ગુજરાત

gujarat

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે OBC Billને આપી લીલી ઝંડી, હવે રાજ્યો જાતે જ OBC List બનાવી શકશે

By

Published : Aug 20, 2021, 9:59 AM IST

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઓબીસી સંશોધન બિલ (OBC Research Bill)ને ગુરૂવારે લીલી ઝંડી આપી દીધી છે. આ બિલ હવે કાયદાનું રૂપ લઈ ચૂક્યું છે. ચોમાસા સત્રના છેલ્લા સમયમાં ઓબીસી સંશોધન બિલને (OBC Research Bill) પહેલા લોકસભા (Loksabha) અને પછી રાજ્યસભામાં (Rajyasabha) પાસ કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે OBC Billને આપી લીલી ઝંડી, હવે રાજ્યો જાતે જ OBC List બનાવી શકશે
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે OBC Billને આપી લીલી ઝંડી, હવે રાજ્યો જાતે જ OBC List બનાવી શકશે

  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (President Ramnath Kovind) ગુરૂવારે ઓબીસી સંશોધન બિલ (OBC Research Bill)ને લીલી ઝંડી આપી
  • ઓબીસી સંશોધન બિલને (OBC Research Bill) પહેલા લોકસભા (Loksabha) અને પછી રાજ્યસભામાં (Rajyasabha) પાસ કરાયું હતું
  • બિલના કાયદા બન્યા પાછી હવે રાજ્ય પોતે જ ઓબીસી લિસ્ટ (OBC List) બનાવી શકશે

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરૂવારે ઓબીસી સંશોધન બિલ (OBC Research Bill)ને લીલી ઝંડી આપી દીધી છે. એટલે કે હવે આ બિલ કાયદો બની ગયું છે. સંસદના ચોમાસા સત્રના છેલ્લા સમયમાં આ બિલને પહેલા લોકસભા અને પછી રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું. આ બિલને પક્ષ અને વિપક્ષ બંનેએ સમર્થન આપ્યું હતું. બિલના કાયદા બન્યા પાછી હવે રાજ્ય પોતે જ ઓબીસી લિસ્ટ (OBC List) બનાવી શકશે. રાજ્યસભામાં આ બિલના પક્ષમાં 187 વોટ પડ્યા હતા. જ્યારે લોકસભામાં આ 10 ઓગસ્ટે પાસ થયું હતું. કેન્દ્રિય સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન (Minister for Social Justice and Empowerment) વિરેન્દ્ર કુમારે (Virendra kumar) બિલને વિચાર અને પસાર કરવા માટે રજૂ કરતા કહ્યું હતું કે, સંવિધાન (127મા સંવિધાન) બિલ, 2021 એ ઐતિહાસિક કાયદો છે. કારણ કે, આનાથી દેશની 671 જાતિઓને લાભ થશે.

આ પણ વાંચો-આજે વડાપ્રધાન મોદી સોમનાથના 4 પ્રકલ્પોનું શિલારોપણ અને લોકાર્પણ કરાવશે

આ બિલ પાસ થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ખુશી વ્યક્ત કરી

કેન્દ્રિય સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાને (Minister for Social Justice and Empowerment) વધુમાં કહ્યું હતું કે, આ સંવિધાન સંશોધન રાજ્યોને ઓબીસી યાદી (OBC List) તૈયાર કરવાનો અધિકાર આપવા માટે લાવવામાં આવ્યું છે. બિલને 105મા સંવિધાન સંશોધન બિલ તરીકે માનવામાં આવવું જોઈએ. લોકસભામાં બિલના સમર્થનમાં 385 વોટ પડ્યા હતા જ્યારે વિરોધમાં એક પણ વોટ નહતો પડ્યો. સંસદમાં ઓબીસી બિલ પાસ થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, સંવિધાન (127મા સંવિધાન) બિલ,2021ને બંને ગૃહોમાં પાસ થવું અમારા દેશ માટે મહત્ત્વપૂર્ણ ક્ષણ છે. આ બિલ સામાજિક સશક્તિકરણને આગળ વધારશે. આ હાંસિયામાં ધકેલાયેલા વર્ગોને સન્માન, તક અને ન્યાય સુનિશ્ચિત કરવા માટે અમારી સરકારની પ્રતિબદ્ધતાને પણ દર્શાવે છે.

આ પણ વાંચો-વડાપ્રધાન મોદીએ ઓલ્મપિક ખેલાડીઓ સાથે કરી મોકળા મને વાત

મે મહિનામાં સુપ્રીમ કોર્ટે (Supreme Court) મહત્ત્વની ટિપ્પણી કરી હતી

મે મહિનામાં સુપ્રીમ કોર્ટે મહત્ત્વની ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, માત્ર કેન્દ્રને આ અધિકાર છે કે, તેઓ ઓબીસી સમુદાયથી જોડાયેલી યાદી તૈયાર કરી શકે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આના પર આપત્તિ જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકારે ચોમાસા સત્રમાં બંને ગૃહોમાં ઓબીસી સંશોધન બિલ રજૂ કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details