ગુજરાત

gujarat

ત્રિપુરા : ડ્રગ્ય માફિયાના ઘરે છાપામારી, એકની ધરપકડ

By

Published : Mar 22, 2021, 2:17 PM IST

અગરતલા પોલીસે ડ્રગ્સ માફિયાના ઘરે છાપામારી કરીને તેની ઘરપકડ કરી છે. તેના ઘરેથી 8થી 10 લાખની સામગ્રી જપ્ત કરી છે. જણાવવામાં આવે છે કે, અગરતલામાં આ જ માફિયાઓ ડ્રગ્સનો પુરવઠો પુરો પાડે છે.

પોલીસે કબ્જે કરેલી સામગ્રી
પોલીસે કબ્જે કરેલી સામગ્રી

  • ત્રિપુરાના અગરતલામાં પોલીસની મોટી સફળતા
  • ડ્રગ્સ માફિયાને ત્યાં દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી
  • રાજુ અને ગેહના પોલીસન પાસેથી છટકી ગયા હતા

અગરતલા :ત્રિપુરાના અગરતલામાં ડ્રગ્સની દાણચોરીને કાબૂમાં લાવવાની દિશામાં પોલીસને મોટી સફળતા મળી છે. રવિવારે પોલીસે કુખ્યાત ડ્રગ્સ માફિયા નાહિદ મિયાની તેના ઘરેથી ધરપકડ કરી હતી. એસ.ડી.પી.ઓ. સદર રમેશ યાદવની આગેવાની હેઠળની પોલીસ ટીમે નાહિદના ઘરે દરોડો પાડ્યો હતો અને તેને પકડવામાં સફળતા રહી હતી. આ ઉપરાંત ઘરની શોધમાં તેના ઘરમાંથી 8થી 10 લાખ રૂપિયાના ડ્રગ્સ પણ મળી આવ્યા હતા.

નાહિદ મિયા, રાજુ દાસ અને ગેહના પ્રખ્યાત ડ્રગ્સ માફિયા


એસ.ડી.પી.ઓ.ના જણાવ્યા મુજબ, નાહિદ મિયા, રાજુ દાસ અને ગેહના નામના ડ્રગ માફિયા આ વિસ્તારમાં પ્રખ્યાત છે. આ ત્રણ લોકો અગરતલામાં પુરા પાડવામાં આવતી ડ્રગ્સ માટે જવાબદાર છે. રવિવારે દરેક સામે દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી હતી. રાજુ અને ગેહના કોઈક રીતે પોલીસની ટીમમાંથી છટકી ગયા હતા. બીજી બાજુ, નાહિદને શોધી કાઢવામાં આવ્યો હતો.

પોલીસે કબ્જે કરેલી સામગ્રી

આ પણ વાંચો : 197.94 ગ્રામ MD ડ્રગ્સ સાથે એક મહિલાને સુરત રેલવે સ્ટેશન પાસેથી પોલીસે ઝડપી

નાહિદ સરહદ પાર કરી બાંગ્લાદેશ જતો

એસ.ડી.પી.ઓ.એ જણાવ્યું હતું કે, એમજીએમ માર્કેટ વિસ્તારમાંથી નાહિદ કામ કરતો હતો. તે સરહદ પાર કરી બાંગ્લાદેશ જતો હતો. એવી પણ આશંકા છે કે, તે બાંગ્લાદેશથી ડ્રગ્સની આયાત પણ કરતો હતો. મળેલી બાતમી મુજબ, તે આખા શહેરમાં ડ્રગનો ધંધો ચલાવતો હતો.

ગુનેગારો પાસેથી 92,000 રોકડા રુપિયા મળી આવ્યા

પોલીસે ગુનેગારો પાસેથી 92,000 રુપિયા રોકડા, આઠ મોબાઇલ ફોન, એક કેટીએમ મોટરસાઇકલ, એક સ્કૂટી, બ્રાઉન સુગરથી ભરેલી 470 શીશી, ડ્રગ્સથી ભરેલા પાંચ ગ્રામ પાઉચ, 2,000થી વધારે ખાલી શીશી અને ત્રણ પાસપોર્ટ કબ્જે કર્યા હતા.

આ પણ વાંચો : ATS મહેસાણા પોલીસનું સંયુક્ત ઓપરેશન, 3.90 લાખનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

પોલીસે કબ્જે કરેલી સામગ્રીનું મુલ્ય 8થી 10 લાખ રુપિયા


પોલીસે કહ્યું કે કબ્જે કરેલી સામગ્રીનું મુલ્ય 8થી 10 લાખ રુપિયાને પાર હોઇ શકે છે. સૂત્રોએ એ પણ કહ્યું કે, પોલીસ દ્વારા પીછો કરવા પર નાહિદ હિંસક થઇ ગયો હતો અને તેની પાછળ ચાલી રહેલી પોલીસની ટીમ પર હુમલો કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details