ગુજરાત

gujarat

PARLIAMENT WINTER SESSION 2021 LIVE UPDATES : ક્રિપ્ટોકરન્સી અંગે નાણાપ્રધાનનું રાજ્યસભામાં નિવેદન

By

Published : Nov 30, 2021, 11:09 AM IST

Updated : Nov 30, 2021, 2:24 PM IST

PARLIAMENT WINTER SESSION 2021 LIVE UPDATES
PARLIAMENT WINTER SESSION 2021 LIVE UPDATES

14:03 November 30

ક્રિપ્ટોકરન્સી અંગે નાણાપ્રધાનનું રાજ્યસભામાં નિવેદન

  • BJP સાંસદ સુશીલ કુમાર મોદીએ ક્રિપ્ટોકરન્સીના પ્રચાર પર પ્રતિબંધ લગાવવા પર સવાલ ઉઠાવ્યા છે.
  • તેમણે કહ્યું કે છેલ્લા 4 મહિનામાં ક્રિપ્ટોકરન્સીના આવા ઘણા પ્રમોશન જોવા મળ્યા છે જે ભ્રામક છે.
  • ક્રિપ્ટોકરન્સી પર ચૂકવવામાં આવનાર આવકવેરા અંગેના પ્રશ્નના જવાબમાં નાણામંત્રીએ કહ્યું કે, તેમની પાસે સંપૂર્ણ માહિતી નથી.

12:46 November 30

સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચવાની વિનંતીને ફગાવી દીધી

રાજ્યસભાના અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુએ 12 સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચવાની વિનંતીને ફગાવી દીધી

તેમણે કહ્યું કે, રાજ્યસભાના અધ્યક્ષને કાર્યવાહી કરવાનો અધિકાર છે અને ગૃહ પણ કાર્યવાહી કરી શકે છે

11:46 November 30

સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચવાની વિનંતી નકારી કાઢી

  • નાયડુએ સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચવાની વિનંતી નકારી કાઢી
  • સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાની કાર્યવાહી ચાલી રહી છે.
  • રાજ્યસભાના અધ્યક્ષ એમ. વેંકૈયા નાયડુએ 12 સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચવાની વિનંતીને ફગાવી
  • આ બાદ વિપક્ષના સાંસદોએ રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું

11:24 November 30

લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત

  • લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત
  • સાંસદોના સસ્પેન્શન પર કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશીની પ્રતિક્રિયા
  • કહ્યું કે, ગઈ કાલે પણ અમે તેમને કહ્યું હતું કે તમે લોકો માફી માગો, ખેદ વ્યક્ત કરો પરંતુ તેણે તેનો અસ્વીકાર કર્યો, સ્પષ્ટપણે તેનો ઇનકાર કર્યો.
  • સરકારે ગૃહમાં માફી માંગવી જોઈએ
  • MSPની કાયદાકીય ગેરંટી પર ચર્ચાની માંગ
  • કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ લઘુત્તમ ટેકાના ભાવની કાયદેસર ગેરંટી અંગે ચર્ચા કરી
  • ખેડૂતોના આંદોલન દરમિયાન જીવ ગુમાવનારા ખેડૂતોને સહાયની માગણી કરીને બિઝનેસ સસ્પેન્શનની નોટિસ આપી હતી

10:05 November 30

PARLIAMENT WINTER SESSION 2021 LIVE UPDATES : આજે બીજો દિવસ, સરકારને ઘેરવા વિપક્ષની બેઠક

  • શિયાળુ સત્રનો આજે બીજો દિવસ, સંસદમાં હોબાળો થવાની સંભાવના, વિપક્ષે કરી બેઠક
  • આજે લોકસભામાં આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી રેગ્યુલેશન બિલ, 2020 રજૂ કરવાની સરકારની તૈયારી
  • કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયા બિલને ગૃહમાં રજૂ કરશે
  • કેન્દ્રીય કાયદા અને ન્યાય પ્રધાન કિરેન રિજિજુ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજ (સેલેરી અને કન્ડિશન્સ ઓફ સર્વિસ) એમેન્ડમેન્ટ બિલ, 2021 રજૂ કરશે
  • આ બિલ હાઈકોર્ટના ન્યાયાધીશો (સેલેરી અને કન્ડિશન્સ ઓફ સર્વિસ) એક્ટ, 1954 અને સુપ્રીમ કોર્ટના જજ (સેલરી અને કન્ડિશન્સ ઑફ સર્વિસ) એક્ટ, 1958માં વધુ સુધારો કરવા માંગે છે.
  • જલ શક્તિ પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવત આજે રાજ્યસભામાં ડેમ સેફ્ટી બિલ રજૂ કરશે
  • બિલ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સમાન ડેમ સુરક્ષા પ્રક્રિયાઓ અપનાવવામાં મદદ કરશે
  • ડેમની સલામતી તેમજ નાગરિકો, પ્રાણીઓ અને મિલકતોની સલામતી સુનિશ્ચિત કરશે
  • લોકસભા અને રાજ્યસભામાં આજે પણ હંગામો થવાની સંભાવના છે
  • રાજ્યસભાના 12 સાંસદોના સસ્પેન્શન અને આગળની રણનીતિ પર ચર્ચા થઈ
Last Updated :Nov 30, 2021, 2:24 PM IST

ABOUT THE AUTHOR

...view details