રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસીય ઉત્તર પ્રદેશની મુલાકાતે પહોંચ્યા

author img

By

Published : Nov 24, 2021, 1:48 PM IST

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસીય ઉત્તર પ્રદેશની મુલાકાતે પહોંચ્યા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ramnath Kovind)બુધવારે તેમની બે દિવસીય ઉત્તર પ્રદેશની મુલાકાતે (Ramnath Kovind Visits Uttar Pradesh)પહોંચ્યા છે. કાનપુરના ચકેરી એરપોર્ટ (Chakeri Airport in Kanpur )પર રાજ્યપાલ આનંદીબેન પટેલ( Anandiben Patel ) અને રાજ્યના સીએમ યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath )તેમનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટી વિભાગે કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે.

  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસીય ઉત્તર પ્રદેશની મુલાકાતે પહોંચ્યા
  • રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું
  • કોવિંદ હાર્કોર્ટ બટલર ટેકનિકલ યુનિવર્સિટીના શતાબ્દી વર્ષની ઉજવણીમાં હાજરી આપશે

કાનપુરઃરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ramnath Kovind)બુધવારે તેમની બે દિવસીય ઉત્તર પ્રદેશની મુલાકાતે (Ramnath Kovind Visits Uttar Pradesh)પહોંચ્યા છે. કાનપુરના ચકેરી એરપોર્ટ (Chakeri Airport in Kanpur )પર રાજ્યપાલ આનંદીબેન પટેલ( Anandiben Patel ) અને રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath )તેમનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટી વિભાગે કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે.

રામનાથ કોવિંદ બે દિવસય મુલાકાત માટે કાનપુર પહોંચ્યા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ(President Ramnath Kovind) બુધવારે એમના બે દિવસય મુલાકાત માટે કાનપુર પહોંચ્યા છે. કાનપુરમાં તેઓ બે અલગ અલગ જગ્યાની મુલાકાત લેશે. આ દરમિયાન રાષ્ટ્રપતિ એમના મિત્રોને પણ મળશે. રાષ્ટ્રપતિ ભવનથી આવેલ સૂચના અનુસાર તેઓ સર્કિટ હાઉસમાં મુલાકાત કરશે.

સાજે પાંચ વાગ્યે રાષ્ટ્રપતિ વિશિષ્ટ લોકો સાથે મુલાકાત

રાષ્ટ્રપતિ કોવિંદ સવારે 11:05 વાગ્યે વિશેષ વિમાનથી કાનપુર પહોંચ્યા છે. તેઓ 11:35 વાગ્યે મહેરબાન સિંહના પુરવા ગયા હતા. બપોરે 1:40 વાગ્યે સર્કિટ હાઉસ પહોંચીને આરામ કરશે. એમના પછી તેઓ સાજે પાંચ વાગ્યે રાષ્ટ્રપતિ વિશિષ્ટ લોકો સાથે મુલાકાત કરશે. આગલા દિવસે ગુરૂવારે સવારે 11:00 વાગ્યે એચબીટીયૂના 100 વર્ષ પુરા થવા પર આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે.

HBTUના કાર્યક્રમ બાદ તેઓ દિલ્હી પરત ફરશે

25 નવેમ્બરે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ હાર્કોર્ટ બટલર ટેકનિકલ યુનિવર્સિટી (HBTU) ના શતાબ્દી વર્ષની ઉજવણીમાં હાજરી આપશે. કાર્યક્રમ બાદ તેઓ દિલ્હી પરત ફરશે.

આ પણ વાંચોઃ Mamata Delhi Visit: વડાપ્રધાન સાથે મુલાકાત કરશે દીદી, 'ત્રિપુરા હિંસા' પર થશે ચર્ચા

આ પણ વાંચોઃ BJP સાંસદ ગૌતમ ગંભીરને ISIS કાશ્મીરથી મારી નાખવાની મળી ધમકી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.