ગુજરાત

gujarat

ફેન્સ પુનીત રાજકુમારના માર્ગે, લોકો આંખોનું દાન કરવા હોસ્પિટલ પહોંચ્યા

By

Published : Nov 6, 2021, 12:19 PM IST

બેંગલુરુ શહેરની નારાયણ નેત્રાલય આંખની હોસ્પિટલ પુનીત રાજકુમારના ચાહકોથી ભરેલી છે. અભિનેતાની જેમ ચાહકોની ભીડ તેમની આંખોનું દાન કરવા (Puneet Rajkumar fans eyes donation ) હોસ્પિટલ પહોંચી રહી છે અને ઘણા ચાહકોએ તેમના નામ નોંધાવી દીધા છે.

PUNEET RAJKUMAR HUNDREDS OF FANS ARE DONATING EYES
PUNEET RAJKUMAR HUNDREDS OF FANS ARE DONATING EYES

  • પુનીત રાજકુમારના સેંકડો ચાહકો આંખોનું દાન કરવા હોસ્પિટલ પહોંચ્યા
  • પિતા રાજકુમારના અવસાન વખતે આવો નજારો જોવા મળ્યો
  • પુનીત રાજકુમારના ચાહકોથી ભરેલી છે આંખની હોસ્પિટલ

બેંગલુરુઃતાજેતરમાં કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર પુનીત રાજકુમારનું 46 વર્ષની વયે હાર્ટ એટેકથી અવસાન થયું હતું. અભિનેતાના નિધનને કારણે સિનેમાથી લઈને રાજકારણ અને રમતગમત જગતમાં શોકની લહેર છવાઈ ગઈ હતી. પોતાના ફેવરિટ સ્ટારના મૃત્યુના સમાચાર સાંભળીને અભિનેતાના ચાહકો આઘાતમાં સરી પડ્યા, જ્યારે કેટલાકે આત્મહત્યા પણ કરી લીધી. હવે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે કે, નોંધપાત્ર રીતે અભિનેતાના સેંકડો ચાહકોએ અભિનેતાના માર્ગ પર ચાલવાનું અને તેમની આંખોનું દાન (Puneet Rajkumar fans eyes donation) કરવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે, તેમના મૃત્યુ બાદ પુનીત રાજકુમારની આંખો દાન કરવામાં આવી હતી.

પુનીત રાજકુમારના સ્મારક સ્થળથી સીધા જ હોસ્પિટલ પહોંચ્યા

હાલ બેંગલુરુ શહેરની નારાયણ નેત્રાલય આંખની હોસ્પિટલ પુનીત રાજકુમારના ચાહકોથી ભરેલી છે. અભિનેતાની જેમ ચાહકોની ભીડ તેમની આંખોનું દાન કરવા હોસ્પિટલ પહોંચી રહી છે અને ઘણા ચાહકોએ તેમના નામ પણ નોંધાવી દીધા છે. હોસ્પિટલના ડોક્ટર બુઝંગા શેટ્ટીએ જણાવ્યું કે મોટાભાગના ચાહકો તેમની આંખોનું દાન કરવા પુનીત રાજકુમારના સ્મારક સ્થળથી સીધા જ હોસ્પિટલ પહોંચ્યા છે. તેમણે જણાવ્યું છે કે, પહેલા માત્ર ત્રણથી ચાર લોકો જ તેમની આંખોનું દાન કરવા આવ્યા હતા અને હવે તેમની સંખ્યા 200ને પાર કરી ગઈ છે.

આ પણ વાંચોઃકન્નડ અભિનેતા પુનીત રાજકુમારનું હાર્ટ એટેકથી નિધન

પિતા રાજકુમારના અવસાન વખતે આવો નજારો જોવા મળ્યો

ડૉક્ટરે કહ્યું કે, 'પુનીત રાજકુમારે આંખો દાન કરવાનો નિર્ણય લીધો ત્યારથી અમે 30 આંખની સર્જરી કરી છે અને અમને મૃતકોના ઘરેથી ફોન આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, પુનીત રાજકુમારના પિતા રાજકુમારના અવસાન વખતે આવો નજારો જોવા મળ્યો હતો,

આ પણ વાંચોઃસ્વર્ગસ્થ પુનીત રાજકુમાર જે 1800 વિદ્યાર્થીઓની સંભાળ લેતા હતા, તેની જવાબદારી તમિલ અભિનેતા વિશાલે સ્વીકારી

ABOUT THE AUTHOR

...view details