ગુજરાત

gujarat

કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારીમાં રાહત, સરકારે DA 17 ટકાથી વધારીને 28 ટકા કર્યું

By

Published : Jul 14, 2021, 3:29 PM IST

Updated : Jul 14, 2021, 4:39 PM IST

કોરોના સંકટ અને વધી રહેલી મોંઘવારીમાં કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓને એક વિશેષ ભેટ આપી છે. સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો કર્યો છે. આ વધારો 1 જુલાઈ 2021થી લાગુ કરવામાં આવશે. આ સિવાય કેન્દ્રીય આયુષ મિશનને ચાલુ રાખવાની પણ મંજૂરી આપવામાં આવી છે.

સરકારે DA 17 ટકાથી વધારીને 28 ટકા કર્યું
સરકારે DA 17 ટકાથી વધારીને 28 ટકા કર્યું

  • કોરોનાને કારણે દોઢ વર્ષથી બંધ હતું મોંઘવારી ભથ્થુ
  • કેબિનેટ વિસ્તરણ બાદની બેઠકમાં લેવાયો નિર્ણય
  • કેબિનેટમાં લેવાયેલા નિર્ણયોનું બ્રિફિંગ પૂર્ણ

ન્યૂઝ ડેસ્ક: કેન્દ્રીય પ્રધાન મંડળે 54,618 કરોડ રૂપિયાના રોકાણનો લાભ ઉઠાવવા માટે પશુપાલન અને ડેરી યોજનાઓ તેમજ વિશેષ પશુધન પેકેજના વિભિન્ન ઘટકોને સંશોધિત કરવા અને પુન: વ્યવસ્થિત કરવા માટે મંજૂરી આપી છે. કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર (Union Minister Anurag Thakur) એ આ અંગે જાણકારી આપી હતી. આ સિવાય કેન્દ્ર સરકાર અને પેન્શન મેળવનારા કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થુ (Dearness Allowance) 11 ટકા વધારવાની જાહેરાત કરી છે. જેનો લાભ 48.34 લાખ કર્મચારીઓ અને 65.26 લાખ પેન્શનર્સને મળશે.

કોરોનાને કારણે છેલ્લા દોઢ વર્ષથી મોંઘવારી ભથ્થુ બંધ હતું

કેન્દ્રીય કર્મચારીઓના DA ના છેલ્લા 3 હપ્તા આવવાના બાકી હતા. કેન્દ્ર સરકારે કોરોનાને કારણે 1 જાન્યુઆરી 2020થી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ બંધ કરી દીધું હતું. જે 1 જુલાઈ 2021 સુધી રોકવામાં આવ્યું હતું. જોકે, હવે મોંઘવારી ભથ્થું વધતા સપ્ટેમ્બરમાં તેમને મોટો ફાયદો થઈ શકે છે.

શું છે મોંઘવારી ભથ્થુ અને કઈ રીતે કરાય છે નક્કી ?

મોંઘવારી ભથ્થુ એટલે કે Dearness allowance સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને આપવામાં આવે છે. આ ભથ્થુ સરકારી કર્મચારીઓને મોંઘવારીને પહોંચી વળવા માટે આપવામાં આવે છે. સરકાર દ્વારા આ ભથ્થુ ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ આધારિત મોંઘવારી દરને આધાર માનીને નક્કી કરવામાં આવે છે. જેના આધારિત દર 2 વર્ષે સરકારી કર્મચારીઓનું DA નક્કી કરવામાં આવે છે.

રાષ્ટ્રીય આયુષ મિશનને ચાલુ રાખવાની મંજૂરી

કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરના જણાવ્યા પ્રમાણે, કેન્દ્રીય પ્રધાનમંડળે 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ, 2026 સુધીમાં 4607.30 કરોડની નાણાકીય અસર સાથે કેન્દ્રિય પ્રાયોજિત યોજના તરીકે રાષ્ટ્રીય આયુષ મિશન ચાલુ રાખવાની મંજૂરી પણ આપી છે. કેન્દ્રીય પ્રધાનમંડળે નોર્થ ઇસ્ટર્ન ચિકિત્સા સંસ્થાન (NEIFM) નું નામ બદલીને આયુર્વેદ અને લોક મેડિસિન (NEIAFMR) તરીકે રાખવાની મંજૂરી પણ આપી છે.

Last Updated : Jul 14, 2021, 4:39 PM IST

ABOUT THE AUTHOR

...view details