ગુજરાત

gujarat

પુનીત રાજકુમારથી પ્રેરણા લઈને એક અઠવાડિયામાં 400 લોકોએ નેત્રદાન માટે કરાવી નોંધણી

By

Published : Nov 9, 2021, 12:32 PM IST

અપ્પુએ મરણોત્તર આંખોનું દાન (eye donation) કરીને ચાર લોકોનું જીવન ઉજ્જવળ કર્યું છે. હવે તેમનાથી પ્રેરિત થઈને અનેક લોકો નેત્રદાન માટે આગળ આવી રહ્યા છે.

PUNEETH RAJKUMAR
PUNEETH RAJKUMAR

  • પુનીત રાજકુમારના અવસાન બાદ નેત્રદાન કરનારાઓની સંખ્યામાં વધારો થયો
  • આંખોનું દાન કરનારા આ લોકો પુનીતને માને છે આદર્શ
  • એક અઠવાડિયામાં 400 લોકોએ નેત્રદાન માટે કરાવી નોંધણી

હુબલી: કર્ણાટકના પાવર સ્ટાર પુનીત રાજકુમાર (Power Star Puneeth Rajkumar) ના અવસાન બાદ નેત્રદાન (eye donation) કરનારાઓની સંખ્યામાં વધારો થયો છે. આંખોનું દાન કરનારા આ લોકો બીજા કોઈ નહીં પણ એવા લોકો છે, જેઓ પુનીત ઉર્ફે 'અપ્પુ'ને પોતાનો આદર્શ (Role model) માને છે.

આ પણ વાંચો: ચીનની કાર્યપ્રણાલીથી મહાયુદ્ધના સંકેત, સંરક્ષણ વિશેષજ્ઞ જીડી બક્ષીએ ડ્રેગન પર કર્યા પ્રહાર

એક સપ્તાહમાં નેત્રદાન વિશે પૂછપરછ માટે 500થી વધુ લોકોના ફોન આવ્યા

અપ્પુએ મરણોત્તર આંખોનું દાન (eye donation) કરીને ચાર લોકોનું જીવન ઉજ્જવળ કર્યું છે. તેમના પછી હવે તેમનાથી પ્રેરિત થઈને અનેક લોકો નેત્રદાન માટે આગળ આવી રહ્યા છે. દરરોજ ઘણાં લોકો હુબલીમાં એમ.એમ.જોશી આંખની હોસ્પિટલને નેત્રદાન વિશે પૂછપરછ કરવા માટે કૉલ કરે છે. છેલ્લા એક સપ્તાહમાં આ અંગે 500થી વધુ લોકોએ ફોન કર્યા હતા. અત્યાર સુધીમાં 400 લોકોએ નેત્રદાન માટે નોંધણી કરાવી છે. આ અંગે હોસ્પિટલના વડા ડો. શ્રીનિવાસ જોષીએ જણાવ્યું હતું કે, પુનીત રાજકુમારના મૃત્યુ પહેલા એક દિવસમાં માત્ર ત્રણથી ચાર લોકો જ ફોન કરીને માહિતી મેળવતા હતા પરંતુ હવે તેમના મૃત્યુ બાદ કોલિંગનો આંકડો વધી ગયો છે.

આ પણ વાંચો:અંબાણીના ઘરની બહાર બે શંકાસ્પદ વ્યક્તિ દેખાતા સુરક્ષા વધારાઈ

પુનીત ઘણા લોકો માટે રોલ મોડેલ છે

નેત્રદાનએ પુણ્યનું કાર્ય છે. અભિનેતા પુનીત રાજકુમારના અવસાન બાદ નેત્રદાન (eye donation) માટે આવનારા લોકોની સંખ્યામાં અચાનક વધારો થયો તે એક ઈતિહાસ છે. પુનીત રાજકુમાર ઘણા લોકો માટે રોલ મોડેલ (Role model) છે.

ABOUT THE AUTHOR

...view details