્ગેટ 100 કરોડ, તો બાકીના પ્રધાનોનો કેટલો?

By

Published : Mar 21, 2021, 8:14 PM IST

પરમબીર-દેશમુખ પ્રકરણમાં કેન્દ્રિય પ્રધાન રવિશંકર પ્રસાદે ઉદ્ધવ ઠાકરેને સવાલ કર્યો હતો કે, એક પ્રધાનનો ટાર્ગેટ 100 કરોડ, તો બાકીના પ્રધાનોનું કેટલો?

પરમબીર-દેશમુખ કેસ: કેન્દ્રિય પ્રધાનનો ઉદ્ધવ ઠાકરેને સવાલ, એક પ્રધાનનો ટાર્ગેટ 100 કરોડ, તો બાકીના પ્રધાનોનો કેટલો?
પરમબીર-દેશમુખ કેસ: કેન્દ્રિય પ્રધાનનો ઉદ્ધવ ઠાકરેને સવાલ, એક પ્રધાનનો ટાર્ગેટ 100 કરોડ, તો બાકીના પ્રધાનોનો કેટલો?

  • કેન્દ્રિય પ્રધાન રવિશંકર પ્રસાદે ઉદ્ધવ ઠાકરેની સરકાર પર કર્યા પ્રહાર
  • વર્ષો અગાઉ સસ્પેન્ડ થયેલા સચિન વાઝેની કોના દબાણ હેઠળ ભરતી કરાઈ?
  • પૂર્વ કમિશનર પરમવીર શરદ પવારને શા માટે બ્રીફ કરતા હતા?

નવી દિલ્હી: કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે પરમબીર-દેશમુખ પ્રકરણ અંગે પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, મુંબઈના પૂર્વ પોલીસ કમિશનરે મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન અને રાજ્યપાલને પત્ર લખીને કહ્યું હતું કે, મહારાષ્ટ્ર સરકારના ગૃહ પ્રધાને સચિન વાઝેને એક મહિનામાં 100 કરોડ રૂપિયાનો બંદોબસ્ત કરવાનું કહ્યું હતું.

આ ભ્રષ્ટાચાર નહી પરંતુ ઓપરેશન લૂંટ

રવિશંકર પ્રસાદે કહ્યું કે, આ પ્રકરણથી એક ગંભીર પ્રશ્ન ઉભો થાય છે. જો મુંબઈમાંથી જ 100 કરોડ રૂપિયાનો ટાર્ગેટ હતો, તેથી કૃપા કરીને ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારજીને કહો કે આખા મહારાષ્ટ્રનો ટાર્ગેટ જણાવે? જો એક પ્રધાનનું લક્ષ્ય 100 કરોડ હતું, તો અન્ય પ્રધાનોનો ટાર્ગેટ શું હતો? તેમણે વધુમાં કહ્યું હતું કે, આ પ્રકરણને ભ્રષ્ટાચાર નહી પરંતુ ઓપરેશન લૂંટ કહેવામાં આવે છે.

હું શરદ પવારને પણ બ્રીફ કરતો હતો: પરમબીર સિંહ

પૂર્વ કમિશનર પરમબીર સિંહે કહ્યું હતું કે, હું શરદ પવારને પણ બ્રીફ કરતો હતો. શરદ પવાર મહારાષ્ટ્ર સરકારનો ભાગ નથી, તો એક પોલીસ કમિશનર તેમને શા માટે બ્રીફ કરી રહ્યા હતા અને તેમણે એમ પણ કહ્યું હતું કે, પૈસાની માગ કરવામાં આવી રહી છે. તો શરદ પવારે આ અંગે શું કાર્યવાહી કરી?

કોરોનામાં પોલીસકર્મીઓ બીમાર પડતા સચિન વાઝેની નિમણૂક કરાઈ?

રવિશંકર પ્રસાદે કહ્યું કે, સચિન વાઝેની કોના દબાણ હેઠળ નિમણૂક કરવામાં આવી હતી? આ શિવસેનાનું દબાણ હતું, મુખ્યપ્રધાનનું દબાણ હતું કે, શરદ પવારનું દબાણ હતું? સચિન વાઝેને બચાવવા શું મજબૂરી હતી, સચિન વાઝેના પેટમાં બીજા ક્યા રહસ્યો દબાયેલા છે? તેમણે ઉમેર્યું હતું કે, સચિન વાઝેને વર્ષોથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વર્ષો બાદ તેમની નિમણૂક કોરોના યુગમાં કરવામાં આવી હતી અને એવું કહેવામાં આવતું હતું કે, કોરોનામાં પોલીસકર્મીઓ બીમાર પડી રહ્યા હોવાથી તેમને લેવામાં આવી રહ્યા છે. ભાજપ તરફથી પહેલો સવાલ એ છે કે, સચિન વાઝેની કોના દબાણ હેઠળ નિમણૂક કરવામાં આવી હતી?

ABOUT THE AUTHOR

...view details