ગુજરાત

gujarat

New Delhi: વડાપ્રધાન મોદી સાઉથ આફ્રિકા અને ગ્રીસની મુલાકાતે જશે

By

Published : Aug 19, 2023, 12:26 PM IST

વિદેશ મંત્રાલયે જાહેર કરેલી એક પ્રેસ રિલીઝમાં વડાપ્રધાનના વધુ એક વિદેશ પ્રવાસની માહિતી રજૂ કરી છે. જેમાં 22થી 24 ઓગસ્ટ સુધી દક્ષિણ આફ્રિકાના જોહાન્સબર્ગના પ્રવાસ ઉપરાંત ગ્રીસના પ્રવાસનો પણ ઉલ્લેખ છે. વાંચો વડાપ્રધાનના આગામી વિદેશ પ્રવાસ વિશે

વડાપ્રધાન મોદીનો વધુ એક વિદેશ પ્રવાસ
વડાપ્રધાન મોદીનો વધુ એક વિદેશ પ્રવાસ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22થી 24 ઓગસ્ટથી દક્ષિણ આફ્રિકાના જોહાન્સબર્ગનો પ્રવાસ કરશે. મોદી દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ મટામેલા સાઈરિલ રામફોસાના આમંત્રણ પર વિદેશ પ્રવાસ કરશે. ત્યાં મોદી 15મા બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેશે. દક્ષિણ આફ્રિકાની પોતાની યાત્રા બાદ તેઓ ગ્રીસની પણ મુલાકાત લેશે. વિદેશ મંત્રાલય જણાવે છે કે ગ્રીસમાં વડાપ્રધાન મોદી અને કાયરીકોસ મિત્સોટાક્સિ સાથે મુલાકાત કરશે.

15મા બ્રિક્સ સંમેલનમાં લેશે ભાગઃ એમઈએ અનુસાર દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી બ્રિક્સ શિખર સંમેલન બાદ એક ખાસ કાર્યક્રમ બ્રિક્સ-આફ્રિકા આઉટરીચ અને બ્રિક્સ પ્લસ ડાયલોગમાં પણ ભાગ લેશે. જેમાં દક્ષિણ આફ્રિકા ઉપરાંત અન્ય રાષ્ટ્રો પણ ભાગ લેશે. તેઓ જોહાન્સબર્ગમાં હાજર એવા કેટલાક નેતાઓ સાથે પણ દ્વિપક્ષીય મંત્રણા કરશે. વિદેશ મંત્રાલય જણાવે છે કે, 2019 બાદ આ પહેલું બ્રિક્સ શિખર સંમેલન હશે. આ સંમેલન બ્રિક્સ દેશોએ કરેલી પ્રગતિની સમીક્ષા અને ભવિષ્યની યોજનાઓ પર ચર્ચા-વિચારણાની તક પૂરી પાડશે.

આ વર્ષની થીમ આફ્રિકા બેઝ્ડઃ બ્રિક્સ સંગઠનમાં બ્રાઝિલ, રશિયા, ચીન, દક્ષિણ આફ્રિકા અને ભારતનો સમાવેશ થાય છે. આ વર્ષે 1 જાન્યુઆરીએ દક્ષિણ આફ્રિકાને બ્રિક્સની અધ્યક્ષતા સોંપવામાં આવી હતી. આ વર્ષની બ્રિક્સ સમિટની થીમ 'બ્રિક્સ એન્ડ આફ્રિકાઃ પાર્ટનરશિપ ફોર મ્યુચ્યુઅલી એકસલરેટેડ ગ્રોથ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ઈન્ક્લુઝિવ મલ્ટિલેટરલિઝમ ' રહેશે.

ગ્રીસ દેશની મુલાકાત સ્પેશિયલ રહેશેઃ વડાપ્રધાનની ગ્રીસ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચેનો સંબંધ વધુ ગાઢ બનાવા પર ચર્ચા થશે. ગ્રીસના ઉદ્યોગપતિઓ સાથે અને ગ્રીસમાં વસતા ભારતીયો સાથે મુલાકાતનું આયોજન કરાયું છે. 40 વર્ષોમાં ગ્રીસની મુલાકાત લેનારા પહેલા ભારતીય વડાપ્રધાન હશે. વિદેશ મંત્રાલય અનુસાર ભારત અને ગ્રીસ વચ્ચે ગાઢ સંબંધ છે. વર્તમાનમાં સામુદ્રિક પરિવહન, સુરક્ષા, વેપાર અને રોકાણને પરિણામે ગ્રીસ અને ભારતનો સંબંધ ગાઢ બન્યો છે.

  1. PM Modi-Xi meet in S. Africa: દક્ષિણ આફ્રિકામાં પીએમ મોદી-જિનપિંગની મુલાકાત પહેલા ભારત ચીન સાથે લશ્કરી વાટાઘાટો
  2. G20 Meeting : આરોગ્ય G20 બેઠકમાં પીએમ મોદી કરશે સંબોધન, વિશ્વને આયુર્વેદિક દવાઓની જાણકારી અપાશે

ABOUT THE AUTHOR

...view details