ગુજરાત

gujarat

પીએમ મોદી આજે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સમિટ ઓન ગ્લોબલ પાર્ટનરશિપનું ઉદ્ઘાટન કરશે, નવી દિલ્હીના ભારત મંડપમમાં સાંજે 5 વાગ્યે સમારોહ

By ETV Bharat Gujarati Team

Published : Dec 12, 2023, 8:38 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ગ્લોબલ પાર્ટનરશિપ ઓન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સમિટનું ઉદ્ઘાટન કરશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને પ્રોત્સાહન આપવા માટેના હેતથી આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.

પીએમ કરશે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સમિટ ઓન ગ્લોબલ પાર્ટનરશિપનું ઉદ્ઘાટન
પીએમ કરશે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સમિટ ઓન ગ્લોબલ પાર્ટનરશિપનું ઉદ્ઘાટન

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે મંગળવારે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ગ્લોબલ પાર્ટનરશિપ ઓન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (GPAI) શિખર સંમેલનનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન કાર્યાલયે આ અંગેની માહિતી આપી છે. વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા બહાર પડાયેલા નિવેદન અનુસાર, GPAI એ 29 સભ્ય દેશો સાથેની બહુ-હિતધારક પહેલ છે.

કાર્યક્રમનો ઉદેશ્ય: ગ્લોબલ પાર્ટનરશિપ ઓન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (GPAI)નો મુખ્ય હેતુ AI-સંબંધિત પ્રાથમિકતાઓ પર અત્યાધુનિક સંશોધન અને વ્યવહારિક પ્રવૃત્તિઓને સમર્થન આપીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર સિદ્ધાંત અને પ્રેક્ટિસ વચ્ચેના અંતરને દૂર કરવાનો છે. ભારત 2024 માં GPAIનું મુખ્ય અધ્યક્ષ હશે. આધિકારીક એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાન મોદી 12 ડિસેમ્બરે એટલે કે આજે સાંજે 5 વાગ્યે ભારત મંડપમ ખાતે GPAI સમિટનું ઉદ્ઘાટન કરશે.

વિવિધ વિષયો પર સત્ર: અધિકારીઓએ જણાવ્યું છે કે ભારત, GPAI ના સ્થાપક સભ્યોમાંથી એક GPAIના વર્તમાન અને આગામી સમર્થન અઘ્યક્ષ તેમજ 2024માં GPAIના પ્રમુખ અધ્યક્ષના રૂપમાં ભારત 12-14 ડિસેમ્બર દરમિયાન વાર્ષિક GPAI શિખર સંમેલનની મેજબાની કરશે. સમિટ દરમિયાન, એઆઈ અને ગ્લોબલ હેલ્થ, એજ્યુકેશન એન્ડ સ્કીલ્સ, એઆઈ અને ડેટા ગવર્નન્સ અને એમએલ વર્કશોપ્સ જેવા વિવિધ વિષયો પર ઘણા સત્રોનું આયોજન કરવામાં આવશે.

દેશ-દુનિયાનો દિગ્ગજો રહેશે ઉપસ્થિત: શિખર સંમેલનના અન્ય આકર્ષણોમાં અનુસંધાન સંગોષ્ઠી, એઆઈ ગેમ ચેન્જર્સ એવોર્ડ અને ઈન્ડિયા એઆઈ એક્સ્પો સામેલ છે. નિવેદનમાં એ પણ કહેવામાં આવ્યું છે કે 50 થી વધુ GPAI નિષ્ણાતો અને વિવિધ દેશોના 150 થી વધુ વક્તાઓ સમિટમાં ભાગ લેશે. આ ઉપરાંત, વિશ્વભરના ટોચના AI ગેમ ચેન્જર્સ Intel, Reliance Jio, Google, Meta, AWS, Yota, NetWeb, Paytm, Microsoft, MasterCard, NIC, STPI, Immerse, Jio Haptic અને ભાશિની વગેરે સહિતની વિવિધ ઇવેન્ટ્સમાં ભાગ લેશેવધુમાં, યુથ AI પહેલ હેઠળ વિજેતા વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટ-અપ્સ તેમના AI મોડલ અને સોલ્યુશન્સ પ્રદર્શિત કરશે.

  1. શા માટે સેકન્ડ ક્વાર્ટરમાં દેશના જીડીપીમાં વૃદ્ધિ નોંધાઈ ? એક વિચક્ષણ સમીક્ષા
  2. સુપ્રીમ કોર્ટના નિર્ણય પર PM મોદીની પ્રતિક્રિયા, 'ઐતિહાસિક અને આશાનું નવું કિરણ' ગણાવ્યું...

ABOUT THE AUTHOR

...view details