ગુજરાત

gujarat

U 17 FIFA WORLD CUP : ભારત કરશે FIFA U-17 ની મેજબાની, જાણો ક્યારે યોજાશે તમામ રમતો

By

Published : Jul 28, 2022, 3:50 PM IST

આ વખતે ભારત FIFA U-17ની મેજબાની કરવા માટે તૈયાર(India host FIFA U 17) છે. કેન્દ્રીય કેબિનેટે ભારતમાં FIFA U-17 મહિલા વર્લ્ડ કપ 2022(FIFA U 17 Women s World Cup 2022) ની યજમાની માટે હસ્તાક્ષર કરીને મંજૂરી આપી દિઘી છે. તમામ મેચોની ટીકિટો પણ વેચાવા લાગી છે.

U 17 FIFA WORLD CUP
U 17 FIFA WORLD CUP

નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે બુધવારે ભારતમાં ફિફા અંડર-17 મહિલા વર્લ્ડ કપ 2022 ની યજમાની માટે હસ્તાક્ષર કરીને મંજૂરી આપી(India host FIFA U 17) હતી છે. મહિલા અંડર-17 ફૂટબોલ વર્લ્ડ કપની સાતમી સિઝન ભારતમાં 11 થી 30 ઓક્ટોબર દરમિયાન યોજાશે(FIFA U 17 Women s World Cup 2022).

આ પણ વાંચો - IND vs WI ODI Series: ભારતે મેળવી શાનદાર જીત, વેસ્ટ ઈન્ડિઝ વનડે સિરીઝમાંથી બહાર

ભારતમાં યોજાશેે FIFA U17 - AIFFના કાર્યકારી જનરલ સેક્રેટરી સુનંદો ધરે આ પ્રોત્સાહક પગલા માટે સરકારનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, તેમના સમર્થન માટે અમે સરકારના ખૂબ આભારી છીએ. અનુરાગ ઠાકુરના માર્ગદર્શન હેઠળ રમતગમત મંત્રાલય ટૂર્નામેન્ટને સમર્થન આપવા માટે ખૂબ જ સક્રિય છે. "અમને અમારા તમામ હિતધારકો તરફથી મળેલા સમર્થન અને પ્રોત્સાહન સાથે, અમે ચોક્કસપણે એક અતુલ્ય ટૂર્નામેન્ટનું આયોજન કરવા માટે તૈયાર છીએ.

આ પણ વાંચો -Commonwealth Games 2022: ઓપનિંગ સેરેમનીમાં સિંધુ બનશે ભારતની ધ્વજ ધારક, કહ્યું- મારા માટે સન્માનની વાત

તારીખનું પણ કરાયું એલાન - ટુર્નામેન્ટનો ડ્રો તાજેતરમાં યોજાયો હતો અને યજમાન રાષ્ટ્ર ભારત તેની તમામ ગ્રુપ મેચો કલિંગા સ્ટેડિયમ, ભુવનેશ્વર ખાતે રમવા માટે તૈયાર છે. ટૂર્નામેન્ટની ટિકિટોનું વેચાણ પહેલેથી જ શરૂ થઈ ગયું છે અને મેગા ઈવેન્ટ માટે સત્તાવાર ટિકિટ લોન્ચ 5 ઓગસ્ટ, 2022ના રોજ થવાની છે. ભારતીય મહિલા ફૂટબોલ ટીમને FIFA U-17 મહિલા વિશ્વ કપ 2022 માટે બ્રાઝિલ, USA અને મોરોક્કોની સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવી છે. ભારતીય મહિલા ફૂટબોલ ટીમ તેના અભિયાનની શરૂઆત 11 ઓક્ટોબરે યુએસએ સામે અને 14 ઓક્ટોબરે મોરોક્કો સામે કરશે. બ્રાઝિલ સામે ભારતની અંતિમ ગ્રુપ મેચ 17 ઓક્ટોબરે રમાશે. ભારતીય ટીમ તમામ મેચ ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં રમશે.

ABOUT THE AUTHOR

...view details