ગુજરાત

gujarat

Pralay Ballistic Missile Test: ભારતે સતત બીજા દિવસે 'પ્રલય' મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું

By

Published : Dec 23, 2021, 5:25 PM IST

ભારતે ગુરુવારે સતત બીજા દિવસે ઓરિસ્સાના દરિયાકાંઠે (missile testing at coasts of orissa)થી સપાટીથી સપાટી પર પ્રહાર કરતી સ્વદેશી બેલિસ્ટિક મિસાઇલ 'પ્રલય'નું સફળતાપૂર્વક પરીક્ષણ (Pralay Ballistic Missile Test) કર્યું હતું. ભારતે બુધવારે બેલેસ્ટિક મિસાઈલ 'પ્રલય' (ballistic missile pralay)નું પહેલું સફળ પરીક્ષણ કર્યું હતું.

Pralay Ballistic Missile Test: ભારતે સતત બીજા દિવસે 'પ્રલય' મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું
Pralay Ballistic Missile Test: ભારતે સતત બીજા દિવસે 'પ્રલય' મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું

બાલાસોર: ભારતે ગુરુવારે સતત બીજા દિવસે ઓરિસ્સાના દરિયાકાંઠેથી સપાટીથી સપાટી પર પ્રહાર કરતી સ્વદેશી બેલિસ્ટિક મિસાઇલ 'પ્રલય'નું સફળતાપૂર્વક પરીક્ષણ (Pralay Ballistic Missile Test) કર્યું હતું. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનએ આ માહિતી આપી.

2 દિવસ સુધી પ્રથમ વખત બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ

DRDOએ કહ્યું કે, સતત 2 દિવસ સુધી પ્રથમ વખત ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા વિકસિત બેલેસ્ટિક મિસાઈલનું સફળતાપૂર્વક ઉડાન પરીક્ષણ (flight test of missile Pralay)કરવામાં આવ્યું. એપીજે અબ્દુલ કલામ દ્વીપપરથી છોડવામાં આવેલી આ મિસાઈલે મિશનના તમામ ઉદ્દેશ્યોને પૂરા કર્યા. DRDOએ કહ્યું, "આજે, હથિયારની ચોકસાઈ અને ફાયરપાવર સાબિત કરવા માટે ભારે 'પેલોડ' અને વિવિધ રેન્જ (pralay missile range) માટે 'પ્રલય' મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું."

બીજા ટેસ્ટ પર ચાંપતી નજર

ભારતે બુધવારે બેલેસ્ટિક મિસાઈલ 'પ્રલય' (surface to surface missile Pralay)નું સફળ પરીક્ષણ કર્યું હતું. ડિફેન્સ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે, બીજા ટેસ્ટની ઈસ્ટ કોસ્ટ પર તૈનાત ટેલિમેટ્રી, રડાર અને ઈલેક્ટ્રો-ઓપ્ટિક ટ્રેકિંગ સિસ્ટમ (electro optic tracking system DRDO) અને ઈમ્પેક્ટ પોઈન્ટની નજીક સ્થિત ડાઉન રેન્જ જહાજો સહિત તમામ રેન્જ સેન્સર્સ અને સાધનો દ્વારા દેખરેખ રાખવામાં આવી હતી.

રાજનાથ સિંહે પાઠવ્યા અભિનંદન

પ્રલય 150થી 500 કિમીની રેન્જ સાથે સોલિડ પ્રોપેલન્ટ રોકેટ મોટર અને અન્ય નવી ટેકનોલોજીથી સજ્જ છે. મિસાઈલ ગાઈડન્સ સિસ્ટમ (Missile guidance system india) અત્યાધુનિક નેવિગેશન અને ઈલેક્ટ્રોનિક સાધનોથી સજ્જ છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સપાટીથી સપાટી પર પ્રહાર કરનારી સ્વદેશી બેલિસ્ટિક મિસાઈલ 'પ્રલય'ના સફળ પરીક્ષણ (successful testing of pralay missile)ના બીજા દિવસે DRDOને અભિનંદન પાઠવ્યા હતા. તો DRDOના અધ્યક્ષ જી. સતીષ રેડ્ડીએ પણ તેમની ટીમની પ્રશંસા કરી અને કહ્યું કે, દેશે સંરક્ષણ સંશોધનમાં વિકાસની પોતાની ક્ષમતા સાબિત કરી છે.

આ પણ વાંચો: PM Modi Inaugurat Projects in Varanasi : આપણે ત્યાં કેટલાક લોકોએ ગાયની વાત કરવી ગુનો બનાવી દીધો છે

આ પણ વાંચો: Ayodhya Land Dispute : પ્રિયંકા ગાંધીએ લગાવ્યો કૌભાંડનો આરોપ

ABOUT THE AUTHOR

...view details