ગુજરાત

gujarat

IPL 2023 :  રાજસ્થાન સામે હૈદરાબાદ છેલ્લી ઓવરના છેલ્લા નો બોલમાં 4 વિકેટથી જીત્યું

By

Published : May 7, 2023, 9:06 PM IST

Updated : May 7, 2023, 11:35 PM IST

TATA IPL 2023ની 52મી મેચ રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઇ હતી. જેમાં RRની ટીમે પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 214 રન બનાવ્યા હતા અને SRHની ટીમને જીતવા માટે 215 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબમાં સનરાઈઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 217 રન બનાવ્યા હતા. આમ ભારે રસાકસી વચ્ચે હૈદરાબાદ 6 વિકેટથી જીત મેળવી હતી.

Etv Bharat
Etv Bharat

જયપુરઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની 52મી મેચ જયપુરમાં આવેલ સવાઇ માન સિંહ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઇ હતી. જેમાં RRની ટીમએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને 20 ઓવરમા 2 વિકેટે 214 રન બનાવ્યા હતા. તેમજ SRHની ટીમને જીતવા માટે 215 રનનો લક્ષ્યાંક આપ્યો છે. જો કે ભારે રસાકસી વચ્ચે સનરાઈઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 217 રન બનાવ્યા હતા. હૈદરાબાદ મેચ હારી જ ગયું હતું. પણ 20મી છેલ્લી ઓવરમાં છેલ્લા બોલે નો બોલ મળ્યો, જેથી એક રન મળ્યો અને એક બોલ રમવા મળ્યો. નો બોલમાં જે વધારાનો એક બોલ રમવા મળ્યો તેમાં સિક્સ મારી હતી અને હૈદરાબાદ જીતી ગયું હતું. આમ નો બોલે હૈદરાબાદને જીતાડ્યું હતું.

RRની બેટીંગ :ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવા ઉતરેલ રાજસ્થાનની ટીમે 2 વિકેટના નુકસાન પર 214 રન બનાવ્યા હતા. જેમાં યશસ્વિ જયસ્વાલએ 18 બોલમાં 35 રન, જોસ બટલરએ 59 બોલમાં 95 રન, સંજૂ સેમસનએ 38 બોલમાં 66 રન (અણનમ) અને શિમરન હેટમાયરએ 5 બોલમાં 7 રન (અણનમ) બનાવ્યા હતા.

SRHની બોલિંગ :હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 214 રન આપીને ફક્ત 2 જ વિકેટ લિધી હતી. જેમાં ભુવનેશ્વર કુમારએ 4 ઓવરમાં 1 વિકેટ, માર્કો જાનસેનએ 4 ઓવરમાં 1 વિકેટ, ટી.નટરાજનએ 4 ઓવરમાં 0 વિકેટ, માર્કાન્ડએ 4 ઓવરમાં 0 વિકેટ, અભિશેક શર્માએ 2 ઓવરમાં 0 વિકેેટ અને શર્માએ 2 ઓવરમાં 0 વિકેટ લિધી હતી.

સનરાઈઝર્સ હૈદરાબાદની બેટિંગઃ અનમોલપ્રિત સિંહ 25 બોલમાં 33 રન, અભિષેક શર્મા 34 બોલમાં 55 રન, રાહુલ ત્રિપાઠી 29 બોલમાં 47 રન, હેઈનરિચ ક્લાસીન(વિકેટ કિપર) 12 બોલમાં 26 રન, એઈડન માર્કરમ(કેપ્ટન) 5 બોલમાં 6 રન, ગ્લેન ફિલિપ્સ 7 બોલમાં 1 ચોક્કો ને 3 સિક્સ મારીને 25 રન, અબ્દુલ સમદ 7 બોલમાં 17 રન અને માર્કો જેનસન 2 બોલમાં 3 રન બનાવ્યા હતા. ટીમને 5 રન એકસ્ટ્રા મળ્યા હતા. અને ટીમનો કુલ સ્કોર 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 217 રન બનાવ્યા હતા.

રાજસ્થાન રોયલ્સની બોલીંગઃ સંદિપ શર્મા 4 ઓવરમાં 48 રન આપ્યા હતા. કુલદીપ યાદવ 4 ઓવરમાં 50 રન આપી એક વિકેટ લીધી હતી. રવિચન્દ્રન અશ્વિન 4 ઓવરમાં 35 રન આપી 1 વિકેટ લીધી હતી. યુઝવેન્દ્ર ચહલ 4 ઓવરમાં 29 રન આપી 4 વિકેટ ઝડપી હતી. મુરુગન અશ્વિન 3 ઓવરમાં 42 રન આપ્યા હતા. ઓબેદ મેકકોય 1 ઓવરમાં 13 રન આપ્યા હતા.

પોઈન્ટ્સ ટેબલ(IPL 2023 Points Table)ગુજરાત ટાઈટન્સ 16 પોઈન્ટ સાથે પ્રથમ નંબરે રહ્યું હતું. બીજા નંબરે ચેન્નાઈ સુપર કિંગ્સ 13 પોઈન્ટ, ત્રીજા નંબરે લખનઉ સુપર જાયન્ટ્સ 11 પોઈન્ટ, ચોથા નંબરે રાજસ્થાન રોયલ્સ 10 પોઈન્ટ અને પાંચમાં નંબરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ 10 પોઈન્ટ હતા. મુંબઈ ઈન્ડિયન્સ 10 પોઈન્ટ, પંજાબ કિંગ્સ 10 પોઈન્ટ, કોલકત્તા નાઈટ રાઈડર્સ 8 પોઈન્ટ, સનરાઈઝર્સ હૈદરાબાદ 8 પોઈન્ટ અને દિલ્હી કેપિટલ્સ 8 પોઈન્ટ હતા.

બન્ને ટીમોનું પોઇન્ટ ટેબલમાં સ્થાન : આ સિઝનમાં બંને ટીમોના અત્યાર સુધીના પ્રદર્શનની વાત કરીએ તો 10 માંથી 5 મેચ જીત્યા બાદ રાજસ્થાન રોયલ્સ 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. બીજી તરફ, સનરાઇઝર્સ હૈદરાબાદનું પ્રદર્શન આ સિઝનમાં ખાસ રહ્યું નથી અને 9 મેચમાંથી માત્ર 3 મેચ જીત્યા બાદ તે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના 10માં સ્થાને છે. સનરાઇઝર્સની તાકાત તેની બોલિંગ છે. સાથે જ રાજસ્થાનની તાકાત તેની બેટિંગ છે. આવી સ્થિતિમાં આજે બંને ટીમો વચ્ચે જોરદાર મુકાબલો થવાની આશા છે.

રાજસ્થાન રોયલ્સનું પ્લેઈંગ-11

યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (wk/c), જો રૂટ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રવિચંદ્રન અશ્વિન, મુરુગન અશ્વિન, સંદીપ શર્મા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ

સનરાઇઝર્સ હૈદરાબાદનું પ્લેઇંગ-11

અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ (સી), હેનરિક ક્લાસેન (wk), ગ્લેન ફિલિપ્સ, અબ્દુલ સમદ, માર્કો જોન્સન, વિવંત શર્મા, મયંક માર્કંડે, ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન

Last Updated :May 7, 2023, 11:35 PM IST

TAGGED:

RR vs SRH

ABOUT THE AUTHOR

...view details