ગુજરાત

gujarat

રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પાસે માંગ કરી કોરોના મૃતકોના સાચા આંકડા આપવામાં આવે અને મૃતકોના પરિજનોને 4 લાખનું વળતર

By

Published : Nov 24, 2021, 5:09 PM IST

રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પાસે માંગ કરી કોરોના મૃતકોના સાચા આંકડા આપવામાં આવે અને મૃતકોના પરિજનોને 4 લાખનું વળતર

કૉંગ્રેસના (Congress)પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ (Former congress President)એક ટ્વીટ કરીને સરકાર પાસે કોવિડ-19 (covid-19)મહામારીના કારણે જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાનું વળતર(compensation) આપવાની માંગ કરી છે.

  • ગુજરાતમાં કોરોના વાયરસના કારણે લગભગ ત્રણ લાખ લોકોના મોત થયા
  • રાહુલ ગાંધીએ BJP સરકારના 'ગુજરાત મોડલ' પર સવાલ ઉઠાવ્યા
  • ત્રણ લાખ મૃતકોના પરિવારને વધુ પૈસા મળવા જોઈએ

નવી દિલ્હી: કૉંગ્રેસના (Congress) પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ(Former President Rahul Gandhi) બુધવારે કહ્યું કે કોવિડ-19ને (covid-19)કારણે જીવ ગુમાવનાર દરેક વ્યક્તિના પરિવારને સરકારે 4 લાખ રૂપિયાનું વળતર (compensation)આપવું પડશે અને આ માટે તેમની પાર્ટી સરકાર પર દબાણ બનાવશે.તેમણે ટ્વિટર પર એક વીડિયો પણ જાહેર કર્યો જેમાં ગુજરાતમાં કોવિડને (corona in Gujarat) કારણે જીવ ગુમાવનારા ઘણા લોકોના પરિવારજનોની તરફેણ કરવામાં આવી છે અને દાવો કર્યો છે કે રાજ્યમાં કોરોના વાયરસના(Corona virus) કારણે લગભગ ત્રણ લાખ લોકોના મોત થયા છે.

રાહુલ ગાંધીએ ગુજરાત મોડલ' પર સવાલ ઉઠાવ્યા

આ વીડિયો દ્વારા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ભારતીય જનતા પાર્ટી (BJP) સરકારના 'ગુજરાત મોડલ'(Gujarat Model ') પર સવાલ ઉઠાવ્યા અને પૂછ્યું કે આ કેવા પ્રકારની સરકાર છે? કૉંગ્રેસ નેતાએ કહ્યું, 'ગુજરાત મોડલની ખૂબ ચર્ચા થાય છે. અમે જે પરિવારો સાથે વાત કરી હતી તે કહે છે કે કોવિડ દરમિયાન તેમને હોસ્પિટલમાં પથારી, ઓક્સિજન અને વેન્ટિલેટર નહોતા મળ્યા.

કોવિડને કારણે 10 હજાર લોકોના મોત થયા

જ્યારે તેઓને મદદની જરૂર હોય ત્યારે પણ તમે ત્યાં હોતા નથી. આ કેવા પ્રકારની સરકાર છે?' કૉંગ્રેસ નેતાએ દાવો કર્યો, 'ગુજરાત સરકાર કહે છે કે કોવિડને કારણે 10 હજાર લોકોના મોત થયા છે'. 'ગુજરાત મોડલ' ધરાવતા ગુજરાતમાં માત્ર 10 હજાર લોકોના પરિવારને 50-50 હજાર રૂપિયા આપવામાં આવી રહ્યા છે, જ્યારે ત્રણ લાખ મૃતકોના પરિવારને વધુ પૈસા મળવા જોઈએ.

કોવિડના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવાર માટે પૈસા નથી

વડાપ્રધાન પર નિશાન સાધતા તેમણે કહ્યું, 'વડાપ્રધાન પાસે પોતાના માટે વિમાન ખરીદવા માટે 8500 કરોડ રૂપિયા છે, પરંતુ કોવિડના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવાર માટે પૈસા નથી.' રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, 'કોવિડ સમયે કેટલાક ઉદ્યોગપતિઓને પૈસા આપવામાં આવ્યા હતા, તેમના ટેક્સ માફ કરવામાં આવ્યા હતા. આખું ભારત બે-ત્રણ ઉદ્યોગપતિઓને આપવામાં આવી રહ્યું છે. પરંતુ ગરીબ લોકોને કોવિડ વળતર આપવામાં આવી રહ્યું નથી.

સરકારે પીડિત પરિવારોને ચાર લાખ રૂપિયા આપવા પડશે

કૉંગ્રેસ પાર્ટીની બે માંગણીઓ છે કોરોનામાં મૃતકોના સાચા આંકડા આપવામાં આવે. કોરોનાને કારણે પોતાના પ્રિયજનોને ગુમાવનારા પરિવારોને ચાર લાખ રૂપિયા આપવામાં આવે. સરકારે પીડિત પરિવારોને ચાર લાખ રૂપિયા આપવા પડશે. અમે સરકાર પર પૂરેપૂરું દબાણ નાખીને આ કામ ચાલુ રાખીશું.

કોરોના જીવ ગુમાવનારા લોકોના સંબંધીઓને એક્સ-ગ્રેશિયાની રકમ પણ આપવામાં આવશે

કેન્દ્ર સરકારે સપ્ટેમ્બરમાં સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) એ કોવિડ-19ને કારણે જીવ ગુમાવનારા લોકોના પરિવારને 50,000 રૂપિયાની એક્સ-ગ્રેશિયાની ભલામણ કરી છે. કેન્દ્રએ એમ પણ કહ્યું હતું કે કોવિડ -19 રાહત કાર્યમાં સામેલ થવા અથવા મહામારીનો સામનો કરવા માટેની તૈયારીની પ્રવૃત્તિઓમાં સામેલ થવાને કારણે કોરોના કારણે જીવ ગુમાવનારા લોકોના સંબંધીઓને એક્સ-ગ્રેશિયાની રકમ પણ આપવામાં આવશે.

આ પણ વાંચોઃરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસીય ઉત્તર પ્રદેશની મુલાકાતે પહોંચ્યા

આ પણ વાંચોઃકોવેક્સિનના બન્ને ડોઝ કોવિડ-19 સામે 50 ટકા અસરકારક : અભ્યાસ

ABOUT THE AUTHOR

...view details