ગુજરાત

gujarat

રાહુલ ગાંધીએ ટ્વીટ કરી ખટ્ટર પર સાધ્યું નિશાન

By

Published : Jul 3, 2021, 12:24 PM IST

કોરોના વેક્સિન અંગે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા ટ્વીટ કર્યું હતું કે, જુલાઇ આવી ગયો, પણ કોરોના વેક્સિન ન આવી. જેનો જવાબ આપતા હરિયાણાના મુખ્યપ્રધાન ખટ્ટરે ટ્વીટ કર્યું કે, રાહુલજી તમે હરિયાણા આવીને કોરોનાની વેક્સિન લઇ શકો છો.

રાહુલ ગાંધી
રાહુલ ગાંધી

  • રાહુલ ગાંધીએ ટ્વીટ કરી ખટ્ટર પર સાધ્યું નિશાન
  • જુલાઇ આવી ગયો, પણ કોરોના વેક્સિન ન આવી- રાહુલ ગાંધી
  • હરિયાણામાં આવીને પણ વેક્સિન લઇ શકે છે - ખટ્ટર

ચંદીગઢ : હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટર (Haryana Chief Minister Manohar Lal Khattar)એ શુક્રવારના રોજ કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી (Former Congress President Rahul Gandhi)ના ટ્વીટનો જવાબ આપતા ટ્વીટ કર્યું કે, રાહુલજી તમે હરિયાણા આવીને કોરોનાની વેક્સિન લઇ શકો છો.

જુલાઇ આવી ગયો, પણ કોરોના વેક્સિન ન આવી- રાહુલ ગાંધી

આ પહેલા રાહુલ ગાંધીએ દેશમાં કોરોનાની વેક્સિનની કથિત અછત અંગે શુક્રવારના રોજ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા ટ્વીટ કર્યું હતું કે, જુલાઇ આવી ગયો, પણ કોરોના વેક્સિન ન આવી. જેનો જવાબ આપતા હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટરે ટ્વીચ કર્યું હતું કે, રાહુલજી તમે હરિયાણા આવીને વેક્સિન લઇ શકો છે. આ સાથે તેમને કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરી શકો છો. જે માટે એપ પણ ઉપલ્બ્ધ છે.

હરિયાણામાં આવીને પણ વેક્સિન લઇ શકે છે - ખટ્ટર

ખટ્ટરે ટ્વીટમાં લખ્યું કે, તમે ઇચ્છો તો હરિયાણામાં આવીને પણ વેક્સિન લઇ શકે છે. જ્યા દુનિયાના સૌથી મોટા વેક્સિનેશન અભિયાન (vaccination campaign) અંતર્ગત મોટીસંખ્યામાં નાગરિકોનું વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details