ગુજરાત

gujarat

Tokyo Olympics 2020: ઈતિહાસ રચીને પી વી સિંધૂની ઘર વાપસી, એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત

By

Published : Aug 3, 2021, 5:23 PM IST

ટોક્યો ઓલિમ્પિક્સ 2020માં બ્રોન્ઝ મેડલ મેળવીને પી વી સિંધૂએ ઈતિહાસ રચ્યો છે. ઈતિહાસ રચ્યા બાદ મંગળવારે ભારત પરત ફરી છે. નવી દિલ્હીના IGI એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ઈતિહાસ રચીને પી વી સિંધૂની ઘર વાપસી
ઈતિહાસ રચીને પી વી સિંધૂની ઘર વાપસી

  • ટોક્યો ઓલિમ્પિક્સમાં મેડલ જીતીને પી વી સિંધૂએ રચ્યો ઈતિહાસ
  • ઈતિહાસ રચ્યા બાદ આજે મંગળવારે ભારત પરત ફરી
  • એરપોર્ટ પર ઢોલ નગારા સાથે ઉમળકાભેર સ્વાગત કરાયું

નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિક્સ 2020માં બેડમિન્ટનમાં ભારતને બ્રોન્ઝ મેડલ અપાવનાર પી વી સિંધૂ મંગળવારે બપોરે ભારત પરત ફરી છે. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઢોલ-નગારા સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ઈતિહાસ રચીને પી વી સિંધૂની ઘર વાપસી

પી વી સિંધૂએ રચ્યો હતો ઈતિહાસ

પી વી સિંધૂએ પ્રથમ સેટ 21-13 અને બીજો સેટ 21-15થી જીતીને ઇતિહાસ રચ્યો છે. સિંધૂએ 2016માં રિયો ઓલિમ્પિક્સમાં પણ સિલ્વર મેડલ જીત્યો હતો. સિંધૂએ ટોક્યો ઓલિમ્પિક્સમાં પણ મેડલ જીતીને ઓલિમ્પિક્સમાં બે વ્યક્તિગત મેડલ જીતવાનો અનોખો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આજે મંગળવારે તેઓ સ્વદેશ પરત ફરતા એરપોર્ટ પર તેમના ચાહકો ઉમટી પડ્યા હતા અને ધમાકેદાર સ્વાગત કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details