ગુજરાત

gujarat

Pune Crime News: પૂણેમાં એકતરફી પ્રેમમાં યુવકે કર્યો યુવતી પર હુમલો

By

Published : Jun 28, 2023, 12:46 PM IST

છેલ્લા કેટલાક દિવસોથી પુણે શહેરમાં ગુનાખોરીમાં વધારો થયો છે. સદાશિવ પેઠમાં આજે એકતરફી પ્રેમમાં એક યુવતી પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. પોલીસ સ્ટેશન પાસે હોવા છતા પોલીસ સુતી રહી હોય તેવું જોવા મળ્યું. પોલીસ સ્ટેશનની સાથે આ વિસ્તાર ભિડ વાળો વિસ્તાર હતો એમ છતા આવા બનાવ બનતા પોલીસ સુરક્ષાની સામે અનેક સવાલ લોકો કરી રહ્યા છે. મહિલાઓ ધોળા દિવસે પણ સુરક્ષિત નથી તેવું આ બનાવમાં જોવા મળી રહ્યું છે.

Pune Crime News: પૂણેમાં દર્શના પવારની હત્યાનું પુનરાવર્તન ટળ્યું, એકતરફી પ્રેમમાં યુવકે કર્યો હુમલો, જુઓ CCTV
Pune Crime News: પૂણેમાં દર્શના પવારની હત્યાનું પુનરાવર્તન ટળ્યું, એકતરફી પ્રેમમાં યુવકે કર્યો હુમલો, જુઓ CCTV

પુણેઃએક તરફી પ્રેમમાં આજના યુવાનો પાગલ થઇને ફરી રહ્યા છે. જેના કારણે આ તેમનું પાગલ પણ સામે વાળી વ્યકિતી કરતા તેમને પોતાને નડી જાઇ છે. એવો જ બનાવ પુણેમાં સામે આવ્યો છે. પુણેના સદાશિવ પેઠમાં એકતરફી પ્રેમના કારણે કોલેજીયન યુવતી પર હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં પુણેના સદાશિવ પેઠ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સદાશિવ પેઠેના પેરુગેટ પોલીસ સ્ટેશન પાસે યુવક દ્વારા એક યુવતી પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે યુવકની ધરપકડ કરી હતી. આ ઘટના આજે સવારે દસ વાગ્યાની આસપાસ સદાશિવ પેઠેના પેરુ ગેટ પોલીસ સ્ટેશનથી થોડે દૂર બની હતી. પોલીસ સ્ટેશન એટલું નજીક હોવા છતા આવો બનાવ બન્યો તો પોલીસની સુરક્ષા મામલે પણ સવાલ થઇ રહ્યા છે.

એકતરફી પ્રેમથી હુમલો: પ્રેમનો અસ્વીકાર કરતા ઉશ્કેરાયેલા યુવકે યુવતીનો પીછો કરી માર માર્યો હતો. અચાનક થયેલા આ હુમલામાં આ યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ છે. તેણીને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આરોપીનું નામ મૂળશી ડોંગરગાંવ છે. સદનસીબે બે યુવકોએ પોતાના જીવની પરવા કર્યા વગર યુવકને પકડી લીધો હતો. યુવતીનો જીવ બચાવી લીધો હતો. ચોંકાવનારી વાત એ છે કે આવી ઘટના ભીડભાડવાળી જગ્યાએ બની રહી છે. કોઈ અંદર ન પડ્યું. જ્યારે યુવકની ધરપકડ કરવામાં આવી ત્યારે પેરુગેટ પોલીસ સ્ટેશનમાં કોઈ પોલીસ ન હતી. યુવકોએ પોલીસને બોલાવી યુવકને કસ્ટડીમાં લીધો હતો.

યુવતી બચાવી: આ ઘટના આજે સવારે તિલક રોડ પર બની હતી. સવારે દસેક વાગ્યાના સુમારે સદાશિવ પેઠમાં એમ.પી.એસ.સી.ની તૈયારી કરી રહેલા યુવકો અભ્યાસ કરવા જતા હતા. ત્યારે તેમણે એક યુવતીને રસ્તા પર દોડતી જોઈ. એક યુવક હાથમાં કોયતા લઈને તેની પાછળ દોડતો જોવા મળ્યો હતો. જ્યારે રસ્તા પર ભારે ભીડ હતી, ત્યારે કોઈ રસ્તામાં આવ્યું ન હતું. પરંતુ, આ બે યુવકોએ પોતાના જીવની પરવા કર્યા વિના યુવતીને બચાવી લીધી હતી. યુવકને પોલીસને હવાલે કરવામાં આવ્યો છે.

  1. Pune Crime: પુણેમાં મોટી બહેને નાની બહેનની છેડતી કરતાં કેસ દાખલ કર્યો
  2. પ્રેમ પ્રકરણમાં પરિચિતની હત્યા કરીને આત્મહત્યાનું કાવતરું ઘડતા વૃદ્ધની ધરપકડ

ABOUT THE AUTHOR

...view details