ગુજરાત

gujarat

પુતિને આપી ચેતવણી કહ્યું, યુક્રેનને પરમાણુ હથિયાર નહીં બનાવવા દે..

By

Published : Feb 25, 2022, 10:06 PM IST

યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધની (Russia Ukraine Crisis) વચ્ચે પુતિને ચેતવણી આપી છે કે, તેઓ યુક્રેનને પરમાણુ હથિયારો વિકસાવવા દેશે નહીં. સાથે જ તેમણે આશ્વાસન પણ આપ્યું કે, તે યુક્રેન પર કબજો નહીં કરે. પુતિને શુક્રવારે દેશની સુરક્ષા પરિષદ સાથે બેઠક (Putin meets the countrys Security Council) યોજી હતી.

પુતિને આપી ચેતવણી કહ્યું, યુક્રેનને પરમાણુ હથિયાર નહીં બનાવવા દે..
પુતિને આપી ચેતવણી કહ્યું, યુક્રેનને પરમાણુ હથિયાર નહીં બનાવવા દે..

નવી દિલ્હીઃયુક્રેન સાથે ચાલી (Russia Ukraine Crisis) રહેલા તણાવ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દેશની સુરક્ષા પરિષદ સાથે બેઠક યોજી (Putin meets the countrys Security Council) હતી. પુતિને કહ્યું કે, યુક્રેન નાગરિકોની સુરક્ષા કરી રહ્યું છે. પુતિને સ્પષ્ટ ચેતવણી આપી (Putin warned) હતી કે, તેઓ યુક્રેનને પરમાણુ શસ્ત્રો વિકસાવવા દેશે નહીં. આ સાથે કહ્યું કે, યુક્રેન પર કબજો નહીં કરે. એ પણ કહ્યું કે, જો તેઓ શસ્ત્રો નીચે મૂકે તો તેઓ યુક્રેનિયન સૈનિકો સાથે વાતચીત માટે એક પ્રતિનિધિમંડળ મોકલવા તૈયાર છે.

આ પણ વાંચો:Russia Ukraine War: રશિયાએ યુકેની ફ્લાઇટ્સ પર મૂક્યો પ્રતિબંધ

રશિયન સૈનિકોએ બીજા દિવસે પણ હુમલા ચાલુ રાખ્યા

યુક્રેનિયન શહેરો અને સૈન્ય મથકો (Russia Ukraine War) પર હવાઈ હુમલા કર્યા પછી અને ત્રણ બાજુથી સૈનિકો અને ટેન્ક મોકલ્યા પછી રશિયન દળો શુક્રવારે રાજધાની કિવની બહાર પહોંચ્યા હતા. રાજધાની કિવમાં વિસ્ફોટના અનેક અવાજો સંભળાયા હતા. રશિયન સૈનિકોએ બીજા દિવસે પણ તેમના હુમલા ચાલુ રાખ્યા.

પશ્ચિમી નેતાઓએ ઈમરજન્સી બેઠક બોલાવી

પશ્ચિમી નેતાઓએ ઈમરજન્સી બેઠક બોલાવી છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ એવા હુમલાને રોકવા માટે આંતરરાષ્ટ્રીય મદદની હાકલ કરી જે તેમની લોકશાહી રીતે ચૂંટાયેલી સરકારને તોડી શકે, મોટા પાયે જાનહાનિ થઈ શકે અને વૈશ્વિક અર્થતંત્રને નુકસાન પહોંચાડી શકે.

આ પણ વાંચો:Russia Ukraine Crisis: યુક્રેનમાં ફસાયેલા લોકોને સરકાર પોતાના ખર્ચે લાવશે ભારત

રશિયાએ ભારત પાસે સમર્થન માંગ્યું

રશિયાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં (United Nations Security Council) લાવવાના પ્રસ્તાવ પર ભારત પાસે સમર્થન માંગ્યું છે. રશિયા તરફથી કહેવામાં આવ્યું છે કે, યુક્રેન પર અમારા હુમલા વિરુદ્ધ સુરક્ષા પરિષદમાં પ્રસ્તાવ લાવવામાં આવી રહ્યો છે, તેથી અમે આ મુદ્દે ભારત તરફથી સમર્થનની અપેક્ષા રાખીએ છીએ. આ મામલે ભારત શું સ્ટેન્ડ લેશે, તે હજુ સ્પષ્ટ નથી. ભારતે કહ્યું છે કે તે આ પ્રસ્તાવના ડ્રાફ્ટ પર વિચાર કરી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details