ગુજરાત

gujarat

દિલ દિયા હૈ જાન ભી દેંગે, એ વતન તેરે લિયેઃ દેશ માટે આજે બ્લેક ડે, પુલવામા હુમલાને 2 વર્ષ પૂર્ણ

By

Published : Feb 14, 2021, 8:14 AM IST

Updated : Feb 14, 2021, 9:12 AM IST

દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં આત્મઘાતી હુમલાની આજે બીજી વરસી છે. CRPFના લેથપોરા કેમ્પ ખાતેના સ્મારક પર થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા 40 જવાનોને શ્રદ્ધાંજલિ અપાશે. ગયા વર્ષે મહારાષ્ટ્રના ઉમેશ ગોપીનાથ જાધવ પુષ્પાંજલિ સમારોહમાં ઉપસ્થિત રહેશે.

પુલવામા હુમલાની બીજી વરસી
પુલવામા હુમલાની બીજી વરસી

  • 40 જવાનો થયા હતા શહીદ
  • પુલવામા હુમલાની બીજી વરસી
  • સમગ્રદેશમાં શ્રદ્ધાંજલિ અપાઇ

જમ્મુ કાશ્મીર: આ હુમલામાં શહીદ થયેલા 40 જવાનોના પરિવારને મળવા તેમણે 61000 કિલોમીટરની લાંબી યાત્રા કરી હતી. તો આ સાથે તેમણે શહીદ થયેલા જવાનોના ઘરો, અને સ્મારકોમાંથી માટી એકત્રિત કરી હતી.

40 જવાનો થયા હતા શહીદ

સ્મારક CRPF કેમ્પની અંદર સ્થાપિત કરવામાં આવ્યું છે, જ્યા 14 ફેબ્રુઆરી, 2019માં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ પુલવામામાં CRPFના કાફલાને નિશાન બનાવ્યો હતો. જેમા આશરે 40 જેટલા જવાન શહીદ થયા હતા. આ હુમલામાં શહીદ થયેલા 40 જવાનોની તસ્વીરની સાથે તેમનું નામ અને CRPF નું સૂત્ર "સેવા અને નિષ્ઠા " પણ લખવામાં આવ્યું છે.

Last Updated :Feb 14, 2021, 9:12 AM IST

ABOUT THE AUTHOR

...view details