ગુજરાત

gujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના નવ નિયુક્ત રાષ્ટ્રપતિ બાઈડેન સાથે કરી વાત

By

Published : Nov 18, 2020, 5:37 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. વડાપ્રધાને ટ્વિટ કરીને કહ્યું કે, તેમણે ફોન પર વાત કરીને બાઈડેનને શુભકામના પાઠવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના નવ નિયુક્ત રાષ્ટ્રપતિ બાઈડેન સાથે કરી વાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના નવ નિયુક્ત રાષ્ટ્રપતિ બાઈડેન સાથે કરી વાત

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ સાથે કરી વાત
  • મોદીએ જો બાઈડેન સાથે ટેલિફોનિક વાતચીત કરી
  • મોદીએ બાઈડનને રાષ્ટ્રપતિ બનવા બદલ પાઠવ્યા અભિનંદન
  • ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને પણ શુભકામના પાઠવી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના નવ નનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ દરમિયાન દ્વિપક્ષીય રાજકિય આદાન પ્રદાન પ્રત્યે પ્રતિબદ્ધતા દેખાડી અને કોવિડ-19 મહામારી, જલવાયુ પરિવર્તન તથા હિંદ પ્રશાંત ક્ષેત્રમાં સહયોગને પગલે પ્રાથમિકતાઓ પર ચર્ચા કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના નવ નિયુક્ત રાષ્ટ્રપતિ બાઈડેન સાથે કરી વાત

મોદીએ ટ્વિટ કરી આપી જાણકારી

અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં બાઈડેનની જીત બાદ બંને નેતાઓ વચ્ચે આ પહેલી વાતચીત છે. વડાપ્રધાને ટ્વિટ કરી કહ્યુ કે તેમણે ફોન પર વાત કરીને બાઈડેનને શુભકામના પાઠવી હતી.આ દરમિયાન દ્વિપક્ષીય રણનીતિક સમજદારી પ્રત્યે પ્રતિબદ્ધતા દેખાડી અને કોવિડ-19 મહામારી, જલવાયુ પરિવર્તન તથા હિંદ પ્રશાંત ક્ષેત્રમાં સહયોગને પગલે પ્રાથમિકતાઓ પર ચર્ચા કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના નવ નિયુક્ત રાષ્ટ્રપતિ બાઈડેન સાથે કરી વાત

ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને પણ શુભકામના પાઠવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને પણ શુભકામના પાઠવી હતી. તેમણે કહ્યુ, તેની સફળતા ભારતીય અમેરિકી સમુદાય માટે ગર્વ અને પ્રેરણાની વાત છે. આ સમુદાય ભારત-અમેરિકાના સબંધોની મજબૂતીનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે.

2014 અને 2016માં અમેરિકાના પ્રવાસ દરમિયાન બાઈડેન સાથે થયેલી મુલાકાતને યાદ કરી

વડાપ્રધાન કાર્યાલય તરફથી જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે મોદીને બાઈડેનને ચૂંટણીમાં જીત મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા અને અમેરિકી લોકતાંત્રિક પંરપરાની મજબુતીનું વર્ણન કર્યુ હતુ. નિવેદનમાં કહેવામાં આવ્યું કે વડાપ્રધાન મોદીએ 2014 અને 2016માં અમેરિકાના પ્રવાસ દરમિયાન બાઈડેન સાથે થયેલી મુલાકાતને યાદ કરી હતી.

વડાપ્રધાન કાર્યાલય તરફથી વધુમાં જણાવવામાં આવ્યુ કે 2016માં જ્યારે મોદીએ સંયુક્ત અધિવેશનને સંબોધન કર્યુ ત્યારે તેની અધ્યક્ષતા બાઈડેને કરી હતી. બંને નેતાઓએ ભારત-અમેરિકા સમગ્ર વૈશ્વિક રણનિતીક સમજદારીને વિસ્તાર આપવા માટે મળીને કામ કરવાની સહમતિ દાખવી હતી. બંને નેતાઓએ કોવિડ-19ને રોકવાના ઉપાયો, રસી ઉપલબ્ધ કરાવવા, જલવાયુ પરિવર્તન અને હિંદ પ્રશાંત ક્ષેત્રમાં સહયોગ પર ચર્ચા કરી હતી.

ભારત અને અમેરિકાની વચ્ચે સંબંધો વધારે સારા બનશે

મોદી અને બાઈડેનની વાતચીત પહેલા વિદેશ પ્રધાન એસ જયશંકરે વિશ્વાસ વ્યક્ત કર્યો કે બાઈડેન પ્રશાસનમાં ભારત અને અમેરિકાની વચ્ચે સંબંધો વધારે સારા બનશે.જયશંકરે કહ્યુ કે અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ બાઈડેન એ કાળ ખંડના સાક્ષી રહ્યા જ્યારે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં મોટું પરિવર્તન આવ્યુ હતુ. બાઈડન જ્યારે 1970ના દાયકામાં સીનેટ સદસ્ય હતા ત્યારથી તેઓ ભારત અને અમેરિકાની વચ્ચે સંબંધ મજબુત બને તેના સમર્થનમાં હતા.તેમણે 2008માં દ્વિપક્ષીય અસૈન્ય પરમાણુ સમજોતાને સીનેટમાં મંજૂરી અપાવવા મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેની ચૂંટણી દરમિયાન બાઈડને અમેરિકા અને ભારતની ભાગેદારી પ્રત્યે તેના દ્રષ્ટિકોણની ચર્ચા કરી હતી.

ABOUT THE AUTHOR

...view details