ગુજરાત

gujarat

PM Modiએ આજે SCO દેશોની બેઠકને સંબોધિત કરી, નવા સભ્યોથી ગૃપ વધુ મજબૂત બન્યું

By

Published : Sep 17, 2021, 3:17 PM IST

વિદેશ પ્રધાન એસ. જયશંકર SCO બેઠકમાં ભાગ લેવા માટે દુશાંબે જવા રવાના થઈ ગયા છે. પ્રવક્તાએ આ અંગે જણાવ્યું હતું કે, શિખર બેઠક પછી સંપર્ક બેઠક (આઉટરિચ) યોજાશે. તે દરમિયાન અફઘાનિસ્તાનના મુદ્દા પર પણ ચર્ચા થશે.

PM Modiએ આજે SCO દેશોની બેઠકને સંબોધિત કરી, નવા સભ્યોથી ગૃપ વધુ મજબૂત બન્યું
PM Modiએ આજે SCO દેશોની બેઠકને સંબોધિત કરી, નવા સભ્યોથી ગૃપ વધુ મજબૂત બન્યું

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે (શુક્રવારે) શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) દેશોની બેઠકને સંબોધિત કરી
  • તાજિકિસ્તાનમાં યોજાવા જઈ રહેલી બેઠકમાં ભાગ લેવા માટે વિદેશ પ્રધાન એસ. જયશંકર પહોંચ્યા દુશાંબે
  • શિખર બેઠક પછી સંપર્ક બેઠક (આઉટરિચ) યોજાશે. તે દરમિયાન અફઘાનિસ્તાનના મુદ્દા પર પણ ચર્ચા થશેઃ પ્રવક્તા

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે (શુક્રવારે) શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) દેશોની બેઠકને સંબોધિત કરી હતી. આ વખતે આ બેઠક તાજિકિસ્તાનના દુશાંબેમાં યોજાઈ રહી છે. ત્યારે વિદેશ પ્રધાન એસ. જયશંકર SCO બેઠકમાં ભાગ લેવા માટે દુશાંબે જવા રવાના થઈ ગયા છે. પ્રવક્તાએ આ અંગે જણાવ્યું હતું કે, શિખર બેઠક પછી સંપર્ક બેઠક (આઉટરિચ) યોજાશે. તે દરમિયાન અફઘાનિસ્તાનના મુદ્દા પર પણ ચર્ચા થશે.

આ પણ વાંચોઃઅમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન 24 સપ્ટેમ્બરે Quad સમૂહના નેતાઓના પહેલા વ્યક્તિગત શિખર સંમેલનને હોસ્ટ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાન, સાઉદી અરબ, મિસ્ર અને કતરના SCO ગૃપમાં સામેલ થવા પર સ્વાગત કર્યું હતું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) સંબોધન દરમિયાન તાજિકિસ્તાનને તેમની આઝાદીના 30 વર્ષ થવા અંગે શુભેચ્છા આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ઈરાન, સાઉદી અરબ, મિસ્ર અને કતરના SCO ગૃપમાં સામેલ થવા પર સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) કહ્યું હતું કે, નવા સભ્યોથી અમારું ગૃપ વધુ મજબૂત થઈ રહ્યું છે. વડાપ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, અમારા ક્ષેત્રમાં સૌથી મોટો પડકાર શાંતિ-સુરક્ષાથી સંબંધિત છે. અફઘાનિસ્તાનમાં હાલના ઘટનાક્રમે આ પડકારને સ્પષ્ટ કરી દીધો છે. SCO સમિટે કટ્ટરતાનો સામનો કરવા માટે પગલાં ઉઠાવવા જોઈએ. ઈસ્લામ સાથે જોડાયેલી જેટલી પણ સંસ્થાઓ છે. તેમાથી સંબંધ બનાવવો જોઈએ અને આગળ કામ કરવું જોઈએ.

આ પણ વાંચોઃPM Modi 71st birthday: ભાજપ આજથી સેવા સમર્પણ અભિયાન શરૂ કરશે

ભારતે બનાવેલા કેલેન્ડર પર કામ જરૂરી છેઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભારતે જે કેલેન્ડર બનાવ્યું છે. તેના પર કામ જરૂરી છે. કટ્ટરતાથી લડાઈ, ક્ષેત્રીય સુરક્ષા માટે આવશ્યક છે અને આ સાથે જ યુવાઓના ભવિષ્ય માટે ઘણું જરૂરી છે. વિકસિત વિશ્વની સાથે પ્રતિસ્પર્ધા માટે આપણે સ્ટેક હોલ્ડર બનવું પડશે. અફઘાનિસ્તાનમાં જે પ્રકારની સ્થિતિ છે અને ત્યાં તાલિબાનની સરકાર બનવા અંગે પણ આ બેઠકમાં મહત્ત્વની ચર્ચા થઈ શકે છે. ભારત તરફથી વિદેશ પ્રધાન એસ. જયશંકર પહેલા જ દુશાંબેમાં ઉપસ્થિત છે.

વિદેશ પ્રધાને અનેક દેશના પ્રધાનો સાથે મુલાકાત કરી

તો વિદેશ પ્રધાન એસ. જયશંકરે દુશાંબેમાં જ ચીનના વિદેશ પ્રધાન વાંગ યીની મુલાકાત કરી હતી અને અનેક મુદ્દા પર બંને દેશો વચ્ચે ચર્ચા થઈ હતી. આ ઉપરાંત એસ. જયશંકરે ઈરાન, અર્મેનિયા અને ઉઝ્બેકિસ્તાનના પ્રધાનો સાથે પણ અહીં મુલાકાત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details