ગુજરાત

gujarat

Mission Gaganyaan: '2040 સુધીમાં ચંદ્ર પર પ્રથમ ભારતીય મોકલવાનું ભારતનું લક્ષ્ય': PM મોદી

By ETV Bharat Gujarati Team

Published : Oct 17, 2023, 3:53 PM IST

Updated : Oct 17, 2023, 4:35 PM IST

PM મોદીએ ગગનયાન મિશનની સમીક્ષા બેઠકમાં કહ્યું હતું કે 'લક્ષ્ય 2040 સુધીમાં પ્રથમ ભારતીયને ચંદ્ર પર મોકલવાનું છે. ઈસરોએ જણાવ્યું કે 21મી ઓક્ટોબરે શ્રી હરિકોટાથી મિશન ગગનયાનની ફર્સ્ટ ફ્લાઈટ ઉડાન ભરશે. વાંચો સમગ્ર ઘટનાક્રમ...

Mission Gaganyaan
Mission Gaganyaan

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભારતના મહત્વના અવકાશ સંશોધન અને મિશન એવા ગગનયાન સંદર્ભે યોજાયેલી બેઠકમાં ભાગ લીધો. તેમણે ભવિષ્યમાં ભારતના અવકાશમાં સ્થાન વિશે પણ વાત કરી.

ગગનયાનનું પ્રેઝન્ટેશનઃ આ બેઠકમાં સ્પેસ ડિપાર્ટમેન્ટ દ્વારા ગગનયાન મિશનનું એક પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું. આ પ્રેઝન્ટેશનમાં ગગનયાન સંબંધી વિવિધ ટેકનોલોજી અને સમાનવ અવકાશયાનની માહિતી રજૂ કરવામાં આવી હતી. આ મિશનમાં 20 મેજર ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાં હ્યુમન રેટેડ લોન્ચ વ્હીકલ(સમાનવ અવકાશ યાન)(HLVM3)માં 3 ક્રુ મિશનનો સમાવેશ થાય છે. ક્રુ એસ્કેપ સિસ્ટમ ટેસ્ટ વ્હીકલનું ફર્સ્ટ ડેમોન્સ્ટ્રેશન 21 ઓક્ટોબરે નિર્ધારિત કરવામાં આવ્યું છે. આ બેઠકમાં ગગનયાન મિશનના 2025ની તે વખતની સ્થિતિની પણ ચર્ચા કરાઈ.

અવકાશ ક્ષેત્રે ભારતની સિદ્ધિઓઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતે અવકાશમાં મેળવેલી સિદ્ધિઓ જેમાં ચંદ્રયાન-3 અને આદિત્ય એલ 1નો ઉલ્લેખ કર્યો હતો. તેમજ આગામી અવકાશી સિદ્ધિઓ મેળવવા પ્રયત્નરત થવા પણ જણાવ્યું હતું. આગામી સિદ્ધિઓમાં 2035 સુધી ભારતીય અવકાશ સ્ટેશન (ઈન્ડિય સ્પેસ સ્ટેશન)ની અવકાશમાં ઉપસ્થિતિ તેમજ 2040 સુધીમાં પ્રથમ ભારતીયનું ચંદ્ર પર ઉતરાણનો સમાવેશ થાય છે.

મૂન એક્સપ્લોરેશનઃ આ વિઝન અનુસાર ધી સ્પેસ ડિપાર્ટમેન્ટ મૂન એક્સપ્લોરેશનનો રોડમેપ તૈયાર કરશે. જેમાં ચંદ્રયાન મિશન સંદર્ભે અનેક કાર્યક્રમો યોજાશે. જેમાં નેક્સ્ટ જનરેશન લોન્ચ વ્હીકલ(NGLV)નું ડેવલપમેન્ટ, નવા લોન્ચ પેડનું નિર્માણ, હ્યુમન સેન્ટ્રિક લેબ્સ અને તેના સંબંધિત ટેકનોલોજીનું સેટઅપ જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે.

આંતરગ્રહીય મિશનઃ વડા પ્રધાને આંતરગ્રહીય મિશન પર અવકાશ વૈજ્ઞાનિકોને કામ કરવા જણાવ્યું છે જેમાં વિનસ ઓર્બિટર મિશન અને માર્સ લેન્ડરનો ઉલ્લેખ કર્યો હતો. વડા પ્રધાને ભારત અવકાશ સંશોધનમાં વધુ સિદ્ધિઓ મેળવી શકવા સક્ષમ હોવાનો આત્મવિશ્વાસ જાહેર કર્યો હતો.

  1. Chandrayaan-3: ચંદ્રયાન-3ના લેન્ડર અને રોવરની જાગવાની આશા પૂર્ણ, શું આ છે મિશનના અંતનું સિગ્નલ ?
  2. CPI Chandrayaan III launch pad: ચંદ્રયાન III માટે લોન્ચ પેડ તૈયાર કરનાર કામદારો કરી રહ્યા છે પગારની માંગ
Last Updated :Oct 17, 2023, 4:35 PM IST

ABOUT THE AUTHOR

...view details